ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:18 AM, 11 January 2026
ADVERTISEMENT
Jobs in US: અમેરિકામાં આ વર્ષે પણ જૉબ માર્કેટની સ્થિતિ વધારે સુધારવાની નથી. ઘણી મોટી કંપનીઓએ તેમને ત્યાં છટણીના સંકેત પણ આપ્યા છે. એવામાં અમેરિકામાં અભ્યાસ કરી રહેલા સ્ટુડન્ટ્સને સૌથી વધુ ચિંતા સતાવી રહી છે કે તેમણે ડિગ્રી લીધા પછી નોકરી મેળવવા માટે ધક્કા ખાવા પડી શકે છે. આ જ કારણે તેમણે એવા શહેરોમાં જઈને નોકરી મારે એપ્લાય કરવું જરૂરી છે કે જ્યાં તેમને નોકરી મળી શકે. જો કે આ લોકો માટે સારા સમાચાર છે કે વૉલેટહબે અમેરિકાના એ શહેરોનું લિસ્ટ જાહેર કર્યું છે, જે 2026માં નોકરી શોધવા માટે બેસ્ટ છે.
ADVERTISEMENT
નોકરીની તકો, બેરોજગારી દર, નોકરી મળ્યા પછીનો સંતોષ, કર્મચારીઓને મળનારો ફાયદો જેવા ફેક્ટર્સના આધારે આ શહેરોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. આ લિસ્ટ તૈયાર કરવા માટે વૉલેટહબે યુએસ સેન્સસ બ્યૂરો, યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ લેબર, બ્યૂરો ઓફ લેબર સ્ટેટિક્સ, ઇન્ડીડ, ગ્લાસડોર, પ્યુ ચેરિટેબલ ટ્રસ્ટ, કાઉન્સિલ ફોર કોમ્યુનિટી એન્ડ ઇકોનોમિક રિસર્ચ અને ગેલપ શેરકેર સહિત ઘણી એજન્સીના ડેટાની મદદ લીધી છે. ચાલો જાણીએ એ પાંચ શહેરો વિશે કે જ્યાં સ્ટુડન્ટસની સાથે-સાથે વર્કર્સ પણ નોકરી શોધી શકે છે.
સ્કોટ્સડેલ - અમેરિકામાં એરિઝોનામાં આવેલું સ્કોટ્સડેલ સૌથી ઓછો બેરોજગારી દર ધરાવે છે. તે આ લિસ્ટમાં પહેલા નંબરે છે. અહીં સરેરાશ વાર્ષિક પગાર 90 લાખ રૂપિયા છે. અહીં ગુનાખોરીનો દર પણ સૌથી ઓછો છે, જેના લીધે આ શહેર નોકરી કરવા માટે ઉત્તમ સ્થળ છે.
ADVERTISEMENT

કોલંબિયા - આ લિસ્ટમાં બીજા નંબરે મેરીલેન્ડનું કોલંબિયા આવે છે, અહીં સરેરાશ વાર્ષિક આવક 1 કરોડથી વધારે છે, 2026માં નોકરી શોધનારાઓ માટે તે બીજું ઉત્તમ શહેર છે. કોલંબિયામાં જૉબ માર્કેટ પણ મજબૂત છે, જેને લીધે અહીં ઘણી નોકરીઓ મળી જશે.
ADVERTISEMENT
આ પણ વાંચો: વિદેશમાં વસતા ભારતીયો કંઇક આ રીતે નિભાવે છે ભાઇચારો, જાણો NRI ડેનું મહત્વ
પોર્ટલેન્ડ - ઓરેગોનનું પોર્ટલેન્ડ આ લિસ્ટમાં ત્રીજા સ્થાને છે. આ શહેર પણ નોકરી શોધી રહેલા સ્ટુડન્ટ-વર્કર્સ માટે પરફેક્ટ છે, અહીં નોકરીની કમી નથી. અહીં વર્કર્સને સારો રિટાયરમેન્ટ પ્લાન પણ આપવામાં આવે છે.
ADVERTISEMENT
સાઉથ બર્લિન્ગટન - આ લિસ્ટમાં ચોથું શહેર વર્મોન્ટ રાજ્યનું સાઉથ બર્લિન્ગટન છે. જો કોઈ સ્ટુડન્ટ કે વર્કર નોકરી શોધી રહ્યા હોય તો એ શહેરમાં નોકરી શોધવી જોઈએ. અહીં અમેરિકાના અન્ય શાહરોની સરખામણીમાં બેરોજગારો દર ઓછો છે. અમેરિકામાં તેની સામાજિક-આર્થિક સ્થિતિ બીજા સ્થાને છે.
પિટ્સબર્ગ - પાંચમું શહેર પેન્સિલ્વેનિયા રાજ્યનું પિટ્સબર્ગ શહેર છે, જે હેલ્થકેર, ટેકનોલોજી અને એડવાન્સ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી માટે જાણીતું છે. અહીં કોઈ પણ અન્ય અમેરિકન શહેરની સરખામણીમાં વધુ તકો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT