બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:14 AM, 7 June 2025
Elon musk make new Political party in America name the american party :ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ એલોન મસ્ક અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મિત્રતા તૂટી ગઈ છે. બંને વચ્ચે શબ્દયુદ્ધ ચાલુ છે. આ દરમિયાન, મસ્કે અમેરિકામાં એક નવા રાજકીય પક્ષની જરૂરિયાત વિશે એક મોટું નિવેદન આપ્યું છે. વાસ્તવમાં, એલોન મસ્કે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક મતદાન ચલાવ્યું હતું. જેમાં તેમણે પૂછ્યું હતું કે શું અમેરિકામાં એક નવો રાજકીય પક્ષ બનાવવો જોઈએ. હવે આ મતદાનના પરિણામો જાહેર કરતાં, તેમણે કહ્યું કે 80% લોકોએ સમર્થનમાં મતદાન કર્યું છે.
ADVERTISEMENT
મસ્કે ટ્વીટર પર જ કરી દીધી જાહેરાત
મસ્કે X પર લખ્યું કે જનતાએ પોતાનો ચુકાદો આપી દીધો છે, અમેરિકાને એક નવા રાજકીય પક્ષની જરૂર છે, જે મધ્યમ 80% લોકોનું પ્રતિનિધિત્વ કરે અને બરાબર 80% લોકોએ તેને ટેકો આપ્યો છે. આ નિયતિ છે. આ પછી, તેમણે 'ધ અમેરિકા પાર્ટી' નામની બીજી પોસ્ટમાં ફક્ત આટલું જ લખ્યું.
ADVERTISEMENT
ટ્વીટર પર જ બંન્ને વચ્ચે બબાલ
આ એવા સમયે બન્યું જ્યારે સોશિયલ મીડિયા પર મસ્ક અને ટ્રમ્પ વચ્ચે શાબ્દિક યુદ્ધ વધુ તીવ્ર બન્યું. મસ્કે ટ્રમ્પ પર નિશાન સાધ્યું અને લખ્યું કે મારા વિના ટ્રમ્પ ચૂંટણી હારી ગયા હોત. આ પછી તેમણે લખ્યું કે આવી બેઈમાની.
ADVERTISEMENT
આ પણ વાંચો : હનુમાનજીની અપાર કૃપા, આ રાશિના જાતકો માટે શનિવાર લાભકારી, જુઓ રાશિ ભવિષ્ય
ટ્રમ્પ અને મસ્ક વચ્ચે શાબ્દિક ટપાટપી
ADVERTISEMENT
ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર મસ્કને દેશદ્રોહી ગણાવ્યા અને ચેતવણી આપી કે તેમની સામે કાર્યવાહી થઈ શકે છે. તેમણે કહ્યું કે, બજેટમાં અબજો ડોલર બચાવવાનો સૌથી સહેલો રસ્તો એલોન મસ્કની સરકારી સબસિડી અને કરારો બંધ કરવાનો છે. મસ્ક દ્વારા સૂચવવામાં આવેલી ધ અમેરિકા પાર્ટીની વાત હાલમાં ફક્ત એક વિચાર છે, પરંતુ તેને અમેરિકન રાજકારણમાં એક નવા યુગની શરૂઆતના સંકેત તરીકે જોવામાં આવી રહી છે, ખાસ કરીને જ્યારે મસ્કની સોશિયલ મીડિયા પહોંચ અને પ્રભાવ દિવસેને દિવસે વધી રહ્યો છે.
Is it time to create a new political party in America that actually represents the 80% in the middle?
— Elon Musk (@elonmusk) June 5, 2025
ADVERTISEMENT
અમેરિકામાં ત્રીજા પક્ષની ચર્ચા
અત્રે ઉલ્લેખનીય છે કે, 30 મેના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ અને એલોન મસ્ક બંને સાથે જોવા મળ્યા હતા. બંને એકબીજાનો આભાર માનતા સાંભળવામાં આવ્યા હતા. તે સમય દરમિયાન, એક ક્ષણ માટે પણ એવું લાગ્યું નહીં કે બંનેને એકબીજા પ્રત્યે આટલી નફરત છે, કારણ કે છ દિવસમાં, ટ્રમ્પના બિગ બ્યુટીફુલ બિલને કારણે તેઓ ગુસ્સે થઈ ગયા હતા. આ પછી, મસ્કે સોશિયલ મીડિયા પર પ્રહારો કર્યા અને દાવો કર્યો કે ટ્રમ્પ તેમના વિના ચૂંટણી જીતી શક્યા ન હોત. મસ્કે ટ્રમ્પ પર મહાભિયોગ ચલાવવા અને તેમને હટાવવાનું સમર્થન પણ કર્યું અને અમેરિકામાં ત્રીજા પક્ષની જરૂરિયાત પર એક મતદાન પણ કર્યું, જેમાં 80 ટકા લોકો મસ્ક સાથે સંમત થયા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.