ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 08:30 AM, 9 November 2026
ADVERTISEMENT
અમેરિકાના મિડટર્મ ચૂંટણીમાં હાર બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના સંઘર્ષ અંગે નરમાઈના સંકેત આપ્યા છે. તેમને જણાવ્યું કે જો ઈરાન સાથે વાટાઘાટો આગળ વધતી રહે તો અમેરિકાને ફરી યુદ્ધમાં જોડાવાની જરૂર પડવાની સંભાવના ખૂબ ઓછી છે. જોકે આ નિર્ણય ઈરાન મજબૂત સમજૂતી કરવા તૈયાર થાય છે કે નહીં તેના પર આધાર રાખે છે. જેમાં ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે ઈરાનને પરમાણુ હથિયાર મેળવતા રોકવાના પોતાના વલણમાં કોઈ ફેરફાર નથી.
ADVERTISEMENT
8 નવેમ્બરે એક જગ્યાએ સાથેની વાતચીતમાં તેમને કહ્યું કે વાટાઘાટોમાં પ્રગતિ થઈ રહી છે અને હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખોલવા તથા પરમાણુ કાર્યક્રમ જેવા મુદ્દાઓ પર ચર્ચા ચાલી રહી છે. તે જ સમયે તેમને લશ્કરી તૈયારીનો પણ ઉલ્લેખ કર્યો.
અમેરિકી સેના આ વિસ્તારમાં સંપૂર્ણ તૈયાર છે અને ઈરાનના 38 પુલ સહિત મહત્વના માળખાને એક કલાકમાં નષ્ટ કરી શકે છે. છતાં તેઓ ઈરાનનું મૂળભૂત ઢાંચો તોડવા નથી માંગતા કારણ કે તેને ફરી બનાવવામાં દસ વર્ષ લાગી શકે છે.
ADVERTISEMENT
આ નિવેદન મિડટર્મ ચૂંટણીના થોડા દિવસ બાદ આવ્યું છે, જેમાં ડેમોક્રેટિક પાર્ટીએ પ્રતિનિધિ સભા અને સેનેટ બંનેમાં બહુમતી મેળવી લીધી છે. રિપબ્લિકન પાર્ટીનું કોંગ્રેસ પરનું નિયંત્રણ ખતમ થઈ ગયું છે. ટ્રમ્પે આ પરિણામને અમેરિકાના ઇતિહાસમાં પાછળ જવાનું પગલું ગણાવ્યું હતું અને શેરબજારને એક જ દિવસમાં ત્રણ ટ્રિલિયન ડોલરનું નુકસાન થયાનો દાવો કર્યો હતો. હવે ડેમોક્રેટ્સ ઈરાન નીતિ સહિત સરકારના નિર્ણયો પર વધુ દબાણ લાવી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આમ ટ્રમ્પે એક તરફ વાટાઘાટોની સફળતાની આશા વ્યક્ત કરી છે તો બીજી તરફ જરૂર પડ્યે હુમલાની તૈયારીનો વિકલ્પ પણ ખુલ્લો રાખ્યો છે. હવે બધાની નજર ઈરાન સાથેની વાતચીત કઈ દિશા લે છે તેના પર છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો