ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 09:52 AM, 1 June 2025
ADVERTISEMENT
બેંક એકાઉન્ટ ધારકો માટે એક મોટા રાહતના સમાચાર છે. હવે બચત ખાતા એટલે કે સેવિંગ્સ એકાઉન્ટમાં લઘુત્તમ બેલેન્સ રાખવાની જરૂર રહેશે નહીં. ખાતામાં પૈસા ન હોય તો પણ કોઈ દંડ કે ચાર્જ લાગશે નહીં. આ ફેરફાર આજથી એટલે કે 1 જૂનથી અમલમાં આવ્યો છે. આ નિર્ણય સાથે કેનેરા બેંક દેશની પ્રથમ મોટી જાહેર ક્ષેત્રની બેંક બની ગઈ છે જેણે તમામ પ્રકારના બચત ખાતાઓ પર સરેરાશ માસિક બેલેન્સ (AMB) ની જરૂરિયાતને સંપૂર્ણપણે નાબૂદ કરી છે.
ADVERTISEMENT
ઝીરો બેલેન્સ સાથે ખોલી શકાશે એકાઉન્ટ
હવે જો ગ્રાહકો ઇચ્છે તો તેઓ શૂન્ય બેલેન્સ સાથે પણ પોતાનું ખાતું ચલાવી શકે છે અને તેમને કોઈ દંડ ચૂકવવો પડશે નહીં. આ નિયમ સામાન્ય બચત ખાતા, પગાર ખાતા અને NRI બચત ખાતા પર લાગુ થશે. આનો અર્થ એ થયો કે આ ખાતાઓમાં લઘુત્તમ બેલેન્સ જાળવવાની કોઈ જવાબદારી રહેશે નહીં. આ પગલું ગ્રાહકોના પૈસાની સલામતી સુનિશ્ચિત કરશે જ પરંતુ તેમને કોઈપણ ખચકાટ વિના ડિજિટલ બેંકિંગ અને સેવાઓ સાથે જોડાવા માટે પણ પ્રોત્સાહિત કરશે.
ADVERTISEMENT

મિનિમમ બેલેન્સની ઝંઝટમાંથી મુક્તિ
ADVERTISEMENT
અત્યાર સુધી ગ્રાહકોને દર મહિને તેમના ખાતામાં લઘુત્તમ બેલેન્સ જાળવવું પડતું હતું. જો ખાતામાં મિનિમમ બેલેન્સ ન અહોય તો તેના પર બેન્ક ચાર્જ લગાવતી હતી પણ હવે આનો અંત આવી ગયો છે. "આ પહેલ અમને ખરેખર દંડ-મુક્ત બચત ખાતું ઓફર કરતી દેશની અગ્રણી જાહેર ક્ષેત્રની બેંક બનાવે છે." આ નિર્ણયથી વિદ્યાર્થીઓ, વરિષ્ઠ નાગરિકો, ઓછી આવક ધરાવતા જૂથ, ગ્રામીણ વિસ્તારોના ખાતાધારકો અને પહેલી વાર બેંકિંગમાં જોડાનારાઓને સૌથી વધુ ફાયદો થશે.
વધુ વાંચો: રોકાણ માટે પૈસા તૈયાર રાખજો! આવતા અઠવાડિયે આવી રહ્યા છે 10 નવા IPO
ADVERTISEMENT

કોટક મહિન્દ્રા બેંકે ક્રેડિટ કાર્ડ ચાર્જમાં વધારો કર્યો
ADVERTISEMENT
આજથી કોટક મહિન્દ્રા બેંક તેના ક્રેડિટ કાર્ડ પરના રિવોર્ડ ઘટાડી રહી છે અને વ્યાજ દરમાં વધારો કરી રહી છે. કોટક રોયલ, લીગ અને અર્બન કાર્ડ પર દરેક પોઈન્ટનું મૂલ્ય હવે 10 પૈસાથી ઘટાડીને 7 પૈસા કરવામાં આવ્યું છે. કોટક 811 કાર્ડ્સનું રિવોર્ડ મૂલ્ય 25 પૈસાથી ઘટાડીને 10 પૈસા અને ઇન્ફિનિટ કાર્ડ પર ₹1 થી ઘટાડીને 70 પૈસા કરવામાં આવ્યું છે. ઉપરાંત વ્યાજ દર પણ 3.50% થી વધારીને 3.75% કરવામાં આવ્યો છે.
(DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT