ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 09:10 AM, 7 June 2025
ADVERTISEMENT
Visa free entry country for indians : માઇક્રોનેશિયામાં સમુદ્રની મધ્યમાં સ્થિત પલાઉ નામનો એક નાનો દેશ હવે ભારતીય નાગરિકોને 30 દિવસ માટે વિઝા વિના મુસાફરી કરવાની મંજૂરી આપી રહ્યો છે. આ નિર્ણય પ્રવાસન વધારવા અને ભારત સાથેના સંબંધોને મજબૂત બનાવવા માટે લેવામાં આવ્યો છે. પલાઉ તેના સ્વચ્છ સમુદ્રી વિશ્વ, રંગબેરંગી માછલીઓ અને જૂના ઐતિહાસિક સ્થળો (ધરોહર) માટે પ્રખ્યાત છે.
ADVERTISEMENT
ભારતીયોને કુલ 58 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી
તમે ઘણા દેશો વિશે સાંભળ્યું હશે કે, કોઈ ચોક્કસ દેશ ભારતીયોને મફત વિઝા આપી રહ્યો છે, એટલે કે તમે પાસપોર્ટ અને કેટલાક જરૂરી દસ્તાવેજો સાથે આ સ્થળોએ મુસાફરી કરી શકો છો. પરંતુ હવે આ યાદીમાં વધારે એક દેશ ઉમેરાયો છે. રિપોર્ટ અનુસાર, પર્યટનને પ્રોત્સાહન આપવા અને ભારત સાથેના સંબંધોને મજબૂત બનાવવા માટે, પલાઉ નામના દેશે ભારતીય નાગરિકોને 30 દિવસ માટે વિઝા ફ્રી એન્ટ્રી આપવાની જાહેરાત કરી છે. આ સ્થળ ખાસ કરીને એવા લોકો માટે છે જેઓ કુદરતી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. ફિલિપાઇન્સની વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાતના થોડા સમય પછી આ સમાચાર આવ્યા છે. આવો આ દેશ વિશે જાણીએ.
ADVERTISEMENT
પલાઉ પેસિફિક મહાસાગરમાં આવેલો એક નાનો દેશ
પલાઉ પેસિફિક મહાસાગરમાં માઇક્રોનેશિયા ક્ષેત્રમાં સ્થિત એક નાનો સુંદર ટાપુ દેશ છે. આ સ્થળ તેના સ્વચ્છ વાદળી સમુદ્રી પાણી, લીલાછમ જંગલો અને સુંદર સમુદ્રી વિશ્વ માટે પ્રખ્યાત છે. અહીં તમને બીજા વિશ્વયુદ્ધ સાથે સંબંધિત અનેક નિશાન જમીન અને પાણીમાં જોવા મળશે. જે ઇતિહાસ અને સાહસીકો માટે ખુબ જ પસંદગીનો દેશ છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : મસ્ક બનશે અમેરિકાના કેજરીવાલ! ટ્રમ્પની ભ્રષ્ટ સરકાર સામે પોતાનો પક્ષ બનાવશે
ભારતીયોને મળસે વિઝા ફ્રી એન્ટ્રી
ADVERTISEMENT
હવે ભારતીય પ્રવાસીઓ માટે સારા સમાચાર છે! પલાઉએ ભારતીય નાગરિકોને 30 દિવસ માટે વિઝા વિના ત્યાં મુસાફરી કરવાની મંજૂરી આપી છે. એટલે કે, હવે તમે કોઈપણ મુશ્કેલી વિના આ સુંદર દેશની મુલાકાત લઈ શકો છો.
આ શહેરોમાંથી ફ્લાઇટ્સ બદલવી પડશે
ADVERTISEMENT
ભારતથી પલાઉ જવા માટે, તમારે મનીલા (ફિલિપાઇન્સ), તાઇપેઈ (તાઇવાન) અથવા સિઓલ (દક્ષિણ કોરિયા) જેવા શહેરોથી ફ્લાઇટ્સ બદલવી પડશે. ભવિષ્યમાં ભારતથી સીધી ફ્લાઇટ્સ શરૂ થવાની પણ શક્યતા છે, જે ત્યાં પહોંચવાનું વધુ સરળ બનાવશે.
ઐતિહાસિક અને જળ સૃષ્ટિથી સમૃદ્ધ દેશ
ADVERTISEMENT
હાલ આ નવી સુવિધા ભારત માટે એક મોટી વાત છે કારણ કે તે હવે કુલ 58 દેશોને ભારતીય પાસપોર્ટ ધારકોને વિઝા-મુક્ત અથવા વિઝા-ઓન-અરાઇવલ એન્ટ્રી આપે છે. આનાથી ભારતીયો માટે વિદેશ પ્રવાસ કરવાનું સરળ બનશે અને અન્ય દેશો સાથે ભારતના સંબંધો પણ મજબૂત બનશે. તો હવે તમે પણ વિઝા વગર પલાઉના સુંદર સ્થળો, દરિયાઈ દુનિયા અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈ શકો છો. આ પગલું બંને દેશો વચ્ચે મિત્રતા વધારવા અને પર્યટનને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે.
ભારતીઓએ અહીં કેમ જવું જોઈએ
પલાઉ લગભગ 340 ટાપુઓનો એક નાનો દેશ છે. જે સાહસિકો, આરામ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે. અહીંના સૌથી પ્રખ્યાત સ્થળો રોક આઇલેન્ડ્સ (જે યુનેસ્કોની યાદીમાં છે), બ્લુ કોર્નર અને જેલીફિશ લેક જેવા ડાઇવિંગ સ્પોટ છે. જ્યાં તમે ડર્યા વિના જેલીફિશ સાથે તરી શકો છો! લોકો હવે નવી જગ્યાઓની મુલાકાત લેવા માંગે છે, તેથી પલાઉ ભારતીય પ્રવાસીઓમાં પણ લોકપ્રિય બની રહ્યું છે. હવે વિઝા ફ્રી થયા પછી, આ સ્થળ ટૂંક સમયમાં વધુ પ્રખ્યાત થવા જઈ રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT