બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ઉજ્જવલા યોજના માટે રજિસ્ટ્રેશન કરવું ખૂબ જ સરળ છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ, ગેસ કનેક્શન લેવા માટે બીપીએલ પરિવારની કોઈ મહિલા અરજી કરી શકે છે. તમે જાતે જ આ યોજના સાથે જોડાયેલી ઓફિશિયલ વેબસાઇટ pmujjwalayojana.com પર જઈને વિગતવાર માહિતી મેળવી શકો છો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ PMUYને 1 મે 2016માં શરૂ કરી હતી.

ADVERTISEMENT
આ રીતે કરો અરજી
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના માટે તમારે એક અરજી ફોર્મ ભરવું પડશે અને નજીકના એલપીજી વિતરકને સબમિટ કરવું પડશે. આવેદનપત્રની સાથે મહિલાએ પોતાનું સંપૂર્ણ સરનામું, જનધન બેંક એકાઉન્ટ અને પરિવારના તમામ સભ્યોનો આધાર નંબર પણ આપવો પડશે. આ એપ્લિકેશનની પ્રક્રિયા શરૂ કર્યા પછી, દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ યોગ્ય લાભાર્થીને એલપીજી કનેક્શન આપે છે. જો કોઈ ગ્રાહક ઇએમઆઈનો વિકલ્પ પસંદ કરે છે, તો ઇએમઆઈની રકમ સિલિન્ડર પરની સબસિડીમાંએડજસ્ટ કરવામાં આવે છે.
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે, તમે જ્યારે ઉજ્જવલા યોજના હેઠળ એલપીજી કનેક્શન લો છો, ત્યારે સ્ટોવ સાથેનો કુલ ખર્ચ 3,200 રૂપિયા થાય છે. આમાં સરકાર દ્વારા 1,600 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે અને ઓઈમ કંપનીઓ બાકી 1,600 રૂપિયા આપે છે, પરંતુ ગ્રાહકોએ EMI તરીકે ઓઈલ કંપનીઓને 1,600 રૂપિયા ચૂકવવા પડે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.