બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / કેનેડાના ટોરોન્ટો શહેરમાં ભીષણ ગોળીબાર, એક વ્યક્તિનું મોત, પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ

દુર્ઘટના / કેનેડાના ટોરોન્ટો શહેરમાં ભીષણ ગોળીબાર, એક વ્યક્તિનું મોત, પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ

Last Updated: 09:14 AM, 4 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટોરોન્ટોના લોરેન્સ હાઇટ્સ વિસ્તારમાં મંગળવારે રાત્રે ગોળીબારથી એક વ્યક્તિના મોત અને ઘણા ઘાયલ થયા છે. સ્થાનિક પોલીસ ઘટનાની ગંભીરતાથી તપાસ કરી રહી છે અને સુરક્ષા વધારવા માટે તાકીદના પગલાં લઈ રહી છે.

કેનેડાના ટોરોન્ટોમાં લોરેન્સ હાઇટ્સ વિસ્તારમાં ગોળીબારની ભયાનક ઘટના બની છે. મંગળવારે રાત્રે લગભગ 8:30 વાગ્યે થયેલા આ ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું છે અને ઓછામાં ઓછા 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. એક રિપોર્ટ અનુસાર ટોરોન્ટો પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરી છે. આ હુમલો ફ્લેમિંગ્ટન રોડ અને ઝાચેરી કોર્ટ નજીક થયો હોવાનું જાણવા મળ્યું છે.

toranto-2

ટોરોન્ટો પોલીસની કટોકટી ટીમો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને હાલ સમગ્ર મામલાની તપાસ ચાલુ છે. પોલીસનું કહેવું છે કે આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયા છે અને અન્ય 5 લોકો, જેમની ઉમર 18 થી 40 વર્ષ વચ્ચે છે, ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા છે.

આ પણ વાંચો : અમેરિકામાં વસતા ભારતીયોને ઝટકો! દેશમાં પૈસા મોકલવા પર લાગશે આટલો ટેક્સ!

ટોરોન્ટોના મેયર માઇક કોલે પણ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને પોલીસે ગંભીરતાપૂર્વક તપાસ ચાલુ રાખવાની જાહેરાત કરી છે. લોકોએ પોલીસ સાથે સહયોગ આપવા અને આ વિસ્તારમાં સાવચેત રહેવાની વિનંતી કરવામાં આવી છે.

app promo4

આ ઘટના ટોરોન્ટો માટે ગંભીર ચિંતાનું વિષય બની છે, અને સ્થાનિક તંત્ર ગુનોખોબી અને સુરક્ષા માટે તાકીદે પગલાં લઈ રહ્યા છે. ઘાયલ લોકો માટે તાત્કાલિક સારવાર અને સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે. આ પ્રકારની હિંસક ઘટનાઓ સામે સમાજ અને પોલીસ બંદોબસ્તને મજબૂત કરવા માટે વધુ સાવધાની અને સખત પગલાં પોલીસ દ્વારા લેવામાં આવી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Lawrence Heights shooting Toronto police Toronto shooting
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ