ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / Fashion & Beauty / Viral / બોલિવૂડ / ફેશન અને સૌંદર્ય / VIDEO: સીધી સાદી છોકરી બની સેલિબ્રિટી! વાયરલ ગર્લને ઓળખવી મુશ્કેલ, જુઓ વીડિયો
Last Updated: 08:03 PM, 19 May 2025
ADVERTISEMENT
Viral Girl Monalisa: મહાકુંભ મેળામાં રુદ્રાક્ષની માળા વેચીને રાતોરાત ઇન્ટરનેટ સેન્સેશન બની ગયેલી મધ્યપ્રદેશના મહેશ્વરની એક સામાન્ય છોકરી મોનાલિસા ભોંસલે (Viral Monalisa) હવે પોતાના ટેલેન્ટ અને આકર્ષણના દમ પર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. તેનું મનમોહક સ્મિત, કજરારી આંખો અને હાજર જવાબ લોકોને ખૂબ જ પસંદ પડે છે. આ દરમિયાન મોનાલિસાનું નવું ફોટોશૂટ (Monalisa New Photoshoot Video) વાયરલ થયું છે, જેમાં તેના ચાહકો ફરી એકવાર તેનો નવો લુક જોઈને દિલ હારી બેઠા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
વાઈરલ વીડિયોમાં મોનાલિસા અમેરા ડાયમંડ્સ માટે ફોટોશૂટ કરાવતી જોવા મળી રહી છે. આ વીડિયો એ વાતનો પણ પુરાવો છે કે તે કેમેરા સામે કેટલી સહજ અને પ્રભાવશાળી છે. મોનાલિસા કાળા બ્લેઝર અને પેન્ટમાં ડાયમંડ નેકલેસ, સ્ટડ અને વીંટી સાથે અત્યંત સુંદર લાગે છે. ડાર્ક મેકઅપમાં તેનો નવો અવતાર ખરેખર જોવા લાયક છે.
મોનાલિસાનું પરિવર્તન
ADVERTISEMENT
અમેરા ડાયમંડ્સે આ વિડીયો શેર કર્યો અને લખ્યું, મહાકુંભના વાયરલ મોનાલિસાનું અલ્ટીમેટ ટ્રાંસફોર્મેશન. આ છોકરી લોકોની ભીડથી હટકર ચમકી, અને હવે આખી દુનિયા તેને જોઈ રહી છે.
આ પણ વાંચોઃ મનોરંજન / 'તારી પેન્ટી ટૂંકી હોવી જોઈએ એટલે હું...' બોલિવૂડની અભિનેત્રી પાસે ડિરેક્ટરે કરી ગંદી ડિમાન્ડ
ADVERTISEMENT
@ameradiamonds ના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી અપલોડ કરાયેલા આ વિડીયો પર સોશિયલ મીડિયા યુઝર્સ અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જ્યારે ઘણા લોકો મોનાલિસાની નવી ઇનિંગ્સને પ્રેરણાદાયક માની રહ્યા છે, ત્યારે કેટલાક લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે મોનાલિસાને હવે નકારાત્મક ટિપ્પણીઓથી કોઇ ફર્ક પડતો નથી, અને તે ફક્ત તેના લક્ષ્ય તરફ આગળ વધી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ