બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / કેન્દ્ર સરકારની તિજોરી છલકાઈ, મે મહિનામાં GST કલેક્શન 2.01 લાખ કરોડને પાર

બિઝનેસ / કેન્દ્ર સરકારની તિજોરી છલકાઈ, મે મહિનામાં GST કલેક્શન 2.01 લાખ કરોડને પાર

Last Updated: 05:03 PM, 1 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GST collection: સરકારે મે મહિનાના જીએસટી કલેક્શનના આંકડા જાહેર કર્યા છે.

GST collection: સરકારે મે મહિનાના જીએસટી કલેક્શનના આંકડા જાહેર કર્યા છે. રિફંડ પછી મે 2025 માટે ચોખ્ખો જીએસટી કલેક્શન રૂ. 1,73,841 કરોડ હતો, જે મે 2024 માં એકત્રિત કરાયેલા રૂ. 1,44,381 કરોડ કરતા 20.4% વધુ છે.

GST collection: મે મહિનામાં સરકારી તિજોરીને GST કલેક્શનમાંથી રૂ. 2.01 લાખ કરોડ પ્રાપ્ત થયા છે, આ કલેક્શન વાર્ષિક ધોરણે 16.4 ટકા છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે મે 2024 માં સરકારને GST થી કુલ રૂ. 1.72 લાખ આવક થઈ હતી, જ્યારે મે 2025 માં તે 16.4 ટકા વધીને રૂ. 2.01 લાખ કરોડના આંકડા પર પહોંચી ગઈ છે.

રિફંડ પછી GST કલેક્શન આટલું

જીએસટી કલેક્શન ડેટા અનુસાર રિફંડ પછી પણ મે 2025 માં વાર્ષિક ધોરણે મે 2024 ની સરખામણીમાં 20.4% નો વધારો થયો છે. તમને જણાવી દઈએ કે મે 2025 માં ચોખ્ખો જીએસટી કલેક્શન 1.73 લાખ કરોડ રૂપિયા છે, જે મે 2024 માં ફક્ત 1.44 લાખ કરોડ રૂપિયા હતો. મે 2025 માં GST રિફંડ 27,210 કરોડ રૂપિયા હતું, જે વાર્ષિક ધોરણે 4 ટકા ઓછું છે. બજેટ સમયે સરકારે આ નાણાકીય વર્ષમાં GST કલેક્શનમાં 11 ટકાનો વધારો થવાની અપેક્ષા રાખી હતી, જેમાં સેન્ટ્રલ જીએસટી અને જીએસટી વળતર સેસ સહિત 11.78 લાખ કરોડ રૂપિયાનો GST કલેક્શન અપેક્ષિત છે.

એપ્રિલની સરખામણીમાં કલેક્શનમાં આટલો ઘટાડો

એપ્રિલ 2025 માં સરકારને જીએસટીથી 2.37 લાખ કરોડ રૂપિયાની રેકોર્ડ આવક થઈ હતી. વાર્ષિક ધોરણે એપ્રિલમાં GST કલેક્શનમાં 12.6 ટકાનો વધારો થયો હતો. આમાં આયાત ડ્યુટીમાંથી એકત્રિત જીએસટી રૂ. 51,266 કરોડ અને સ્થાનિક સ્ત્રોતોમાંથી એકત્રિત GST રૂ. 1,49,785 લાખ કરોડનો થયો હતો. મે મહિનામાં કુલ જીએસટી કલેક્શન રૂ. 4.37 લાખ કરોડ પર પહોંચ્યું હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં એકત્રિત કરાયેલા રૂ. 3.83 લાખ કરોડ કરતા 14.3 ટકા વધુ છે.

GSTVtv App Promotion 2

આ પણ વાંચોઃ બિઝનેસ / આ બેન્કે આપી ગ્રાહકોને મોટી ભેટ, એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ રાખવાની ઝંઝટ ખતમ

1 એપ્રિલથી લાગુ કરાયેલા નવા GST નિયમો

પહેલાં વેપારીઓ પાસે તેમના અન્ય જીએસટી રજિસ્ટ્રેશનમાં સામાન્ય આઇટીસી ફાળવવા માટે બે વિકલ્પો હતા. બે વિકલ્પો આઇએસડી મિકેનિઝમ અથવા ક્રોસ-ચાર્જ પદ્ધતિ હતા, પરંતુ હવે 1 એપ્રિલ, 2025 થી જો આઇએસડીનો ઉપયોગ ન થાય તો પ્રાપ્તકર્તા સ્થાન માટે ITC આપવામાં આવશે નહીં. જો આઇટીસી ખોટી રીતે વિતરિત કરવામાં આવે છે, તો કર સત્તાવાળા વ્યાજ સાથે રકમ વસૂલ કરે છે. આ સાથે અનિયમિત વિતરણ માટે દંડ પણ લાદવામાં આવશે, જે ITC ની રકમ અથવા રૂ. 10 હજાર કરતાં વધુ હશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

GST collection Business Central GST
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ