ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:34 PM, 31 May 2026
ADVERTISEMENT
રવિવારે ઉત્તર મ્યાનમારના એક ગામમાં એક ઇમારતમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. જેમાં ડઝનબંધ લોકો માર્યા ગયા હતા. આ વિસ્તાર પર નિયંત્રણ રાખનારા બળવાખોરોનું કહેવું છે કે, આ વિસ્ફોટ માઈનીંગમાં ઉપયોગમાં લેવાતા વિસ્ફોટકોમાં ભૂલથી બ્લાસ્ટ થયો હતો. શાન રાજ્યના નામખાન જિલ્લામાં આ વિસ્ફોટ થયો હતો. જેમાં એક બચાવકર્મીએ અહેવાલ આપ્યો કે બાળકો સહિત ઓછામાં ઓછા 55 લોકો માર્યા ગયા છે અને 70 થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં વિસ્ફોટ બાદ ઇમારતમાંથી નીકળતો ધુમાડો દૂરથી દેખાઈ રહ્યો હતો.
ADVERTISEMENT
Breaking: Explosions in a warehouse in Myanmar kills 55, injures 60.
— Vikrant (@Vikspeaks1) May 31, 2026
Shocking. pic.twitter.com/WTtEnc4qYm
વર્ષ 2021 માં સૈન્યએ બળવા દ્વારા સત્તા કબજે કરી ત્યારથી મ્યાનમાર ગૃહયુદ્ધમાં ફસાયેલું છે. જેમાં સેના લોકશાહી તરફી ગેરિલાઓના જૂથ અને શક્તિશાળી વંશીય લઘુમતી સશસ્ત્ર સમૂહ સામે લડી રહી છે.
ADVERTISEMENT

મ્યાનમારના સૌથી શક્તિશાળી વંશીય લઘુમતી જૂથોમાંના એક તાઆંગ નેશનલ લિબરેશન આર્મી (TNLA) એ જણાવ્યું કે માઈનીંગ અને પથ્થરની ખાણકામમાં વપરાતા વિસ્ફોટકોનો રવિવારે બપોરે 12:00 વાગ્યે (0500 GMT) શાન રાજ્યના નામખામ ટાઉનશીપમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં ઘણા સ્થાનિક ગ્રામજનો માર્યા ગયા હતા.
ADVERTISEMENT
રવિવારે થયેલા બ્લાસ્ટ બાદ તરત જ ગામ ઉપર ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા. ઘટનાસ્થળ પરથી મળેલા ફૂટેજમાં જમીનદોસ્ત થયેલી ઇમારતો અને કાટમાળનો એક મોટો ખાડો દેખાય છે. તો આ ભીષણ બ્લાસ્ટના લીધે બળી ગયેલા કાટમાળ અને ઝાડમાંથી હજુ પણ ધુમાડો નીકળતો જોવા મળે છે.
ADVERTISEMENT
સુરક્ષાના કારણોસર ઓળખ ન આપવાની શરતે એક ઈમરજંસી કર્મીએ મીડિયાને જણાવ્યું હતું કે આ બ્લાસ્ટથી ઘણા ઘરો જમીનદોસ્ત થઈ ગયા હતા અને ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ