ન્યૂઝ અપડેટ્સ
VTV / Fashion & Beauty / For Long And Black Hair Try Coffee Hair Oil
ADVERTISEMENT
સારા વાળ ન તો માત્ર છોકરીઓની સુંદરતામાં વધારો કરે છે સાથે જ આત્મવિશ્વાસ પણમાં વધારો કરે છે. બિઝી લાઇફસ્ટાઇલ, પ્રદુષણ અને ખાણી-પીણીની આદતોને કારણે આજે મહિલાઓમાં વાળ ઉતરવાની સમસ્યા સામાન્ય થઇ ગઇ છે, પરંતુ તમારે ટેન્શન લેવાની જરૂર નથી. આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે 2 રૂપિયાની કૉફીનો ઉપયોગ કરીને તમે થોડા જ દિવસોમાં કાળા લાંબા વાળ મેળવી શકો છો.
ADVERTISEMENT

તમે મોટેભાગે ઑફિસમાં ફ્રેશ રહેવા માટે કૉફીનો ઉપયોગ કરતા હશો, જે શરીરનો થાક દૂર કરીને ફ્રેશ રાખવામાં મદદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે, કૉફી વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. કૉફીમાં રહેલુ કેફિન વાળ વધારવામાં મદદ કરે છે. જાણો લાંબા વાળ કરવા માટે કેવી રીતે કરશો કૉફીનો ઉપયોગ..
ADVERTISEMENT

વાળને લાંબા, કાળા અને ચમકદાર બનાવવા માટે કૉફી પાઉડર અને ઑલિવ ઑઇલની જરૂર પડશે. આ માટે સૌથી પહેલા એક વાડકીમાં 50 મિલી ઑલિવ ઑઇલ લો. હવે તેમાં 4 ચમચી કૉફી પાઉડર મેળવીને સારી રીતે મિક્સ કરી લો. હવે આ મિશ્રણને 5 મિનિટ માટે મૂકી દો.
ADVERTISEMENT

5 મિનિટ પછી એક પેનમાં તેણે ધીમા તાપે 5 મિનિટ સુધી ગરમ કરો. હવે ગેસ બંધ કરીને તેને ઠંડું થવા દો. હવે તેણે ગાળીને એક બોટલમાં ભરીને મૂકી દો. તમારું તેલ તૈયાર છે. હવે અઠવાડિયામાં બે થી ત્રણ વખત વાળ ધોતાના એક પહેલા આ તેલથી સ્કાલ્પ પર સારી રીતે મસાજ કરો. આ ઉપાય થોડા દિવસ સુધી કરવાથી ચોક્કસથી પરિણામ જોવા મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો