ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / હોર્મુઝ તણાવ વચ્ચે અમેરિકાનો ફરી ઈરાનના લશ્કરી ઠેકાણા પર હુમલો

વિશ્વ / હોર્મુઝ તણાવ વચ્ચે અમેરિકાનો ફરી ઈરાનના લશ્કરી ઠેકાણા પર હુમલો

Published By: Priykant Shrimali

Last Updated: 09:04 AM, 28 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

US Attacks Iran : ઈરાનના વ્યૂહાત્મક મહત્વ ધરાવતા બંદર અબ્બાસ શહેરમાં મધરાત બાદ ત્રણ મોટા વિસ્ફોટોના અવાજ સંભળાતા લોકોમાં ગભરાટ ફેલાયો

ADVERTISEMENT

US Attacks Iran : હોર્મુઝ સ્ટ્રેટને લઈ અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકન સેનાએ દક્ષિણ ઈરાનમાં આવેલા એક લશ્કરી ઠેકાણાને નિશાન બનાવીને નવા હવાઈ હુમલા કર્યા હોવાનું સામે આવ્યું છે. અમેરિકન અધિકારીઓના જણાવ્યા મુજબ આ કાર્યવાહી હોર્મુઝ વિસ્તારમાં અમેરિકન સૈનિકો તેમજ આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપારને સંભવિત જોખમોથી સુરક્ષિત રાખવા માટે કરવામાં આવી હતી. આ હુમલાઓ બાદ સમગ્ર મધ્ય પૂર્વમાં ચિંતાનું વાતાવરણ ઊભું થયું છે.

ઈરાનના વ્યૂહાત્મક મહત્વ ધરાવતા બંદર અબ્બાસ શહેરમાં મધરાત બાદ ત્રણ મોટા વિસ્ફોટોના અવાજ સંભળાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર વિસ્ફોટો બાદ ઈરાનની હવાઈ સંરક્ષણ પ્રણાલી તાત્કાલિક સક્રિય થઈ ગઈ હતી અને અનેક મિનિટો સુધી હવામાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. જોકે વિસ્ફોટોના ચોક્કસ કારણ અને નુકસાન અંગે હજુ સુધી સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી, પરંતુ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

અમેરિકી સૈન્યના સૂત્રો મુજબ હુમલા દરમિયાન ઈરાન તરફથી છોડવામાં આવેલા અનેક ઘાતક ડ્રોનને પણ નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા. યુએસ સેન્ટ્રલ કમાન્ડ એટલે કે સેન્ટકોમે અગાઉ પણ દક્ષિણ ઈરાનમાં મિસાઈલ લોન્ચ સાઇટ્સ અને શંકાસ્પદ નૌકાદળની હલચલ સામે કાર્યવાહી કરી હતી. અમેરિકાનું માનવું છે કે હોર્મુઝ સ્ટ્રેટમાં વેપારી જહાજો અને સૈન્ય માટે ઉભા થતા જોખમોને અટકાવવા માટે આ પ્રકારની કાર્યવાહી જરૂરી બની રહી છે.

ઇરાને શું કહ્યું ?

બીજી તરફ ઈરાને અમેરિકાના હુમલાની કડક નિંદા કરી છે અને તેને યુદ્ધવિરામનું ઉલ્લંઘન ગણાવ્યું છે. ઈરાની સરકારનું કહેવું છે કે દેશની સુરક્ષા અને સીમા સામે કોઈપણ પ્રકારની આક્રમક કાર્યવાહી સહન કરવામાં નહીં આવે. ઈરાનના અધિકારીઓએ ચેતવણી આપી છે કે જો અમેરિકા હુમલા ચાલુ રાખશે તો તેનો યોગ્ય અને કડક જવાબ આપવામાં આવશે. આ નિવેદનોને કારણે બંને દેશો વચ્ચેનો રાજદ્વારી તણાવ વધુ ઊંડો બન્યો છે.

આ સમગ્ર ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે ઓમાન અને કતારની મધ્યસ્થી હેઠળ અમેરિકા અને ઈરાન વચ્ચે બેક-ચેનલ વાટાઘાટો ચાલી રહી છે. યુદ્ધને સંપૂર્ણ રીતે અટકાવવા અને નવા કરાર સુધી પહોંચવા માટે પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ મેદાનમાં વધતી લશ્કરી કાર્યવાહી શાંતિ પ્રક્રિયા માટે મોટો પડકાર બની રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ હોર્મુઝ સ્ટ્રેટમાં વધતા તણાવને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે આ માર્ગ વૈશ્વિક તેલ અને વેપાર માટે અત્યંત મહત્વનો માનવામાં આવે છે.

આ પણ વાંચો : મિડલ ઇસ્ટમાં મહાયુદ્ધના એંધાણ! ઈરાનનો 'ગુપ્ત ડીલ'નો દાવો ડોનાલ્ડ ટ્રમ્પે ફગાવ્યો

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઈરાન મુદ્દે કડક વલણ દર્શાવ્યું છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે અમેરિકા પોતાની શરતો પર જ કોઈ કરાર સ્વીકારશે અને જો જરૂરી બનશે તો લશ્કરી પગલાંથી પણ પાછળ નહીં હટે. ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ પર કોઈ એક દેશના નિયંત્રણના દાવાને નકારી કાઢતા જણાવ્યું કે આ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ વૈશ્વિક વેપાર માટે ખુલ્લો જ રહેશે. વધતા હુમલા અને રાજકીય નિવેદનો વચ્ચે હવે સમગ્ર વિશ્વની નજર મધ્ય પૂર્વની સ્થિતિ પર ટકેલી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bandar Abbas Explosion Hormuz Strait Tension US Iran Conflict

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ