બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / IT રિટર્ન ફાઇલ કરતી વખતે આ ભૂલોને ટાળો, નહીંતર ભરવી પડશે પેનલ્ટી, આવશે નોટિસ

કામની ટિપ્સ / IT રિટર્ન ફાઇલ કરતી વખતે આ ભૂલોને ટાળો, નહીંતર ભરવી પડશે પેનલ્ટી, આવશે નોટિસ

CA Sanjay Thakkar

Last Updated: 11:09 AM, 2 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એપ્રિલ મહિનાની સાથે નાણાકીય વર્ષનો પણ અંત થાય છે. અને દર નાણાકીય વર્ષના અંતે દરેક પગારધારકે ITR એટલે કે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું જરૂરી છે.

આજકાલ લોકો પોતાનું ITR ઑનલાઇન ફાઈલ કરે છે. પરંતુ એક્સપર્ટ CAના માર્ગદર્શન વિના જે લોકો ITR ફાઇલ કરે છે તે લોકો ઘણીવાર સામાન્ય ભૂલો કરી બેસે છે અને આ ભૂલોને લીધે તેમને ઇન્કમ ટેક્સ વિભાગ તરફથી નોટિસ પણ આવી શકે છે.

જો તમે જાતે કોઈપણ એક્સપર્ટ કે CAની ગાઈડલાઇન વિના ઓનલાઈન ITR ભરો છો અને તેમાં કોઈ સામાન્ય ભૂલ પણ નીકળે છે તો તમને આયકર વિભાગની નોટિસ આવી શકે છે. એટલુંજ નહીં પરંતુ અમુક કિસ્સાઓમાં તમારું રિફંડ પણ અટકી શકે છે કે પછી પેનલ્ટી પણ લાગી શકે છે.

ચાલો આજે જાણીએ એવી સામાન્ય ભૂલો વિશે જે સામાન્ય પગારધારકો ઓનલાઇન રિટર્ન ફાઇલ કરતી વખતે કરે છે.

1.સાચુ ITR ફોર્મ પસંદ ન કરવું.

આ સૌથી સામાન્ય અને ગંભીર ભૂલ છે. પગારધારકોએ સામાન્ય રીતે ITR-1 ફોર્મ ભરવાનું હોય છે. જો તમારી કુલ વાર્ષિક આવક ₹50 લાખથી ઓછી હોય અને આવક માત્ર પગાર, એક ઘર-મકાન (House Property) અને વ્યાજ જેવી અન્ય આવકથી હોય. આ સિવાય જો તમારી આવકનો સ્ત્રોત કેપિટલ ગેઇન, બે કરતાં વધુ ઘર-મકાનો (House Property) હોય કે અન્ય વ્યવસાયિક આવક હોય તો ITR-2 અથવા ITR-3 ભરવાનું રહેશે.

ઉકેલ: પહેલા તમારા તમામ આવકના સ્ત્રોતો સમજો અને પછી યોગ્ય ફોર્મ પસંદ કરો અથવા તજજ્ઞ (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ – CA) નું માર્ગદર્શન લઈ અને તેના પછી ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ભરવું.

આ પણ વાંચો મ્યુચ્યુઅલ ફંડ SIPનો કમાલ, રોકાણકારો માલામાલ, એક લાખના થયા 14000000 રૂપિયા

income-tax

2.આવક ને ફોર્મ 26AS અને AIS સાથે મેચ ન કરવી

ફોર્મ 26AS અને AIS (Annual Information Statement) એ સરકાર પાસે તમારા પાન સાથે જોડાયેલ તમામ આર્થિક વ્યવહારોની માહિતી બતાવે છે – જેમ કે TDS, રોકાણ, વ્યાજ, dividend વગેરે. જો તમે ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR)માં દર્શાવેલ આવક 26AS/AISથી અલગ છે. તો આ કેસમાં ઇન્કમ ટેક્સ વિભાગ આપને નોટિસ મોકલી શકે છે.

ઉકેલ: ફોર્મ ભરતાં પહેલાં 26AS અને AIS ડાઉનલોડ કરી તેની વિગતો ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) માં દર્શાવવી.

3.છૂટ (Deductions) અને માવજત ખર્ચનો ખોટો ક્લેમ કરવો

ઘણા બધા લોકો ટેક્સ બચાવવાના આશયથી ખોટી રીતે 80C (જીવન વીમા પ્રીમિયમ વગેરે), 80D (મેડિકલઇમ), 80G(દાન), 80GGC(ઓછી જાણીતી રાજકીય પાર્ટીઓને દાન) કે હોમ લોનના વ્યાજ વગેરેની છૂટ દાખલ કરે છે. હવેથી આ બધુ પણ સરકાર પોલિસી નંબર, લોન એકાઉન્ટ નંબર વગેરેથી પણ ચેક કરશે તો જો તમારી છુટ ના દસ્તાવેજ પૂરાવા ના હોય તો ખોટો ક્લેમ કરવો નહીં કારણ કે ટેક્સ વિભાગ તેને નકારી શકે છે.

ઉકેલ: માત્ર તે જ છૂટો લખો જેના પુરાવા તમારી પાસે હોય. તમામ રસીદો, પોલીસી સ્ટેટમેન્ટ, ઇન્વેસ્ટમેન્ટ ડોક્યુમેન્ટ્સ વગેરે સાચવી રાખો.

આ પણ વાંચો: કેન્દ્ર સરકારની તિજોરી છલકાઈ, મે મહિનામાં GST કલેક્શન 2.01 લાખ કરોડને પાર

4.ટેક્સ રિફંડ માટે ખોટો બેન્ક એકાઉન્ટ નંબર આપવો

ઘણી વાર કરદાતા એ રિફંડ મેળવવાનું રહે છે પરંતુ ખોટો IFSC કોડ કે ખાતા નંબર લખવાથી કે બંધ થઈ ગયેલ ખાતાની વિગતો આપવાથી કે પોતાના ખાતાની વિગત ને બદલે બીજા કોઈ ના ખાતાની વિગત આપવાથી રિફંડ ક્રેડિટ થતું નથી અને આખી પ્રક્રિયામાં મોડું થાય છે.

ઉકેલ: આપ ઇન્કમટેક્સ રિટર્ન (ITR) માં આપના પોતાના ખાતાની વિગતો જ આપો અને તમારા નામે રહેલું ખાતું પસંદ કરો અને ખાતા નંબર અને IFSC કોડ બરાબર ભરો.

income-tax-return

5.બીજા સ્ત્રોતથી થયેલી આવક દર્શાવવાનું ભૂલી જવું

ઘણી વાર પગાર સિવાય મળતી આવક – જેમ કે બચત ખાતાનું વ્યાજ, FD પર વ્યાજ, દુકાન મકાનનું ભાડું, મ્યુચ્યુઅલ ફંડ વેચી મળેલી આવક કે શેર માર્કેટના નફા – દર્શાવવાનું ભૂલાઈ જાય છે. IT વિભાગ AIS અને Annual TIS માં આ બધું જોઈ શકે છે.

ઉકેલ: તમારા તમામ બેંક એકાઉન્ટ્સ, ડિમેટ એકાઉન્ટ, PAN લિંક્ડ ડેટા ચકાસો અને સંપૂર્ણ આવક રિપોર્ટ કરો.

6.વિલંબથી ઇન્કમટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવું (Late Filing)

જ્યાં સુધી ટેક્સ ભરવો નથી આવતો. ઘણા લોકો ITR ફાઈલ કરવાનું ટાળે છે. જો તમે 31 જુલાઈ પછી ITR ફાઈલ કરો છો તો વિલંબ શુલ્ક (Late Fee) લાગુ પડે છે – ₹1000 થી ₹5000 સુધી.

ઉકેલ: તારીખ પહેલા જ ITR ફાઈલ કરો જેથી કોઈ દંડ કે વ્યાજ ના લાગે.

આ પણ વાંચો: માર્કેટ ખુલતા જ રોકાણકારોના કરોડો સ્વાહા, 700 અંક નીચે લપસ્યો સેન્સેક્સ, નિફ્ટી 24000ની નીચે

7.વર્તમાન વેલિડેશનના નિયમો પ્રમાણે ઈ-વેરિફાય ન કરવું

ITR ફાઈલ કર્યા પછી તેનું e-Verification 30 દિવસમાં નથી કરતાં તો એ રિટર્ન અમાન્ય ગણાય છે. વધુમાં અમુક ફરજિયાતપણે દર્શાવવાની વિગતો ના દર્શવવાથી પણ Return reject કે Return Defective થઈ શકે છે.

ઉકેલ: ITR ફાઈલ કર્યા પછી તરતજ e-verify કરો – આધાર OTP, નેટબેંકિંગ, ડિજીલોકર, વગેરે દ્વારા અને જરૂરી એવી તમામ વિગતો દર્શાવો.

8.વ્યાવસાયિક સલાહ ન લેવી

બહુ વખત પગારધારક માનતા હોય છે કે "મારે તો ફક્ત પગાર દર્શાવવાનો છે", તેથી તેઓ વ્યાવસાયિક સલાહ લેવાનું ટળતા હોય છે. પણ આજકાલ AIS, TIS અને ડિજિટલ ટ્રેઈલ હોવાથી નિષ્ણાત CA, Tax Expert ની સલાહ અવશ્ય લેવી જોઈએ.

આ પણ વાંચો: બેંક FD અને SIP છોડો, અહીં કરો રોકાણ, લાખો રૂપિયાની કરશો કમાણી!

vtv app promotion

તારણ:

પગારધારકોએ દરેક નાણાકીય વ્યવહારમાં ખુલ્લા અને પારદર્શક રહેવું જોઈએ. ટેક્સ રિટર્ન ફાઈલ કરવી એ માત્ર ફરજ નથી, પણ ભવિષ્યમાં કાયદાકીય અને નાણાકીય લાભ મેળવવાનો માર્ગ પણ છે – જેમ કે વિઝા પ્રક્રિયા, લોન એપ્લિકેશન, વગેરે.

સાવચેત રહો, દસ્તાવેજો સાચવો અને જો જરૂરી હોય તો નિષ્ણાતની સહાય લો જેથી આપ માનસિક તણાવ અને દંડ થી બચી શકો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ITRmistakes ITRfiling salariedpersonITR
CA Sanjay Thakkar

Author Sanjay Thakkar is a Chartered Accountant & Lawyer with over 13 years of experience.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ