બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:17 AM, 1 June 2025
આગામી સપ્તાહમાં IPO બજારમાં ઘણો ઉત્સાહ જોવા મળશે. કારણ કે બજારમાં 10 નવા ઇશ્યૂ લિસ્ટેડ થશે. જેમાંથી 4 મેઇનબોર્ડ IPO હશે અને 6 એસએમઇ ક્ષેત્રના આઇપીઓ હશે. આનો અર્થ એ થયો કે આવતા અઠવાડિયામાં IPO માર્કેટમાં ઘણી ગતિવિધિઓ જોવા મળશે. ચાલો જાણીએ કે ઇશ્યૂનું લિસ્ટિંગ કયા દિવસે થશે.
ADVERTISEMENT
મેઇનબોર્ડ સેગમેન્ટમાં શેર લિસ્ટિંગ
2 જૂનથી શરૂ થતું અઠવાડિયું ઉત્સાહથી ભરેલું રહેશે. મહિનાનો પહેલો ટ્રેડિંગ દિવસ હોવાથી આ દિવસે ઘણા IPO પણ બજારમાં લિસ્ટેડ થશે. આગામી સપ્તાહમાં Schloss Bangalore (લીલા હોટેલ્સ), Aegis Vopak Terminals, ProstarM Info Systems અને Skoda Tubesના શેર મેઇનબોર્ડ સેગમેન્ટમાં લિસ્ટેડ થશે. Leela Hotels અનેAegis Vopak Terminalsના શેર 2 જૂન, 2025 ના રોજ પ્રથમ વખત શેરબજારમાં લિસ્ટેડ થશે. તે જ સમયે ProstarM Info Systemsના શેર 3 જૂન 2025 ના રોજ લિસ્ટેડ થશે.
ADVERTISEMENT

Skoda Tubesના શેરની ફાળવણી 2 જૂન 2025 ના રોજ અંતિમ સ્વરૂપ આપવાની અપેક્ષા છે અને 4 જૂન 2025 ના રોજ એક્સચેન્જ પર લિસ્ટેડ થશે. NSE ના ડેટા અનુસારSchloss Bangaloreનો IPO 4.5 ગણો, Aegis Vopak Terminalsનો IPO 2.09 ગણો અને ProstarM Info Systemsનો IPO કુલ 9.2 ગણો સબસ્ક્રાઇબ થયો હતો.
ADVERTISEMENT
SME IPO ની લિસ્ટિંગ
આવતા અઠવાડિયે SME સેગમેન્ટની છ કંપનીઓ, બ્લુ વોટર લોજિસ્ટિક્સ ( Blue Water Logistics), નિકિતા પેપર્સ (Nikita Papers), એસ્ટોનિયા લેબ્સ (Estonia Labs), NR વંદના ટેક્સ (NR Vandana Tex)ના IPO પણ લિસ્ટેડ થશે. તે જ સમયે ઇન્ડસ્ટ્રીઝ, નેપ્ચ્યુન પેટ્રોકેમિકલ્સ (Neptune Petrochemicals ) અને 3B ફિલ્મ્સના (3B Films) શેર પણ બજારમાં લિસ્ટેડ થશે. આ ઉપરાંત ગંગા બાથ ફિટિંગ્સનો ( Ganga Bath Fittings) પબ્લિક ઇશ્યૂ 4 જૂનથી 6 જૂન 2025 સુધી સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લો રહેશે.
ADVERTISEMENT
વધુ વાંચો: ITR ફાઈલ કરનારાઓ માટે ખુશખબર! ઘરે બેઠા સરળતાથી ભરી શકશો ઈન્કમ ટેક્સ રિટર્ન

ADVERTISEMENT
બ્લુ વોટર લોજિસ્ટિક્સ (Blue Water Logistics), નિકિતા પેપર્સ (Nikita Papers) અને એસ્ટોનિયા લેબ્સ (Estonia Labs)ના શેર 3 જૂન 2025 ના રોજ લિસ્ટેડ થશે. એનઆર વંદના ટેક્સ (NR Vandana Tex)ઇન્ડસ્ટ્રીઝની ફાળવણી 2 જૂન 2025 ના રોજ અંતિમ સ્વરૂપ આપવામાં આવશે અને લિસ્ટિંગ 4 જૂન 2025 ના રોજ થશે. એ જ રીતે નેપ્ચ્યુન પેટ્રોકેમિકલ્સનો (Neptune Petrochemicals)IPO પણ શિડ્યુલ થયેલ છે. તેના શેર 2 જૂનના રોજ ફાળવવામાં આવશે અને તે 4 તારીખે શેરબજારમાં લિસ્ટેડ થશે.
(DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.