ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
ખેડૂતોને કેતી માટે વધુ સુવિધા આપવા માટે સરકાર જુદી જુદી યોજના ચલાવતી હોય છે. ખેડૂતોને પ્રોત્સાહન મળે અને તેમને મુશ્કેલી ન પડે તે માટે સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અને પીએમ કિસાન કુસુમ યોજના જેવી જુદી જુદી ઘણી સ્કીમ ચલાવે છે. આ બધી યોજનાઓ ખેડૂતોને આર્થિક લાભ આપવા માટે શરૂ કરવામાં આવી છે. જો ખેડૂતો આ યોજનાનો લાભ લે, તો તેમને સારો એવો આર્થિક ફાયદો થઈ શકે છે.
પીએમ કુસુમ યોજના
ADVERTISEMENT
પીએમ કુસુમ યોજનામાં ખેડૂતોને સોલર પંપ લગાવવા માટે સરકાર સબસિડી આપે છે. આ સબસિડી કેન્દ્ર સરકારની સાતે સાથે રાજ્ય સરકાર પણ આપે છે. જો કે દરેક રાજ્યમાં સબસિડીનો રેશિયો અલગ અલગ હોય છે. આ યોજનાનો લાભ લઈને ખેડૂતો ખૂબ ઓછી કિંમતે સોલાર પંપ લગાવી શકે છે. જેને કારણે તેમની સિંચાઈને લગતી સમસ્યા દૂર થઈ શકે છે.
યોજનાનો લાભ લેવા આટલી જમીન જરૂરી
જો કોઈ ખેડૂત આ યોજનાનો લાભ લઈને સોલાર પંપ લગાવવા ઈચ્છે છે, તો તેની પાસે 4થી 5 એકર જમીન હોવી જરૂરી છે. આટલી જમીનમાં સોલાર પંપ રાખીને 15 લાખ યુનિટ વિજળી બનાવી શકાય છે. ખેડૂતો આ વીજળી વેચીને પણ વધારાની આવક ઉભી કરી શકે છે.
ADVERTISEMENT
કેટલી સબસિડી મળે?
આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર ખેડૂતોને 45 ટકા સુધીની સબસિડી આપે છે. જ્યારે રાજ્ય સરકાર પણ અલગથી સબસિડી આપે છે. ગુજરાતમાં રાજ્ય સરકાર 30 ટકા સબસિડી આપે છે. એટલે કે તમારો સોલાર પંપ લગાવવાનો ખર્ચો સીધો જ 30 ટકા ઘટી જાય છે.
કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે?
આ યોજનામાં સોલાર પંપ લગાવવાના માટે ખેડૂતોએ કેટલાક ડોક્યુમેન્ટ્સ જમા કરાવવા જરૂરી છે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ આધાર કાર્ડ, રેશનિંગ કાર્ડ, બેન્ક પાસબુકની કોપી, પાસપોર્ટ સાઈઝ ફોટો અને જમીનના દસ્તાવેજની કૉપી જમા કરાવવી જરૂરી છે. સાથે જ આધાર સાથે લિંક મોબાઈલ નંબર પણ એક્ટિવ હોવો જરૂરી છે.
ADVERTISEMENT
ખેડૂતો આ યોજનાનો લાભ લેવા માટે Gujarat Energy Development Agencyની વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ