બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:17 PM, 7 June 2025
આજના યુગમાં કાર ખરીદવી માત્ર લક્ઝરી નથી રહી, હવે તે જીવનશૈલીની જરૂરિયાત બની ગઈ છે. શહેરોમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ ઓછી ઉપલબ્ધતા, સમયની અછત અને વધતી સુરક્ષાની ચિંતા વચ્ચે વ્યક્તિગત વાહન રાખવું વધુ અનિવાર્ય બની ગયું છે. બસ કે રિક્ષાની રાહ ન જોવી હોય, પરિવાર સાથે વિકેન્ડમાં બહાર ફરવાનો પ્લાન હોય કે રોજ ઓફિસ જવાની દોડધામ હોય દરેક પરિસ્થિતિમાં કાર ઘણી સહાયરૂપ થાય છે.
ADVERTISEMENT
મોટાભાગના લોકો કાર ખરીદવા માટે કાર લોન લેવાનું પસંદ કરે છે , જે પહેલા તો સરળ લાગે છે પણ લાંબા ગાળે મોટું વ્યાજનું ભારણ પડે છે અને માનસિક રીતે EMI નુ ટેન્શન પણ રહે છે. એટલે જો તમે થોડું પ્લાનિંગ કરો, ચોક્કસ લક્ષ્ય નક્કી કરો અને દર મહિને અમુક રકમ બચાવવાની ટેવ રાખો, તો આવક પ્રમાણે કાર ખરીદવી શક્ય છે. એ પણ લોન વગર. આવું કરવાથી નાણાકીય ફાયદો તો થાય જ છે, પણ માનસિક રીતે પણ શાંતિ રહે છે
લોન વગર કાર કઇ રીતે ખરીદવી તે જાણીએ તે પહેલા એ જાણીએ કે લોન વગર કાર લેવાના ફાયદા શું છે
ADVERTISEMENT
-લોન પરના વ્યાજની બચત થાય છે
ADVERTISEMENT
-ભવિષ્યમાં કોઈ EMI નુ ટેન્શનરહેતું નથી
-જો તમે EMI ચૂકી જાઓ તો તમારો ક્રેડિટ સ્કોર (CIBIL સ્કોર) ખરાબ થાય એ ટેન્શનમાંથી પણ મુક્તિ મળે છે
ADVERTISEMENT
ઉપરોક્ત ફાયદા તો છે જ પણ આ બધાથી પણ મોટો ફાયદો એ છે કે લોન વગર કાર ખરીદીનો આનંદ ખૂબ વધારે હોય છે કારણ કે એ તમારી પોતાની બચતમાંથી ખરીદેલી કાર હોય છે.
ફાયદા જાણીને આપને એક અનોખી ખુશીનો અનુભવ તો થઈ જ ગયો હશે, સાથે-સાથે એક ઉત્સુકતા પણ ઉભી થઇ હશે કે લોન વગર કાર લેવાનો રસ્તો કયો છે ? આ માટે તમારે ખાસ કંઇ કરવાનું નથી..બસ થોડુ ફાયનાન્સિયલ પ્લાનિંગ કરવાનું છે. તો ચાલો આ ફાઇનાન્સિયલ પ્લાનિંગને સમજીએ
ADVERTISEMENT
તમારે કયા પ્રકારની કાર લેવી છે, કારની કિંમત કેટલી છે,અને કેટલા સમયમાં લેવી છે એ નક્કી કરો. આ બધુ નક્કી કરતાં સમયે આપણી આવકને ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી છે.
ADVERTISEMENT
ઉદાહરણ તરીકે
મારે સ્વિફ્ટ કાર ખરીદવી છે. જેની કિંમત અંદાજિત ₹8,00,000/- છે. ને એ મારે 3 વર્ષના સમયગાળામાં લેવી છે. તો ગોલ પ્લાનિંગ મુજબ બચત કરવી પડશે અને તેનું યોગ્ય જગ્યા એ રોકાણ કરવું પડશે.
સૌથી પહેલા ગોલ મુજબ એક સારા ફાઇનાન્સિયલ એડવાઈસરની સલાહ લઇ SIP શરુ કરો.
ઉદાહરણ
દર મહિને જો હું અંદાજિત ₹17800ની SIP શરુ કરું તો 3 વર્ષમાં મારી પાસે ₹8,01,000નું ભંડોળ ઊભું થઈ જશે. હ
હવે ₹17800 * 36 મહિના = ₹640800/- ટોટલ રોકાણ
₹640800 રોકાણ + ₹160200 વળતર = ટોટલ ₹8,01,000
(અહી વળતર ની ગણતરી અંદાજી 15% વાર્ષિક મુજબ કરી છે)
આ પણ વાંચોઃ IT રિટર્ન ફાઇલ કરતી વખતે આ ભૂલોને ટાળો, નહીંતર ભરવી પડશે પેનલ્ટી, આવશે નોટિસ
SIP સિવાય પણ Recurring Deposit Schemeમાં પણ રોકાણ કરી શકાય છે પણ એમાં વળતર SIP કરતાં ઓછું હોય છે માટે તમારે થોડી વધારે બચત કરવી પડશે.
દર મહિને નિયમિત રીતે એક નિશ્ચિત રકમ બચાવવાથી આપણે માત્ર car ખરીદવા જેવો લક્ષ્ય હાંસલ કરી શકીએ છીએ એટલું જ નહીં આપણી financial thinking પણ બદલાઈ શકે છે. આ નિયમિતતા આપને financial discipline શીખવે છે અને સમય સાથે financial freedom તરફ લઈ જાય છે.
આ પણ વાંચોઃ કયા ખર્ચા તેમજ રોકાણો પર TAX બચાવી શકાય? જાણો સેક્શન 80C અંતર્ગત 14 મહત્વના મુદ્દા
અત્યારે આપણે જે સામાન્ય રીત અનુસરીએ છીએ એ ફોર્મ્યુલા એવી છે કે આવક – ખર્ચ = રોકાણ (બચત થાય તો) પરંતુ આ mindsetમાં બચત છેલ્લે આવે છે, એટલે ઘણી વાર બચત થતી જ નથી. એના બદલે જો આપણે નીચેની ફોર્મ્યુલો અપનાવીએ:
આવક – જીવન જરૂરિયાત ખર્ચ = રોકાણ (લક્ષ્ય આધારિત)
તો આપણે પહેલાથી જ આપણા નાણાંને લક્ષ્ય તરફ દોરી જઇ શકીએ છીએ અને પૈસા બચાવવાની ટેવ સ્વાભાવિક બની જાય છે. આવા નાના પગલાંથી મોટી સફળતા મેળવી શકાય છે.
(DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.