ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / છેક દ.-પૂર્વ એશિયાના દેશોમાં કરાતી ડ્રગ્સની હેરાફેરી, નિકુંજ ગઢિયા સહિત 3ની ધરપકડ
Last Updated: 05:51 PM, 7 March 2026
ADVERTISEMENT
ગુજરાત ATS એ અમદાવાદમાંથી વિદેશમાં ગેરકાયદે નિકાસ કરતા ડ્રગના રેકેટનો પર્દાફાશ કર્યો છે. ATSએ મુખ્ય આરોપી નિકુંજ ગઢિયાની ધરપકડ કરી છે, જ્યારે ચેતન વાવડીયા અને ભૌતિક પદમણી ફરાર છે.
ADVERTISEMENT

આરોપીઓ એટોમિડેટ પાવડરને એલોવેરા પાવડર તથા અન્ય સામાન્ય પ્રોડક્ટ તરીકે ખોટી ડીક્લેરેશન, મિસલેબલિંગ, નકલી લેબલ અને ખોટા બીલ-કસ્ટમ્સ દસ્તાવેજો દ્વારા એર કાર્ગો તથા કુરિયર મારફતે થાઈલેન્ડ, મલેશિયા સહિત દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં મોકલતા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 2000થી લઇને 55000 સુધીની કિંમત? ટિકિટના ભાવ આસમાને પહોંચતા ક્રિકેટપ્રેમીઓ મુશ્કેલીમાં
આરોપીઓએ પોતાની કંપનીઓ DWN બાયોસાયન્સ, જાની ફાર્મા અને રુદ્ર એન્ટરપ્રાઈઝ મારફતે આ નેટવર્ક ચલાવ્યું હતું. અત્યાર સુધીમાં આરોપીઓએ આશરે 125 કિલો એટોમિડેટ પાવડર વિદેશમાં મોકલ્યું છે. જે આંતરરાષ્ટ્રીય બજારમાં એક કિલો 4 હજાર થી 5 હજાર અમેરિકન ડોલરના ભાવે વેચાતું હતું. કુરિયર કંપની FedEx મારફતે મોકલાયેલા પાર્સલોને હોલ્ડ કરવામાં આવ્યા બાદ રમણ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટમાં તેમાં એટોમિડેટ ડ્રગ હોવાનું પુષ્ટિ થઈ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.