બ્રેકિંગ ન્યુઝ
Jaydeep Shah
Last Updated: 04:27 PM, 30 September 2022
ADVERTISEMENT
રાજ કુન્દ્રાએ CBIને પોર્નોગ્રાફી કેસને લઈને પત્ર લખ્યો
શિલ્પા શેટ્ટીનાં પતિ રાજ કુન્દ્રા સાથે જોડાયેલા પોર્નોગ્રાફી ફિલ્મોના મામલામાં એક મોટી અપડેટ સામે આવી છે. રાજ કુન્દ્રાએ સીબીઆઇને પત્ર લખ્યો છે. તેણે પોતાના પત્રમાં મુંબઈ પોલીસના મોટા અધિકારીઓ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે તેમને પોર્નોગ્રાફી કેસમા ફસાવવામાં આવ્યા છે. તેમણે આખા મામલાની સીબીઆઇ તપાસની માંગ કરી છે. કુન્દ્રાનાં પત્ર અનુસાર તેમને આ કેસ સાથે કંઇ જ લેવાદેવા નથી.
ADVERTISEMENT
જણાવી દઈએ કે અશ્લીલ ફિલ્મોના નિર્માણ અને વિતરણના મામલામાં રાજ કુન્દ્રાને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની પોલીસ અરેસ્ટ કર્યો હતો. હવે પોર્નોગ્રાફી મામલામાં હાલના સમયમાં રાજ કુન્દ્રા જામીન પર બહાર છે. જેલથી બહાર આવ્યા બાદ રાજ કુન્દ્રા આ મામલાની સીબીઆઇ તપાસની માંગ કરી રહ્યા છે.
A handful of corrupt individuals spoil the name of the whole organisation. It’s just a matter of time now! . #CBI #Enquiry #mediatrial #truth #corruption https://t.co/iI3XtxTnrT
— Raj Kundra (@TheRajKundra) September 30, 2022
ક્રાઇમ બ્રાન્ચનાં અધિકારીઓ પર લગાવ્યા આરોપ
તેમણે સીબીઆઇને પત્ર લખ્યો છે તેમાં તેમણે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના મોટા અધિકારીઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે એક મોટા બિઝનેસમેને વ્યાવસાયિક પ્રતિસ્પર્ધાને કારણે મુંબઈ પોલીસને તેમની પાછળ લગાડી ષડયંત્ર કરી અરેસ્ટ કરાવ્યા.
પોલીસ વગર કારણે મામલામા મને સંડોવ્યો : રાજ કુન્દ્રા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજ કુન્દ્રાએ સીબીઆઇને લખેલા પોતાના પત્રમા અમુક મોટા પોલીસ અધિકારીઓના નામ પણ લીધા છે. આ સાથે જ રાજ કુન્દ્રાએ પ્રધાનમંત્રી કાર્યાલયને પણ પત્ર લખીને ન્યાયની માંગણી કરી છે. રાજ કુન્દ્રાએ પોતાના પત્રમાં દાવો કર્યો છે કે પોર્ન ફિલ્મોના નિર્માણ અને તેની સાથે સંબંધિત કોઈપણ આરોપી સાથે તેનો કોઈ સંબંધ નથી. રાજ કુન્દ્રાએ જણાવ્યું કે આ કેસમાં દાખલ કરવામાં આવેલી મૂળ ચાર્જશીટમાં તેમનું નામ ન હોવા છતાં પોલીસે તેમને આ કેસમાં ખેંચ્યા. એમ પણ કહ્યું કે મુંબઈ પોલીસના અધિકારીઓ દ્વારા સાક્ષીઓ પર મારા વિરુદ્ધ નિવેદનો આપવા દબાણ કરવામાં આવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.