ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / raju srivastava last rites may be held in delhi tomorrow

BIG NEWS / રાજૂ શ્રીવાસ્તવના નિધનથી પરિવાર માથે આભ ફાટ્યું: આવતીકાલે દિલ્હીમાં થઈ શકે છે અંતિમ સંસ્કાર

Published By: Pravin

Last Updated: 12:05 PM, 21 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાસ્ય કલાકાર રાજૂ શ્રીવાસ્તવનું બુધવારે દિલ્હીની એક હોસ્પિટલમાં નિધન થઈ ગયું હતું.

ADVERTISEMENT

  • હાસ્ય કલાકાર રાજૂ શ્રીવાસ્તવનું નિધન
  • દિલ્હીની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
  • આવતીકાલે દિલ્હીમાં થઈ શકે છે અંતિમ સંસ્કાર

હાસ્ય કલાકાર રાજૂ શ્રીવાસ્તવનું બુધવારે દિલ્હીની એક હોસ્પિટલમાં નિધન થઈ ગયું. તેમના ભાઈ દીપૂ શ્રીવાસ્તવે આ જાણકારી આપી છે. રાજૂ 58 વર્ષના હતા અને 41 દિવસથી એઈમ્સમાં ભરતી હતા. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, કાલે એટલે કે, ગુરૂવારે તેમના અંતિમ સંસ્કાર દિલ્હીમાં થઈ શકે છે. 

દીપૂ શ્રીવાસ્તના ભાઈએ જણાવ્યું કે, મને લગભગ અડધો કલાક પહેલા પરિવારના લોકોને ફોન કરીને ગુજરી ગયાની સૂચના મળી. તેઓ 40 દિવસથી હોસ્પિટલમાં ભરતી હતા. હોસ્પિટલના સત્તાવાર સૂત્રો અનુસાર, રાજૂ શ્રીવાસ્તવે સવારે 10 કલાકને 20 મીનિટની આસપાસ મૃત જાહેર કર્યા હતા. મનોરંજન જગતમાં 1980ના દાયકાથી સક્રિય રાજૂ શ્રીવાસ્તવને 2005માં સ્ટેન્ડ અપ કોમેડી શો દ ગ્રેટ ઈંડિયન લાફ્ટર ચેલેન્જની પ્રથમ સીઝનમાં ભાગ લીધા બાદ ખાસ્સી લોકપ્રિયતા મળી હતી.

તેમણે મેંને પ્યાર કિયા, બાઝીગર, બોમ્બે ટૂ ગોવા અને આમદની અઠન્ની ખર્ચા રુપૈયા જેવી ફિલ્મોમા ંઅભિનય કર્યો. તે બિગ બોસ સીઝન ત્રણમાં પણ નજરે પડ્યા હતા. તેઓ ઉત્તર પ્રદેશ ફિલ્મ વિકાસ પરિષદના અધ્યક્ષ પણ હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Delhi AIIMS Raju Srivastava એઈમ્સ દિલ્હી રાજૂ શ્રીવાસ્તવ Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ