ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / સ્કૂલના 100 મીટરમાં તમાકુ વેચનારા વેપારીઓને હવે...! DDOના પત્રથી શિક્ષકોમાં નારાજગી
Last Updated: 06:24 PM, 7 March 2026
ADVERTISEMENT
રાજકોટ જિલ્લામાં શિક્ષકોને વધુ એક વધારાની કામગીરી સોંપાતા શિક્ષક વર્ગમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જાહેર કરાયેલા પત્ર અનુસાર હવે શાળાઓની આસપાસ તમાકુ વેચાણ પર નજર રાખવાની તથા નિયમોનું ઉલ્લંઘન કરનાર વેપારીઓ પાસેથી દંડ વસુલવાની જવાબદારી શિક્ષકો, આચાર્યો અને સરપંચોને સોંપવામાં આવી છે.
ADVERTISEMENT

પત્રમાં જણાવ્યા મુજબ શાળાથી 100 મીટરના પરિસરમાં કોઈપણ વેપારી દ્વારા તમાકુનું વેચાણ થાય છે કે નહીં તેની દેખરેખ રાખવાની ફરજ રહેશે. જો કોઈ વેપારી તમાકુનું વેચાણ કરતા ઝડપાય તો શિક્ષક, આચાર્ય અથવા સરપંચ દ્વારા તેની સામે કાર્યવાહી કરી દંડ વસુલવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT

આ સાથે પત્રમાં એવું પણ જણાવાયું છે કે શાળાની ઓચિંતી મુલાકાત દરમિયાન આવી કોઈ ઘટના ધ્યાનમાં આવશે તો સંબંધિત શિક્ષક અથવા આચાર્ય સામે પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે. આ નિર્ણયને લઈને શિક્ષક સંઘોમાં ભારે રોષ ફેલાયો છે.
ADVERTISEMENT

શિક્ષક સંઘોએ માંગ કરી છે કે આવી કાર્યવાહી પોલીસ વિભાગ અથવા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે. સાથે જ શિક્ષકો અને આચાર્યોને દંડ વસુલવાની કામગીરીમાંથી મુક્ત રાખવા સરકાર પાસે માંગણી કરવામાં આવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ છેક દ.-પૂર્વ એશિયાના દેશોમાં કરાતી ડ્રગ્સની હેરાફેરી, નિકુંજ ગઢિયા સહિત 3ની ધરપકડ
હાલ આ મુદ્દે શિક્ષક સંગઠનો દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરવાની તૈયારી શરૂ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.