ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 2000થી લઇને 55000 સુધીની કિંમત? ટિકિટના ભાવ આસમાને પહોંચતા ક્રિકેટપ્રેમીઓ મુશ્કેલીમાં

T20 WC 2026 / 2000થી લઇને 55000 સુધીની કિંમત? ટિકિટના ભાવ આસમાને પહોંચતા ક્રિકેટપ્રેમીઓ મુશ્કેલીમાં

Published By: Vishal Khamar

Last Updated: 04:43 PM, 7 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે આવતીકાલે અમદાવાદ ખાતે રમાનાર ફાઈનલ મેચને લઈ ક્રિકેટ રસીકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટિકિટના ભાવ આસમાને પહોંચતા ક્રિકેટ પ્રેમીઓની મુશ્કેલીમાં વધારો થયો છે.

ADVERTISEMENT

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ મેચ આવતી કાલે 8 માર્ચે સાંજે 7 વાગ્યે શરૂ થવાની છે. મેચને લઈને ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશના વિવિધ રાજ્યોમાંથી હજારો ક્રિકેટપ્રેમીઓ અમદાવાદ પહોંચ્યા છે, પરંતુ ટિકિટ મળવી હવે મુશ્કેલ બની ગઈ છે.

ક્રિકેટપ્રેમીઓ ટિકિટની આશાએ અમદાવાદ આવ્યા છે. પરંતુ હાલ સ્થિતિ એવી છે કે ઓફલાઇન ટિકિટ વિતરણ સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યું છે. બીજી તરફ, ઓનલાઇન પ્લેટફોર્મ પર પણ ટિકિટ મળતી નથી.

ઓનલાઇન ટિકિટ બુકિંગ માટે BookMyShow પર ટિકિટ દેખાતી હોવા છતાં પણ ક્રિકેટપ્રેમીઓને તે મેળવી શકતા નથી. ઘણા લોકો વારંવાર પ્રયાસ કરી રહ્યા છે, છતાં ટિકિટ બુક થઈ શકતી નથી.

આ ઉપરાંત ટિકિટના ભાવમાં પણ ભારે વધારો થયો હોવાનું સામે આવ્યું છે. સામાન્ય રીતે 2000 રૂપિયાની ટિકિટ બ્લેક માર્કેટમાં 15 હજારથી લઈને 55 હજાર રૂપિયા સુધી વેચાઈ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચોઃ સંકલનની બેઠકમાં MLA એ અધિકારીઓનો ઉધડો લીધો, ઇન્ડસ્ટ્રીયલ એકમો મુદ્દે વિરોધ

ફાઇનલ મેચને લઈને અમદાવાદમાં ક્રિકેટપ્રેમીઓનો ઉત્સાહ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં દેશભરના ચાહકો પહોંચી રહ્યા છે અને કોઈપણ રીતે ફાઇનલ મેચનો આનંદ માણવા આતુર છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad India-New Zealand Ahmedabad Narendra Modi Stadium

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ