ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
પોલીસે સિંગરને 30 એપ્રિલના રોજ સવારે 11 વાગે સરોજની નગર પોલીસ સ્ટેશન આવવાનું કહ્યું છે. સૂત્રોના મતે, કનિકા કપૂર પ્લાઝ્મા ડોનેટ કરવાની છે. ઉલ્લેખનીય છે કે લખનઉમાં રવિવાર (26 એપ્રિલ)થી કોરોનાના ચેપગ્રસ્ત દર્દીઓની સારવાર પ્લાઝ્માથી કરવાની શરૂઆત કરવામાં આવી છે.
ADVERTISEMENT
કનિકા કપૂર હાલમાં લખનઉમાં શાલીમાર ગેલન્ટ અપાર્ટમેન્ટમાં પેરેન્ટ્સ સાથે રહે છે. સોમવારે સરોજની નગર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ જગ પ્રસાદ નોટિસ લઈને કનિકાના ઘરે આવ્યા હતાં. કનિકાએ તપાસમાં સહયોગ આપીને નોટિસ રિસીવ કરી હતી. કનિકા વિરુદ્ધ સરોજની નગર પોલીસ સ્ટેશનમાં બીજાનો જીવ જોખમમાં મૂકવાને લઈ ફરિયાદ કરવામાં આવી હતી. કનિકા પર 188, 269 તથા 270 કલમ હેઠળ કેસ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, 17 માર્ચના કનિકામાં કોરોના લક્ષણ મળ્યા હતા જે પછી 19 માર્ચના તેમનું સેમ્પલ તપાસ કરવા માટે મોકલવામાં આવ્યુ હતુ. 20 માર્ચના તેની રિપોર્ટમાં કોરોના પોઝિટિવ મળ્યા પછી સારવાર માટે લઇ જવામાં આવી હતી. સતત રિપોર્ટ પોઝિટિવ આવતા લાંબા સમય સુધી તે હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી. જોકે જે પછી નેગેટિવ રિપોર્ટ આવતા તેણે ડિસ્ચાર્જ કરવામાં આવી હતી. 21 દિવસનું તેણે ક્વૉરન્ટીન કરી લીધુ છે. જોકે હવે તે સ્વસ્થ છે તો પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે.
સંકળાયેલા મુદ્દાઓ