ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / મમતા બેનરજીને મોટો ઝટકો, આ લેડી સાંસદે TMCમાં તમામ હોદ્દા પરથી આપ્યું રાજીનામું

નેશનલ / મમતા બેનરજીને મોટો ઝટકો, આ લેડી સાંસદે TMCમાં તમામ હોદ્દા પરથી આપ્યું રાજીનામું

Published By: Nirav Kumar

Last Updated: 03:38 PM, 27 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બંગાળમાં TMC ની હાર બાદ પાર્ટીમાં મોટો બળવો જોવા મળી રહ્યો છે. જેમાં અનેક નાગરપાલિકાના કાઉન્સિલરોના સામુહિક રાજીનામાં પડી રહ્યા છે. આ સિવાય અનેક નેતાઓ, સાંસદો, ધારાસભ્યો પાર્ટી છોડવા કે ભાજપ સાથે કોન્ટેક્ટમાં હોવાના સમાચાર છે. આ દરમિયાન TMC સાંસદ કાકોલી ઘોષે જિલ્લા પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે.

ADVERTISEMENT

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ તૃણમૂલ કોંગ્રેસમાં નાસભાગ મચી છે. જેમાં TMCને પોતાના જ સાંસદો અને ધારાસભ્યો તરફથી અસંતોષનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં એક બાદ એક TMC નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે. હવે બારાસતના સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારનો બળવો પણ સામે આવ્યો છે. કાકોલી ઘોષે તાજેતરમાં ટીએમસીના બારાસત જિલ્લા પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે.

કાકોલી ઘોષે હવે પાર્ટી સંગઠનના બીજા તમામ પદો પરથી પણ રાજીનામું આપી દીધું છે. તેમને TMC સંગઠનના તમામ પદો પરથી પોતાનું રાજીનામું પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુબ્રત બક્ષીને મોકલી દીધું છે. સુબ્રત બક્ષીને લખેલા પત્રમાં ઘોષે જણાવ્યું હતું કે, તેઓ પાર્ટી સંગઠનના તમામ પદો પરથી રાજીનામું આપી રહ્યા છે. જોકે ઘોષે TMC સભ્યપદમાંથી રાજીનામું આપ્યું નથી. તેઓ TMCના લોકસભા સભ્ય છે.

  • કાકોલી ઘોષ કેમ પાર્ટીથી નારાજ?

કાકોલી ઘોષ છેલ્લા અમુક દિવસોથી TMCથી નારાજ છે. પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં TMCની હારના થોડા દિવસો બાદ જ મમતા બેનર્જીએ ઘોષને લોકસભામાં ચીફ વ્હીપ પદ પરથી હટાવી દીધા હતા. મમતા બેનર્જીએ કાકોલી ઘોષ પાસેથી ચીફ વ્હીપની જવાબદારી પાછી ખેંચી લીધી હતી અને કલ્યાણ બેનર્જીને સોંપી હતી.

VTV DIGITAL

મમતા બેનર્જીના આ પગલાથી કાકોલી ઘોષ નારાજ હતા. જેમાં કાકોલી ઘોષે સોશિયલ મીડિયા પર પણ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. કાકોલી ઘોષને TMCના ચીફ વ્હિપ પદેથી હટાવ્યાના થોડા કલાકોમાં જ કેન્દ્ર સરકારે તેમને Y સિક્યુરીટી આપી હતી. એક તરફ અભિષેક બેનર્જી સહિત બીજા TMC નેતાઓની સિક્યુરીટી ઘટાડવામાં આવી હતી. અને બીજી તરફ કાકોલી ઘોષની વધારવામાં આવી હતી. જેમાં TMCએ કાકોલી ઘોષ પર ભાજપ સાથે કોમ્પ્રોમાઈઝ હોવાનો આરોપ પણ મુક્યો હતો.

વધુ વાંચો : કેરળના પૂર્વ સીએમ વિજયન અને તેમની પુત્રીના ઘરે EDના દરોડા, 10 સ્થળોએ દરોડા

એક દિવસ પહેલા જ કાકોલી ઘોષે મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીની છ TM ધારાસભ્યો સાથે વહીવટી સમીક્ષા બેઠકમાં હાજરી આપી હતી. કાકોલી ઘોષ ટીએમસીની સ્થાપના પહેલાથી જ મમતા બેનર્જીની નજીક રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mamata Banerjee Kakoli Ghosh Lok Sabha Member

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ