બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / Organized 'Kshatriya Asmita Sammelan'Rajput Samaj Dhandhuka

લોકસભા ચૂંટણી 2024 / રૂપાલાની ઉમેદવારી પરત ખેંચવાની માગ સાથે ધંધુકામાં ચુડાસમા રાજપૂત સમાજ દ્વારા 'ક્ષત્રિય અસ્મિતા સંમેલન'નું આયોજન

Ajit Jadeja

Last Updated: 10:30 AM, 7 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટીપ્‍પણી કરતા ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે

પરષોત્તમ રૂપાલા ના વિવાદાસ્પદ  નિવેદન સામે ક્ષત્રિય સમાજમાં રોષ છે. રૂપાલાની રાજકોટ લોકસભા બેઠક પરથી ટિકિટ રદ કરવાની માંગ યથાવત જોવા મળી છે. આજે ધંધુકામાં ચુડાસમા રાજપૂત સમાજ દ્વારા ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાવાનું છે. જેમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો હાજર રહેવાના છે. તેમજ ગોતા રાજપૂત ભવનથી ધંધુકા સુધી રાજપૂત સમાજના લોકો કાર રેલી પણ યોજવાના છે. પરષોત્તમ રૂપાલા એ કરેલા ક્ષત્રિય સમાજ પરના રોટી બેટીના વ્યવહારના નિવેદનથી ક્ષત્રિય સમાજ આહત થયો છે. જેના પરિણામ સ્વરૂપ રાજ્યભરમાં  પરષોત્તમ રૂપાલાનો વિરોધ થઇ રહ્યો છે

ગોતાથી કાર રેલી યોજાશે

લોકસભા ચૂંટણીમાં રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની મુશ્કેલીઓ વધી રહી છે. ક્ષત્રિય સમાજ સામે કરેલી ટિપ્પણીએ રુપાલાની મુશ્કેલીઓ વધારી છે. રૂપાલાના ક્ષત્રિય સમાજ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન મામલે વિરોધ યથાવત છે. રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચવાની માંગણી સાથે મામલો ઉગ્ર બન્યો છે. રૂપાલાની રાજકોટ લોકસભા બેઠક પરથી ટિકિટ રદ કરવાની માંગ યથાવત છે. રુપાલાનો વિરોધ કરવા ક્ષત્રિય સમાજ દ્વારા રાજ્યમાં ઠેર ઠેર સંમેલનો યોજી આવેદન આપવામાં આવી રહ્યા છે ત્યારે આજે ધંધુકામાં રાજપૂત સમાજ દ્વારા ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો સંમેલનમાં એકઠા થશે. ગોતા રાજપૂત ભવન થી ધંધુકા સુધી રાજપૂત સમાજના લોકો કાર રેલી યોજશે.

ધંધુકામાં સાંજે પાંચ કલાકે સંમેલન

પરષોત્તમ રૂપાલા વિવાદ વધુ ઘેરો બન્યો છે. ધંધુકામાં રવિવારે સાંજે પાંચ કલાકે ક્ષત્રિયો દ્વારા સંમેલન યોજવામાં આવનાર છે. આ સંમેલનમાં રૂપાલાની ટિકિટ રદ કરવા માટે માંગણી કરવામાં આવશે. બીજેપી દ્વારા ટિકિટ રદ નહી કરાય તો આગામી દિવસોમાં ક્ષત્રિયોનું આદોલન વધુ ઉગ્ર બની શકે છે. આગેવાનો દ્વારા ચિમકી પણ આપી દેવામાં આવી છે અને ક્ષત્રિયો રોડ પર ઉતરશે તો તેના માટે જવાબદાર સરકાર રહેશે તેવું પણ કહેવાયું છે. 

ગામે ગામ પહોચ્યો વિરોધ

રૂપાલાના વિરોધનું વંટોળ તીવ્ર ગતિથી આગળ વધી રહ્યું છે. પરષોત્તમ રૂપાલાના નિવેદનને લઈ ક્ષત્રિય સમાજનો વિરોધ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજકોટ શહેરથી શરૂ થયેલો વિરોધ હવે ગામે ગામ પહોંચ્યો છે. ગામે ગામ ક્ષત્રિય સમાજ એકત્રિત થઇ જુદી જુદી રીતે વિરોધ દર્શાવી રહ્યા છે. તથા રૂપાલાની ઉમેદવારી રદ કરવાની ઉગ્ર માંગ કરી રહ્યા છે. 

 

ક્ષત્રિય સમાજના અગ્રણીઓની શું માંગ છે?

ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ માંગ કરી છે કે, રાજકોટથી પરષોત્તમ રૂપાલાને બદલવામાં આવે તેમજ ભાજપ અને સંઘ સાથે અમે વૈચારિક રીતે જોડાયેલા છીએ. રૂપાલા જેવા રાજકારણીએ નિવેદન આપતા પહેલા ઈતિહાસ તપાસવો જોઈએ. તેમણે કહ્યું છે કે, પ્રધાનમંત્રી પણ ક્ષત્રિયોની ખુમારીના વખાણ કરી ચુક્યા છે. ક્ષત્રિય સમાજ હિંદુ ધર્મનું હંમેશા રક્ષણ કરતો આવ્યો છે. અત્યારે પક્ષે જડતા છોડીને રૂપાલાની ટિકિટ રદ કરવી જોઈએ અથવા ક્ષત્રિય સમાજની વોટબેંક હાથમાંથી જતી રહેશે.

આ પણ વાંચો ઃ પરશોત્તમ રૂપાલા રજવાડા પર એવું તો શું બોલ્યા કે માંગવી પડી માફી, બંને વીડિયો વાયરલ 

શું બોલ્યા હતા પરષોત્તમ રૂપાલા

રાજકોટ બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ રજવાડા અંગે એક નિવેદન આપ્યું છે. જે વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.  તેમણે કહ્યું કે, રૂખી સમાજે ધર્મ કે વ્યવહાર નહોતો બદલ્યો. સૌથી વધુ દમન થયુ છતા રૂખી સમાજ નહોતો ઝૂક્યો. વધુમાં કહ્યું હતું કે, મહારાજાઓએ અંગ્રેજો સામે રોટી-બેટીના વ્યવહાર કર્યા હતો. રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું કે, એમના ભરોશે તો રામ આવ્યો હતો. તે દિવસે આ લોકો તલવાર આગળ નહોતા ઝુક્યાં, તે તો નાની સમાજ છે.  

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

સંકળાયેલા મુદ્દાઓ

Dhandhuka Gota Rajput Bhawan Lok Sabha Election 2024 Rajkot Lok Sabha seat ગોતા રાજપૂત ભવન ધંધુકા સંમેલન પરષોત્તમ રૂપાલા વિવાદ રાજકોટ લોકસભા બેઠક લોકસભા ચૂંટણી 2024 Lok Sabha Election 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ