ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / મિડલ ઇસ્ટમાં મહાયુદ્ધના એંધાણ! ઈરાનનો 'ગુપ્ત ડીલ'નો દાવો ડોનાલ્ડ ટ્રમ્પે ફગાવ્યો

વિશ્વ / મિડલ ઇસ્ટમાં મહાયુદ્ધના એંધાણ! ઈરાનનો 'ગુપ્ત ડીલ'નો દાવો ડોનાલ્ડ ટ્રમ્પે ફગાવ્યો

Published By: Pravin Joshi

Last Updated: 12:54 AM, 28 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મિડલ ઇસ્ટમાં શાંતિ સ્થાપવાના પ્રયાસો વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચે એક નવો રાજકીય વિવાદ સર્જાયો છે. ઈરાની સરકારી મીડિયાએ દાવો કર્યો હતો કે અમેરિકા સાથે તેમની એક ગુપ્ત સમજૂતી થવા જઈ રહી છે, જે હેઠળ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પ્રતિબંધો હટાવી લેવાશે.

ADVERTISEMENT

મિડલ ઇસ્ટ એટલે કે મધ્ય પૂર્વના દેશોમાં શાંતિ સ્થાપવા માટે ચાલી રહેલા રાજદ્વારી પ્રયાસો વચ્ચે ફરી એકવાર મોટો ભૂકંપ આવ્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે સંભવિત કરારને લઈને ભારે હોબાળો મચી ગયો છે. ઈરાનના સરકારી મીડિયાએ દાવો કર્યો હતો કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી વેપારી જહાજોની અવરજવર સામાન્ય કરવા અને અમેરિકી સૈન્યની હાજરી ઘટાડવા માટે વ્હાઇટ હાઉસ સાથે સહમતિ સધાઈ ગઈ છે. જો કે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પ્રશાસને ઈરાનના આ અહેવાલોને કલાકોમાં જ ફગાવી દઈને પાણી ફેરવી દીધું છે. વ્હાઇટ હાઉસે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ઈરાનનો આ દાવો સંપૂર્ણપણે ખોટો, મનઘડંત અને નકલી છે. આ સાથે જ અમેરિકાએ રશિયા અને ચીન જેવા શક્તિશાળી દેશોને પણ કડક શબ્દોમાં ચેતવણી આપી દીધી છે.

trump-normal

ઈરાની મીડિયાના 'ફેક ન્યૂઝ' ને સોશિયલ મીડિયા પર ખુલ્લું પાડ્યું

વાસ્તવમાં આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ઈરાનની સરકારી ટેલિવિઝન ચેનલે એક કથિત ડ્રાફ્ટનો હવાલો આપીને સમાચાર પ્રસારિત કર્યા હતા. આ અહેવાલમાં દાવો કરાયો હતો કે એક નવી સમજૂતી અંતર્ગત આગામી 30 દિવસમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી કોમર્શિયલ જહાજોની અવરજવર પહેલાની જેમ સામાન્ય થઈ જશે. તેના બદલામાં અમેરિકા ઈરાનની આસપાસથી પોતાની નૌકાસેનાની નાકાબંધી હટાવી લેશે અને સૈનિકોની સંખ્યામાં પણ ઘટાડો કરશે. ઈરાન આ અહેવાલને પોતાની બહુ મોટી આંતરરાષ્ટ્રીય જીત તરીકે રજૂ કરી રહ્યું હતું.

Vladimir-Putin-And-Putin

પરંતુ અમેરિકી વહીવટીતંત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર સત્તાવાર પોસ્ટ કરીને ઈરાનના જુઠ્ઠાણાને બેનકાબ કરી દીધું હતું. વ્હાઇટ હાઉસે લખ્યું કે, ઈરાની પ્રસારણ માધ્યમોનો આ અહેવાલ સંપૂર્ણપણે બકવાસ છે અને જે કરારનો દાવો કરવામાં આવી રહ્યો છે તે તદ્દન નકલી છે."અમેરિકાએ વૈશ્વિક સમુદાયને અપીલ કરી છે કે તેઓ ઈરાનના સરકારી મીડિયાની વાતો પર જરાય ભરોસો ન કરે.

મિશાઇલ સ્ટેશનો પર હુમલા બાદ સ્થિતિ વધુ વણસી

આ સમગ્ર વિવાદ એવા સમયે વધુ વણસ્યો છે જ્યારે વિતેલા સોમવારે જ અમેરિકી સેનાએ ઈરાનના મિસાઈલ ઠેકાણાઓ અને દરિયામાં બારૂદી સુરૂંગો બિછાવનારી નૌકાઓ પર જોરદાર એરસ્ટ્રાઈક કરી હતી. આ સૈન્ય કાર્યવાહી બાદ બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ બનેલી છે. આ દરમિયાન અમેરિકાએ રશિયા અને ચીનને પણ આડકતરો સંદેશ આપતા કહ્યું છે કે ઈરાન પાસેથી યુરેનિયમ (Uranium) લાવવા અથવા તેની સાથે જોડાયેલી કોઈ પણ ન્યુક્લિયર પ્રવૃત્તિને વૈશ્વિક સ્તરે સ્વીકારવામાં આવશે નહીં. અમેરિકાની આ ટિપ્પણીથી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

Strait of Hormuz

શા માટે આટલું મહત્વનું છે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'?

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ આ સમગ્ર વિવાદનું મુખ્ય કેન્દ્રબિંદુ છે. ભૌગોલિક દ્રષ્ટિએ આ એક અત્યંત સાંકડો દરિયાઈ માર્ગ છે, પરંતુ સમગ્ર વિશ્વનો આશરે 20 ટકા કાચો તેલ (Crude Oil) નો પુરવઠો આ જ રસ્તેથી પસાર થાય છે. ઈરાનની સૈન્ય પાંખ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) આ મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ પર પોતાનો દબદબો સ્થાપિત કરવા માટે સતત પ્રયાસો કરી રહી છે. ઈરાની મીડિયાના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં તેમની કડક દેખરેખ હેઠળ 23 વ્યાપારી જહાજો આ માર્ગ પરથી પસાર થયા છે. ઈરાન પોતાની શરતો લાદવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે તેમના દુશ્મન દેશોના જહાજોને આ દરિયાઈ પટ્ટીમાંથી પસાર થવા દેવામાં નહીં આવે.

આ પણ વાંચો : મમતા બેનરજીને મોટો ઝટકો, આ લેડી સાંસદે TMCમાં તમામ હોદ્દા પરથી આપ્યું રાજીનામું

હાલમાં આ ગંભીર તણાવને રોકવા અને વૈશ્વિક યુદ્ધની સ્થિતિ ટાળવા માટે વોશિંગ્ટન પર ભારે આંતરરાષ્ટ્રીય દબાણ છે. પડદા પાછળ અત્યારે મોટા પાયે રાજદ્વારી વાટાઘાટો ચાલી રહી છે. આ તમામ ઘટનાક્રમો વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ખૂબ જ ટૂંક સમયમાં એક હાઈ-લેવલ કેબિનેટ બેઠક બોલાવવા જઈ રહ્યા છે, જેમાં રશિયા અને ચીનની ગતિવિધિઓ તેમજ મિડલ ઇસ્ટ સંકટને પહોંચી વળવા માટે અંતિમ રણનીતિ નક્કી કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

UraniumIssue DonaldTrump USIranTension

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ