ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / Nvidiaના CEO પર જાસૂસીના ગંભીર આરોપ, ચીન કનેક્શન સામે આવતાં કંપનીમાં મચી હલચલ

વિશ્વ / Nvidiaના CEO પર જાસૂસીના ગંભીર આરોપ, ચીન કનેક્શન સામે આવતાં કંપનીમાં મચી હલચલ

Published By: Nirav Kumar

Last Updated: 04:05 PM, 9 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયાની અગ્રણી AI ચિપ કંપની Nvidiaના CEO જેન્સન હુઆંગ એક એવા વિવાદમાં ફસાયા છે. જેને ટેક્નોલોજી જગતમાં ખળભળાટ મચાવ્યો છે. ચીનની કથિત જાસૂસ સાથેના સંબંધો અંગે ઊભા થયેલા સવાલો બાદ કંપનીએ હવે સ્વતંત્ર તપાસ શરૂ કરી છે.

ADVERTISEMENT

દુનિયાની દિગ્ગજ ટેક્નોલોજી કંપની Nvidiaના CEO જેન્સન હુઆંગ અત્યારે એક મોટા વિવાદમાં ઘેરાયા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચિપ્સની દુનિયામાં મોટું નામ ધરાવતા હુઆંગે એક ચીની મહિલા સાથેના અંગત સંબંધોને લઈને ચર્ચા વચ્ચે પોતાના પરિવાર અને કંપનીના કર્મચારીઓની માફી માગી છે. આ મામલો માત્ર તેમના અંગત જીવન પૂરતો સીમિત રહ્યો નથી પરંતુ અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા અને કંપનીની ગુપ્ત ટેક્નોલોજી સાથે પણ જોડાઈ ગયો છે.

એનવિડિયા જેવી વિશ્વની અગ્રણી AI ચિપ કંપનીના સીઈઓ જેનસેન હુઆંગે પોતાના કર્મચારીઓને મોકલેલા ઈમેલમાં એક સંવેદનશીલ કબૂલાત કરી છે. તેમને સ્વીકાર્યું કે તેમનો એક શંકાસ્પદ ચીની જાસૂસ સાથે પ્રેમસંબંધ હતો. આ મહિલા એલિસ હુઆંગ છે, જે સિંગાપુર સ્થિત ડેટા સેન્ટર કંપની મેગાસ્પીડની ટોચની અધિકારી હતી.

અમેરિકી સ્પાય એજન્સીઓએ તેને ચીનની જાસૂસ તરીકે ઓળખી કાઢી હતી. અહેવાલો અનુસાર તેને હુઆંગ સાથે નજીકના સંબંધ બાંધીને કંપનીની આધુનિક AI ચિપ્સ અને મહત્વની માહિતી બેઇજિંગ સુધી પહોંચાડી હોવાનું કહેવાય છે.

હુઆંગે પરિવાર અને કર્મચારીઓ પાસે જાહેરમાં માફી માંગી. તેમને લખ્યું કે મેં મારી પત્નીને દગો આપ્યો છે. આ પગલાથી મારી પત્ની અને બાળકોને આઘાત પહોંચ્યો છે. મેં જે કર્યું તેનો કોઈ બહાનું નથી અને હું તેની સંપૂર્ણ જવાબદારી સ્વીકારું છું. તેમને અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા અને કંપનીના હિતોની રક્ષા માટે પૂરી વફાદારી વ્યક્ત કરી અને બોર્ડ દ્વારા શરૂ કરાયેલી સ્વતંત્ર તપાસમાં સહકાર આપવાનું વચન આપ્યું.

આ અંગે એનવિડિયાના બોર્ડે રવિવારે સ્વતંત્ર તપાસ શરૂ કરવાની પુષ્ટિ કરી છે. હાલ સુધી રાષ્ટ્રીય સુરક્ષા કે કંપનીની ગુપ્ત ટેકનીકલ માહિતી સાથે કોઈ સમાધાન થયાના પુરાવા નથી મળ્યા છતાં તમામ તથ્યોની ઊંડી તપાસ થશે. બોર્ડે હુઆંગ અને તેમના નેતૃત્વ પર વિશ્વાસ જાળવી રાખ્યો છે. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ આને કંપનીનો આંતરિક કોર્પોરેટ મામલો ગણાવીને ટિપ્પણી કરવાનું ટાળ્યું છે.

વધુ વાંચો : મિડટર્મ ચૂંટણી બાદ ટ્રમ્પ નરમ પડ્યા? ઈરાન સાથે વાટાઘાટો તેજ, યુદ્ધનો ખતરો યથાવત

હુઆંગે સ્પષ્ટ કર્યું કે મેગાસ્પીડ સાથેનો સંબંધ સામાન્ય અને પ્રોફેશનલ હતો. તેમને કહ્યું કે અમેરિકી સરકારે એલિસ અંગેના કોઈ સિક્રેટ શંકાની અગાઉ જાણકારી આપી નહોતી અને હવે તે કંપનીમાં કાર્યરત નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nvidia CEO Jensen Huang China Spy Controversy

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ