બ્રેકિંગ ન્યુઝ
VTV / Fashion & Beauty / onion will increase hair growth know how to use
ADVERTISEMENT
પ્રદૂષણના કારણે વાળ ખરવા સામાન્ય વાત છે. પરંતુ સ્કાલ્પ પર નવા વાળનો ગ્રોથ ના થવો એક સમસ્યા સાબિત થઇ શકે છે. ખોડો, વાળ સફેદ થઇ જવા અને વાળ સ્પીલીટેન્ડ એટલે કે બે મોઢા વાળ થઇ જવા ઘણી સમસ્યાઓ ઊભી કરી શકે છે. આજકાલ ઘણી મહિલાઓ 'એલોપેસિયા' જેવી બિમારીનો શિકાર થઇ રહી છે. એવામાં આ સમસ્યાની સારવાર શોધવી સરળ નથી. પરંતુ એક શોધ અનુસાર વાળથી જોડાયેલી પરેશાનીઓનો હલ ડુંગળી છે. ચલો તમને ડુંગળીનો ઉપયોગ કરવાનો ફાયદો જણાવીએ.
READ ALSO: લાંબા-કાળા વાળ જોઇએ છે? તો રૂ. 2 ની આ વસ્તુથી 10 દિવસમાં જોવા મળશે અસર
ADVERTISEMENT
એલોપેસિયાના પેશન્ટ માટે છે ઉપયોગી
એલોપેસિયાએ બિમારી છે જેમાં ઉંમર પહેલા જ વાળ ખરવાનું શરૂ થઇ જાય છે અને વ્યક્તિને ટાલનો શિકાર થવું પડે છે. આટલું જ નહીં ગ્રોથ તો થતો જ નથી સાથે સાથે ફોડલા અને ખોડા થવાનું શરૂ થઇ જાય છે. એવામાં ડુંગળીના રસનો ઉપયોગ કરવો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

ADVERTISEMENT
વાળને સફેદ થતા રોકે છે
ડુંગળીમાં પૂરતા પ્રમાણમાં મિનરલ્સ વાળને બ્લેટ પ્રોટીનને વ્હાઇટ પ્રોટીનથી બચાવે છે. એનાથી વાળ સ્વસ્થ અને ગાઢ પણ રહે છે.
કેરાટિનને કરે છે મજબૂત
કેરાટિન વાળનું પ્રોટીન છે જો આ મજબૂત હશે કો વાળ જાતે જ મજબૂત થશે. ડુંગળી કેરાટિનના ગ્રોથને વધારે છે અને પોષણ આપે છે. જેનાથી તમારા વાળ જાતે જ મજબૂત થઇ જાય છે.
ADVERTISEMENT
ઇન્ફેશન સામે પણ લડે છે
ક્યારેક ક્યારેક વાળમાં ઇન્ફેક્શન થઇ જાય છે. આ ફંગલ અને બેક્ટેરિયલ બંને હોઇ શકે છે. ડુંગળીમાં એવા તત્વ હોય છે જે આ ઇન્ફેક્શનથી વાળને બચાવે છે અને એને પૂરતું પોષણ પૂરું પાડે છે.

ADVERTISEMENT
કીમોથેરાપીના સમયે
કીમોથેરાની સમયે એટલી દવાઓનો ઉપયોગ થાય છે કે મોટાભાગે શરીરના તમામ વાળ ખતમ થઇ જાય છે. સંશોધન પ્રમાણએ વાળનો રિગ્રોથ કરાવવા માટે ડુંગળી સૌથી વધારે ફાયદાકારક સાબિત થાય છે.
READ ALSO: અળસીના બી નો આવી રીતે કરશો ઉપયોગ તો વાળની દરેક સમસ્યા થશે દૂર
ADVERTISEMENT
ડુંગળીનો ઉપયોગ કરવાની રીત:
ડુંગળી અને મધનો હેર પેક

ખોડા માટે ડુંગળીનો રસ
ટિપ્સ: તમે આ પેકને સપ્તાહમાં 2 થી 3 વખત તમારા વાળમાં લગાવી શકો છો અને ડુંગળીની સ્મેલ દૂર કરવા માટે તમે સુગંધિત તેલ પણ મિક્સ કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.