ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ફોન માટે મજબૂત PIN અને ઓનલાઈન અકાઉન્ટ માટે યુનિક પાસવર્ડ સાથે 2FA રાખો, હેકિંગનું જોખમ થશે ઓછું

photo-story

6 ફોટો ગેલેરી

Password Security / ફોન માટે મજબૂત PIN અને ઓનલાઈન અકાઉન્ટ માટે યુનિક પાસવર્ડ સાથે 2FA રાખો, હેકિંગનું જોખમ થશે ઓછું

Last Updated: 03:16 PM, 27 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ફોન અને ઓનલાઈન અકાઉન્ટની સુરક્ષા માટે માત્ર લાંબો પાસવર્ડ રાખવો પૂરતો નથી. સ્માર્ટફોન માટે મજબૂત PIN અને ઓનલાઈન અકાઉન્ટ માટે યુનિક પાસવર્ડ સાથે 2FA રાખવું વધુ સુરક્ષિત છે.

1/6

photoStories-logo

1. ફોન માટે મજબૂત PIN અને ઓનલાઈન અકાઉન્ટ માટે યુનિક પાસવર્ડ સાથે 2FA રાખો

આજના સમયમાં સ્માર્ટફોનથી લઈને બેંકિંગ એપ, ઈમેલ અને સોશિયલ મીડિયા સુધી દરેક જગ્યાએ ડિજિટલ સુરક્ષા મહત્વની બની છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે પાસવર્ડ જેટલો લાંબો અને મુશ્કેલ હોય તેટલી સુરક્ષા વધારે હોય છે. ઓનલાઈન અકાઉન્ટ માટે આ વાત ઘણી હદ સુધી યોગ્ય છે. જોકે ફોન અનલોક કરવા માટે લાંબો પાસવર્ડ રાખવો હંમેશા જરૂરી નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ફોન માટે લાંબો પાસવર્ડ હંમેશા જરૂરી નથી

લાંબો અને જટિલ પાસવર્ડ સુરક્ષિત હોઈ શકે છે પરંતુ સ્માર્ટફોન અનલોક કરતી વખતે તેને વારંવાર ટાઈપ કરવો મુશ્કેલ બની શકે છે. મુશ્કેલ પાસવર્ડ યાદ રાખવો પણ અઘરો હોય છે. આવી સ્થિતિમાં કેટલાક લોકો તેને કાગળ પર લખી રાખે છે અથવા ફોનની નોટ્સમાં સેવ કરે છે. જેના કારણે મજબૂત પાસવર્ડ હોવા છતાં સુરક્ષામાં જોખમ ઊભું થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. મજબૂત PIN સારો વિકલ્પ બની શકે

સ્માર્ટફોન માટે મજબૂત PIN સરળ અને વ્યવહારુ સુરક્ષા વિકલ્પ બની શકે છે. નવા સ્માર્ટફોનમાં ખોટો PIN વારંવાર નાખવામાં આવે તો વધતો જતો વેઇટિંગ ટાઈમ, અસ્થાયી લોકઆઉટ અને અન્ય સુરક્ષા પ્રતિબંધો લાગુ થઈ શકે છે. PIN યાદ રાખવો પણ સરળ હોય છે. જો ફોનમાં છ કે તેનાથી વધુ અંકનો PIN રાખવાનો વિકલ્પ હોય તો અનોખો અને મુશ્કેલ PIN પસંદ કરવો વધુ સારું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. 1234 કે 0000 જેવા PINથી બચો

નાનો PIN ત્યારે જ સુરક્ષિત છે જ્યારે તેનો સરળતાથી અંદાજ લગાવી શકાય નહીં. 1234, 0000 અને 1111 જેવા સામાન્ય PINનો ઉપયોગ કરવો નહીં. જન્મતારીખ અથવા તમારા વિશે સરળતાથી જાણી શકાય તેવી સંખ્યાઓને પણ PIN તરીકે રાખવાનું ટાળવું જોઈએ. એવો PIN પસંદ કરો જે અન્ય વ્યક્તિ માટે અનુમાન લગાવવો મુશ્કેલ હોય.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. ઓનલાઈન અકાઉન્ટ માટે યુનિક પાસવર્ડ રાખો

ફોનનો PIN અને ઓનલાઈન અકાઉન્ટનો પાસવર્ડ એકસરખો રાખવો યોગ્ય નથી. ઈમેલ, બેંકિંગ અને સોશિયલ મીડિયા જેવા દરેક અકાઉન્ટ માટે અલગ અને મજબૂત પાસવર્ડ રાખવો જોઈએ. એક જ પાસવર્ડનો અનેક સેવાઓમાં ઉપયોગ કરવાથી એક અકાઉન્ટની માહિતી લીક થાય તો બીજા અકાઉન્ટ પણ જોખમમાં આવી શકે છે. તેથી દરેક ઓનલાઈન સેવા માટે અલગ પાસવર્ડ રાખવો વધુ સુરક્ષિત છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. 2FAથી સુરક્ષાની વધારાની પરત મળશે

જ્યાં પણ સુવિધા ઉપલબ્ધ હોય ત્યાં Two-Factor Authentication એટલે કે 2FA એક્ટિવેટ કરવું જોઈએ. 2FAમાં પાસવર્ડ ઉપરાંત સુરક્ષાની બીજી ચકાસણી કરવામાં આવે છે. જેના કારણે કોઈ વ્યક્તિને તમારો પાસવર્ડ મળી જાય તો પણ અકાઉન્ટમાં પ્રવેશ મેળવવો મુશ્કેલ બની શકે છે. ખાસ કરીને ઈમેલ, બેંકિંગ અને સોશિયલ મીડિયા અકાઉન્ટ માટે 2FA ખૂબ ઉપયોગી સુરક્ષા પગલું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Strong PIN Unique Password Password Security
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ