બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / UKમાં વર્ક પરમિટ વિઝા કેવી રીતે મળે?, ચાલો સરળ ભાષામાં સમજીએ સમગ્ર પ્રક્રિયા

જાણી લો / UKમાં વર્ક પરમિટ વિઝા કેવી રીતે મળે?, ચાલો સરળ ભાષામાં સમજીએ સમગ્ર પ્રક્રિયા

Published By: Nirali Patel

Last Updated: 10:26 AM, 8 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે પણ યુકે જઈને કામ કરવા માંગો છો? પણ કઈ રીતે યુકે માટે વર્ક પરમિટ મેળવવા એને લઈને કન્ફ્યુઝ છો? યુકેમાં વર્ક પરમિટ મેળવવા માટે અમુક ચોક્કસ ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે. ચાલો જાણીએ કે કેવી રીતે યુકેના વર્ક પરમિટ મેળવી શકાય.

ફોરેન કન્ટ્રીમાં અભ્યાસ અને નોકરી માટે જવા માટે ઘણા લોકો પ્રયત્ન કરતાં હોય છે. પણ ઘણીવાર આપણે જોયું છે કે અરજી અમાન્ય ગણાતી હોય છે. તેવામાં સવાલ એ છે ઉઠે કે કઈ રીતે અરજી કરવી કે જેથી તમારા વિઝા રિજેક્ટ ના થાય અને તમે ઇચ્છિત જગ્યાના વર્ક પરમિટ મેળવી શકો.

ચાલો સરળ ભાષામાં સમજીએ વર્ક પરમિટ વિઝા માટેની પૂરી પ્રક્રિયા

લંડન – જો તમે યુનાઇટેડ કિંગડમ (યુકે) માં કામ કરવા માંગતા હો તો તમારે પહેલા યુકે વર્ક વિઝા ((Skilled Worker Visa) ની જરૂર પડશે. જે પહેલા (Tier-2 ) ટાયર-2 વિઝા તરીકે ઓળખાતું હતું. આ વિઝા તમને યુકેમાં રહેવા અને કામ કરવાની મંજૂરી આપે છે.

વિઝા માટે સૌથી મહત્વની બાબત છે - નોકરીની ઓફર

યુકે વર્ક વિઝા માટે સૌથી મહત્વની બાબત એ છે કે તમારી પાસે યુકે લાઇસન્સ પ્રાપ્ત કંપની ((Sponsor Employer) તરફથી નોકરીની પાક્કી ઓફર હોવી જોઈએ. આ વિના તમને વિઝા મળી શકશે નહીં.

આ પણ વાંચો: લોન વગર કાર કઈ રીતે લેવી? માત્ર બચત કરો અને ઘરે લઈ આવો તમારી ડ્રીમ કાર

uk-visa

અરજી કોણ કરી શકે? (Eligibility)

  • તમારું શિક્ષણ તે નોકરીની જરૂરિયાતો અનુસાર હોવું જોઈએ.
  • તમારી પાસે તે કામ સંબંધિત અનુભવ હોવો જોઈએ.
  • યુકેના લાઇસન્સ પ્રાપ્ત નોકરીદાતા તરફથી ફૂલ ટાઈમ નોકરીની ઓફર હોવી આવશ્યક છે.
  • CoS (Certificate of Sponsorship) –નોકરીની ઓફર મળ્યા પછી આ એક જરૂરી દસ્તાવેજ છે.
  • તમારો પગાર યુકે સરકાર દ્વારા નક્કી કરાયેલ લઘુત્તમ મર્યાદા કરતા ઓછો ન હોવો જોઈએ.
  • અંગ્રેજી ભાષાનું જ્ઞાન જરૂરી છે. આ માટે તમારે IELTS જેવી પરીક્ષા આપવી પડી શકે છે.

વિઝા અરજી પ્રક્રિયા સ્ટેપ મુજબ સમજીએ

સ્ટેપ 1: નોકરીની ઓફર (Job Offer)

  • યુકે કંપનીઓ પહેલા તેમના દેશમાં જ નોકરી માટે માણસો શોધે છે.
  • જો તેમને યોગ્ય ઉમેદવાર ન મળે, તો તેઓ વિદેશી ઉમેદવાર પસંદ કરી શકે છે.

સ્ટેપ 2: CoS મેળવવું

  • કંપની તમને CoS એટલે કે Certificate of Sponsorship સ્પોન્સરશિપનું પ્રમાણપત્ર આપશે.
  • આ દસ્તાવેજમાં તમારી નોકરી, કંપનીની માહિતી, પગાર વગેરે શામેલ છે.
  • વિઝા અરજી તેમાં દર્શાવેલ સંદર્ભ નંબર સાથે કરવામાં આવે છે.

આ પણ વાંચો: વિદેશમાં સારૂં જીવનધોરણ કે ભારતમાં, NRIનો વીડિયો વાયરલ

જરૂરી ડોક્યુમેન્ટ્સ

  • પાસપોર્ટ
  • એજ્યુકેશન સર્ટિફિકેટ
  • વર્ક એક્સપિરિયન્સનો પુરાવો
  • CoS
  • અંગ્રેજી ભાષાની પરીક્ષાનો પુરાવો
  • બેંક બેલેન્સનો પુરાવો
  • મેડિકલ રિપોર્ટ (જો માંગવામાં આવે તો)
  • પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ (PCC) (જો માંગવામાં આવે તો)

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • યુકે સરકારની વેબસાઇટની મુલાકાત લઈને સ્કીલ્ડ વર્કર વિઝા માટે અરજી કરો.
  • બધી વિગતો ભર્યા પછી, વિઝા ફી અને IHS (Immigration Health Surcharge) ચૂકવો.

વિઝા ફી કેટલી હશે?

  • વિઝા ફી: £769 થી £1,751 (સમય અને સ્થિતિ પર આધારિત )
  • શૉર્ટેજ ઑકયુપેશન : £551
  • IHS: £1,035 પ્રતિ વર્ષ
  • બાયોમેટ્રિક ફી: £19.20

આ પણ વાંચો: માત્ર 5 પ્રશ્નો અને 15 જ સેકન્ડમાં વિદ્યાર્થીએ મેળવ્યા USના સ્ટુડન્ટ વિઝા, અનુભવ સોશિયલ મીડિયા પર કર્યો શેર

બાયોમેટ્રિક પ્રક્રિયા

  • ફી ચૂકવ્યા પછી વિઝા એપ્લિકેશન સેન્ટર (VAC) ખાતે બાયોમેટ્રિક એપોઇન્ટમેન્ટ બુક કરો.
  • તમારા ફિંગરપ્રિન્ટ્સ અને ફોટો અહીં લેવામાં આવશે.
  • કેટલાક કિસ્સાઓમાં, ઇન્ટરવ્યુ લેવામાં આવી શકે છે અથવા ડોક્યુમેન્ટ્સ ફરીથી માંગવામાં આવી શકે છે.

વિઝા આવવામાં કેટલો સમય લાગશે?

  • સામાન્ય પ્રક્રિયા: 3 થી 8 અઠવાડિયા
  • પ્રયોરિટી સર્વિસ : 1 થી 5 દિવસ (વધારાની ફી લાગુ થઈ શકે છે)
  • કેટલીકવાર વિલંબ થઈ શકે છે, જેની જાણકારી પહેલાથી આપવામાં આવતી નથી.

વિઝા મળ્યા પછી શું કરવું?

  • જો તમને વિઝા મળી જાય છે તો તમારા પાસપોર્ટ પર 30 દિવસની એન્ટ્રીની વિઝા સ્ટીકર મળશે.
  • યુકે પહોંચ્યાના 10 દિવસની અંદર તમારે પાસપોર્ટ ઓફિસમાંથી BRP Biometric Residence Permit) મેળવવી પડશે.

આ પણ વાંચો: ભારતીયો વધારે એક ડોલરિયા દેશમાં વિઝા વગર જ જઇ શકશે, અત્યારથી જ કરી લો તૈયારી

વધુ options :

  • તમે તમારા વર્ક વિઝાને લંબાવી શકો છો.
  • જો તમે અભ્યાસ કરવા માંગતા હો, તો તમે તેને વિદ્યાર્થી વિઝામાં ફેરવી શકો છો.
  • યુકેમાં 5 વર્ષ સુધી સતત કામ કર્યા પછી, તમે ILR (Indefinite Leave to Remain) માટે અરજી કરી શકો છો, જે કાયમી નિવાસ તરફનું પ્રથમ પગલું છે.

ખાસ ધ્યાન રાખો:

  • જે કંપની તરફથી તમને ઓફર મળી છે તે યુકે સરકારની લાઇસન્સ પ્રાપ્ત સ્પોન્સર લિસ્ટમાં હોવી જોઈએ.
  • વિઝા માટે અરજી કરતી વખતે હંમેશા સરકારી વેબસાઇટનો ઉપયોગ કરો.
  • છેતરપિંડીથી બચો અને બધી પ્રક્રિયાઓ વિશે સાચી માહિતી રાખો.

તારણ:

યુકેમાં નોકરી મેળવવી હજુ પણ શક્ય છે. પરંતુ આખી પ્રક્રિયાને યોગ્ય રીતે સમજવી મહત્વપૂર્ણ છે. જોબ ઓફર, કોર્સ, ડોક્યુમેન્ટ અને અરજી - જો તમે દરેક સ્ટેપ કાળજીપૂર્વક લો છો તો તમે સરળતાથી વર્ક વિઝા મેળવી શકો છો.

1200 x 628 આખા દિવસની મહત્વની ઘટનાઓ એક ક્લિકમાં જાણવા માટે -

Disclaimer:

(આ આર્ટીકલમાં વ્યક્ત કરેલા વિચારો લેખકના પોતાના મૌલિક છે. vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

how to get UK work permit tips for uk work permit VTV vishesh

Published by

Nirali Patel

Author Nirali Patel, founder of Future World Consultants, has guided visa applicants for over 11 years, offering trusted services and raising awareness for all visa types.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ