બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:48 PM, 5 June 2025
વિદેશ જઈને ત્યાં કાયમી વસવાટ કરવો એ મોટાભાગના લોકોનું સપનું હોય છે. પણ એક NRIએ પોતાના અનુભવથી ભારતની લાઈફસ્ટાઇલના વખાણ કરતાં જણાવ્યું છે કે ભારતમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ સસ્તી અને સુવિધાજનક છે. યુવાનોને વિદેશ ઘણું આકર્ષે છે. તેઓ માનતા હોય છે કે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝીલેન્ડ જેવા વિકસિત દેશોમાં રોજિંદા જીવનની તમામ સુવિધાઓ, સારી કાયદાકીય વ્યવસ્થા અને સારી લાઈફસ્ટાઈલ ઉપલબ્ધ છે પરંતુ તાજેતરમાં એક 30 વર્ષના NRIએ પોતાના અનુભવથી આ વિચારને એક નવો વળાંક આપ્યો છે અને કહ્યું છે કે વિદેશમાં રહેવા કરતા ભારતમાં જ રહેવું વધુ લાભદાયક છે.
ADVERTISEMENT
સત્યાશ્રીનો ભારતની લાઈફ કેમ વિદેશ કરતાં સારી છે તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Things which are luxuries outside but basic in India 🇮🇳 pic.twitter.com/iTlHpTNNdz
— SriSathya (@sathyashrii) May 30, 2025
ADVERTISEMENT
ભારતમાં જીવ જરૂરી વસ્તુઓ સરળતાથી ઉપલબદ્ધ
આ NRIએ પોતાના સોશિયલ મીડિયા વિડીયોમાં ભારતની અમુક સરળ અને સસ્તી સેવાઓની વિશેષતાઓ વર્ણવી છે. તેનું કહેવું છે કે અહીં ઘરગથ્થુ સગવડો, ઓછી કિંમતમાં કેબલ ટીવી, દરરોજ છાપાની સમયસર ડિલિવરી અને ઝડપી ગ્રોસરી ડિલિવરી જેવી સર્વિસિસ બિનજરૂરી વધારાના ખર્ચ વિના સરળતાથી ઉપલબ્ધ છે. વિદેશોમાં આ પ્રકારની સેવાઓ લક્ઝરી સમજીને ભારે ભાવ ચૂકવવા પડે છે અને માનવ સેવા પણ ઓછી મળે છે. જેના કારણે કેટલીક સેવાઓ ધીમી ચાલે છે.
ADVERTISEMENT
તેનું કહેવું છે કે ભારતમાં ટેકનોલોજી અને નવીનતા એક સાથે મળીને આ સેવાઓને ઝડપી અને અનુકૂળ બનાવી રહી છે. ઉદાહરણ તરીકે એવા મોડલની ગ્રોસરી ડિલિવરી એપ્લિકેશન્સ જે પશ્ચિમ દેશોમાં હજુ પણ ટેસ્ટિંગમાં છે. તે અહીં મોટા શહેરોમાં પહેલેથી જ લોકપ્રિય છે. ભારતમાં રોજિંદા જીવન માટે આવતી આ સેવાઓ દેશની અર્થવ્યવસ્થાની ઝડપ અને નવીનતા દર્શાવે છે.
મેડિકલ સર્વિસ તાત્કાલિક મળે છે
ADVERTISEMENT
આ ઉપરાંત હેલ્થકેર ક્ષેત્રમાં પણ ભારતની સુવિધાઓની સરાહના કરી છે. એમનું કહેવું છે કે અહીં ડોક્ટરની અપોઈન્ટમેન્ટ એક દિવસની અંદર મળી જતી હોય છે અને ખર્ચ પણ ઓછો હોય છે. જ્યારે વિદેશમાં સ્પેશ્યાલિસ્ટની મુલાકાત માટે અઠવાડિયા સુધી રાહ જોવી પડે છે અને ચાર્જ પણ વધારે હોય છે. ભારત હવે મેડિકલ ટુરિઝમ માટે પણ એક મહત્વનું કેન્દ્ર બની ગયું છે. જ્યાં ગુણવત્તાવાળી સારવાર વેસ્ટર્ન દેશોની તુલનામાં અડધા ખર્ચે મળે છે.
વધુ વાંચો: કેનેડાના ટોરોન્ટો શહેરમાં ભીષણ ગોળીબાર, એક વ્યક્તિનું મોત, પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ
ADVERTISEMENT

આ NRIનું કહેવું હતું કે,ભારતમાં મળતી સસ્તી અને ઘણી બધી સેવાઓ રોજિંદા જીવનને એવું બનાવે છે કે જે વેસ્ટર્ન કન્ટ્રીમાં રહેતા ઘણા લોકોને આશ્ચર્યચકિત કરી દે છે. આ ઉપરાંત પણ તેણે ઈન્ડિયાના વખાણ કરતી ઘણી બધી વાતો કરી છે. તેણે જણાવ્યું હતું કે, કેટલાક વિકસીત દેશો વધતા ખર્ચા, ગીચ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ધીમી ડિલિવરી સર્વિસીસની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, ત્યારે ઈન્ડિયામાં કન્ટેમ્પરરી જીવન માત્ર સુલભ જ નહીં પણ સરળ પણ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.