બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / માત્ર 5 પ્રશ્નો અને 15 જ સેકન્ડમાં વિદ્યાર્થીએ મેળવ્યા USના સ્ટુડન્ટ વિઝા, અનુભવ સોશિયલ મીડિયા પર કર્યો શેર

NRI ન્યૂઝ / માત્ર 5 પ્રશ્નો અને 15 જ સેકન્ડમાં વિદ્યાર્થીએ મેળવ્યા USના સ્ટુડન્ટ વિઝા, અનુભવ સોશિયલ મીડિયા પર કર્યો શેર

Published By: Priyankka Triveddi

Last Updated: 01:13 PM, 5 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડોનાલ્ડ ટ્રમ્પની સરકારમાં હાલ સ્ટુડન્ટ વિઝા મેળવવા ખૂબ અઘરા થઈ ગયા છે. ટ્રમ્પ સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયથી વિદ્યાર્થીઓમાં ચિંતા વધી છે.

દર વર્ષે વિશ્વભરમાંથી લાખો વિદ્યાર્થીઓ અમેરિકા ભણવા જવાનું સપનું જોતાં હોય છે. પણ ટ્રમ્પ સરકારમાં સ્ટુડન્ટ વિઝા મેળવવાનું ઘણું અઘરું બન્યું છે. હાલમાં અમેરિકાના વિઝા કોન્સ્યુલેટે પણ ઇન્ટરવ્યૂ માટેની અપોઇન્ટમેન્ટ પર રોક લગાવી છે. અને આ નિર્ણયના લીધે અમેરિકા જવા ઇચ્છતા વિદ્યાર્થીઓમાં ચિંતા અને તણાવ વધી ગયો છે.

માત્ર 5 સવાલ, 15 સેકન્ડમાં વિઝા મંજૂર

જો કે બીજી તરફ એવા પણ અહેવાલ છે કે દૂતાવાસના અધિકારીઓએ વિદ્યાર્થીઓને વિઝા માટે અરજી કરતા રહેવા વિનંતી કરી છે કારણ કે ઇન્ટરવ્યૂ ગમે ત્યારે શરૂ થઈ શકે છે. જોકે જેમણે એપોઇન્ટમેન્ટ બુકિંગ બંધ થયા પહેલા ઇન્ટરવ્યૂ શેડ્યૂલ કર્યા હતા તેમને વિઝા મળી રહ્યા છે. તેઓ પોતાના અનુભવો અન્ય લોકો સાથે પણ શેર કરી રહ્યા છે. આવામાં ખાસ ધ્યાન દોરે તેવી એક પોસ્ટ શેર થઈ રહી છે જેમાં અમેરિકાના સ્ટુડન્ટ વિઝા મેળવનાર એક વિદ્યાર્થીએ પોતાનો અનુભવ શેર કર્યો છે. તે વિદ્યાર્થીએ જણાવ્યું કે તેનો વિઝા માટેનો ઇન્ટરવ્યૂ માત્ર 15 જ સેકન્ડ અને 5 સવાલમાં જ પૂરી થયો અને તેને વિઝા મળી ગયા હતા. આ વિદ્યાર્થીએ જણાવ્યું છે કે તેને જે સવાલો પૂછવામાં આવ્યા તેનો તેણે સાચો અને સરળ જવાબ આપ્યો હતો.

15 Sec F1 Visa Interview (NYU)
by u/KingRishiL in f1visa

સોશિયલ મીડિયા પર અનુભવ કર્યો શેર

ન્યૂ યોર્ક યુનિવર્સિટીમાં (NYU) અર્થ શાસ્ત્ર અને કોમ્પ્યુટર સાયન્સમાં અંડર ગ્રેજ્યુએશન માટે જઈ રહેલા ભારતીય વિદ્યાર્થીનો Reddit પર અનુભવ ખૂબ જ રસપ્રદ છે. તે કહે છે કે તેનો વિઝા ઇન્ટરવ્યૂ માત્ર 15 સેકન્ડમાં પૂરો થઈ ગયો. જેમાંથી મોટાભાગનો સમય તો ટાઈપિંગમાં જ ઘાયો હતો. વિદ્યાર્થીએ જણાવ્યું કે તે મુંબઈ સ્થિત યુએસ એમ્બેસી ગયો હતો. અહીં પહેલા તેને આવકાર આપ્યો ત્યારબાદ તેનો પાસપોર્ટ અને I20 ફોર્મ માંગ્યું અને તેની સાથે સવાલ જવાબ શરૂ થયા.

આ હતા 5 પ્રશ્નો

વિદ્યાર્થીએ જણાવ્યું કે વિઝા અધિકારીએ તેને પૂછ્યું, "તમે કેટલી યુનિવર્સિટીઓમાં અરજી કરી?" તેના જવાબમાં, વિદ્યાર્થીએ કહ્યું, "સાત." આના પર, અધિકારીએ પૂછ્યું કે તમે આમાંથી કેટલી યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવી રહ્યા છો. વિદ્યાર્થીએ કહ્યું, "મોટાભાગની કેનેડિયન યુનિવર્સિટીઓ હતી અને પછી NYU અને RIT પ્રવેશ માટે તૈયાર હતા." વિઝા અધિકારીએ પૂછ્યું, "ફક્ત NYU કેમ?" આના પર, વિદ્યાર્થીએ કહ્યું, "NYU માં વિશ્વની શ્રેષ્ઠ બિઝનેસ સ્કૂલ છે." પછી વિઝા અધિકારીએ પૂછ્યું, "તો તમે ફાઇનાન્સનો અભ્યાસ કરવા જઈ રહ્યા છો?" વિદ્યાર્થીએ જવાબ આપ્યો, "હા, અર્થશાસ્ત્ર અને કમ્પ્યુટર સાયન્સ ."

આ સ્ટુડન્ટના જણાવ્યા મુજબ માત્ર 5 સવાલ અને 15 સેકન્ડમાં તેના વિઝા મંજૂર થઈ ગયા અને આ 15 સેકન્ડમાંથી 3 સેકન્ડ તેણે ટાઈપ માટે લીધી હતી. જો કે આ વિદ્યાર્થી આ પહેલા પણ વિદેશ જઈ ચૂક્યો છે. આ પહેલા તે કેનેડા ગયો હતો કદાચ એ જ કારણ હોય કે તેને વિઝા ઝડપથી મળી ગયા. .

વધુ વાંચો: વિદેશમાં સારૂં જીવનધોરણ કે ભારતમાં, NRIનો વીડિયો વાયરલ

Vtv App Promotion

આત્મવિશ્વાસથી આપો ઇન્ટરવ્યૂ

વિદ્યાર્થીએ આ અનુભવ પરથી સૂચવ્યું કે વિઝા ઇન્ટરવ્યૂ માટે વધારે ચિંતા કરવાની જરૂર નથી. માત્ર સ્ટુડન્ટે પોતાના દસ્તાવેજો તૈયાર રાખવા અને સાચા જવાબો આપવા. યોગ્ય તૈયારી અને ઇમાનદારી વિઝા મેળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો કે હાલ એવા સમાચાર છે કે યુએસ સ્ટુડન્ટ વિઝા મેળવવી જટિલ જરૂરી છે. ઘણા ભારતીય વિદ્યાર્થીઓને વિઝા મળીને તેઓ અમેરિકા જઈ રહ્યા છે અને પોતાની શૈક્ષણિક સપનાઓને સકારાત્મક બનાવે છે. તેથી વિદ્યાર્થીઓએ હિંમત ન હારવી જોઈએ અને યોગ્ય રીતે અરજી કરવાની તૈયારી રાખવી જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

NRI News student visa interview US student visa

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ