ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 12:55 PM, 9 November 2026
ADVERTISEMENT
દુનિયાની સૌથી મોટી ટેક્નોલોજી કંપનીઓમાં સામેલ Nvidiaના CEO જેન્સન હુઆંગ આજકાલ પોતાની કંપનીની સફળતા કરતાં અંગત જીવન અને ચીન સાથે જોડાયેલા એક ગંભીર વિવાદને કારણે ચર્ચામાં છે. એલિસ હુઆંગ નામની એક ચીની બિઝનેસવુમન સાથેના તેમના કથિત સંબંધોએ અમેરિકાના ટેકનોલોજી અને રાજકીય વર્તુળોમાં અનેક સવાલો ઊભા કર્યા છે. અમેરિકન ગુપ્તચર અધિકારીઓના દાવા મુજબ, એલિસના ચીનની ગુપ્તચર એજન્સી સાથે સંબંધો હોવાની શંકા છે. આ મામલે હવે Nvidiaના બોર્ડે પણ સ્વતંત્ર તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
એનવિડિયા સીઈઓ જેનસેન હુઆંગ સાથેના અફેરની કબૂલાત બાદ હવે તે ચીની મહિલા એલિસ હુઆંગ પર સૌની નજર છે. અમેરિકી ખુફિયા એજન્સીઓ તેને ચીનની જાસૂસ તરીકે ઓળખાવે છે, જેણે કથિત રીતે હનીટ્રેપ રચીને જેનસેનને ફસાવ્યા. એલિસ હુઆંગને હુઆંગ લે તરીકે પણ ઓળખવામાં આવે છે. તે સિંગાપુર સ્થિત ડેટા સેન્ટર કંપની મેગાસ્પીડની પૂર્વ ટોચની અધિકારી હતી અને જેનસેન સાથે કોઈ પારિવારિક સંબંધ નથી.
જૂન 2024માં તાઇપેઈના એક બારમાં પહેલી વાર તેને જેનસેનની બાજુમાં બેઠેલી જોવા મળી હતી. તે જ સમયગાળામાં મેગાસ્પીડે એનવિડિયા પાસેથી અબજો ડોલરની એડવાન્સ AI ચિપ્સ ખરીદવાનું શરૂ કર્યું. મે મહિનામાં તાઇપેઈના એક રેસ્ટોરન્ટ બહાર ફરી તેને જેનસેનની પાછળ ઊભેલી જોવા મળી. અમેરિકન રિપોર્ટ્સ અનુસાર ચીનના રાજ્ય સુરક્ષા મંત્રાલયે તેને જેનસેન પાસેથી ખુફિયા માહિતી મેળવવા અને ચીનને એડવાન્સ ચિપ્સ વેચવા દબાણ કરવા માટે તૈયાર કરી હતી.
ADVERTISEMENT
એલિસના પાછળના જીવન વિશે જાણવા મળે છે કે તે અગાઉ ટીવી પત્રકાર હતી અને હુનાન ટીવી તથા CCTVમાં કામ કર્યાનો દાવો કરે છે. HSBCના પ્રાઈવેટ બેન્કિંગ વિભાગના અધ્યક્ષની સહાયક અને CITIC સિક્યોરિટીઝમાં ઉપાધ્યક્ષ તરીકે પણ કામ કર્યાનું કહેવાય છે. તે શાંઘાઈ હેક્સી ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટમાં ડિરેક્ટર પણ રહી છે, જે ચીની ગેમિંગ કંપની 7Road સાથે જોડાયેલી છે. 2023માં બનેલી મેગાસ્પીડે છેલ્લા બે વર્ષમાં એનવિડિયા પાસેથી 4.8 અબજ ડોલરથી વધુની એડવાન્સ ચિપ્સ ખરીદી છે.
ADVERTISEMENT
આ કંપની અમેરિકી પ્રતિબંધોને પાર કરીને ચીનને ચિપ્સ અપાવવામાં મદદ કરતી હોવાની શંકા હેઠળ છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે જેનસેનને ઈમાનદાર ગણાવ્યા છે અને તપાસનું વચન આપ્યું છે, જ્યારે વિદેશ મંત્રી રુબિયોએ આને કંપનીનો આંતરિક મામલો ગણાવીને કોમેન્ટ ટાળી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો