ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 12:40 PM, 20 May 2026
ADVERTISEMENT
જાપાનની સરકારે ભારતીય વિદ્યાર્થી માટે સૌથી પ્રચલિત internship પ્રોગ્રામ METI ઓપન કર્યો છે. જેમાં તમે જાપાનમાં ઈન્ટર્નશિપ કરી શકો છો.જાપાન ગવર્મેન્ટ નું Ministry of Economy, Trade and Industry - METI એ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ અને બિઝનેસ મેન માટે જાપાનની સરકાર આ પ્રોગ્રામ કરે છે જેમાં એવી કંપની ભાગ લે છે જે ઇન્ટર્નને હાયર કરે છે. જેમાં બે મોડથી કોર્સ થાય છે એક ઓનલાઈન અને બીજો ઇન પર્સન.
ADVERTISEMENT

ADVERTISEMENT
અરજદાર ઈન્ડીયન સીટીઝન હોવો જરૂરી છે, ઉંમર 18 થી 39 વર્ષની વચ્ચે હોવી જોઈએ,ગ્રેજ્યુએટ, માસ્ટરમાં ફાઈનલ યર અથવાપાસ આઉટ ઉમેદવારો અરજી કરી શકે,અંગ્રેજી અથવા જાપાનીઝ ભાષાનું જ્ઞાન જરૂરી અને જાપાનમાં અગાઉ જોબ ન કરી હોય તેવા ઉમેદવારો જ એલીજીબલ રહેશે.
ADVERTISEMENT
ઓનલાઈન કોર્સ માટે ઈન્ટર્ન્સને રોજના 1,000 Yen (અંદાજે ₹606) મળશે, ઓફલાઈન કોર્સ માટે રોજના 3,000 Yen (અંદાજે ₹1,820) સ્ટાઈપેન્ડ આપવામાં આવશે, જાપાનીઝ લેંગ્વેજ ટ્રેનિંગ પણ આપવામાં આવશે એટલું જ નહીં જાપાન આવવા જવાની ફ્લાઈટ ટિકિટ પણ કંપની આપશે. ઇન્ટર્નને કમ્પ્યુટર અને ઘરખર્ચ પણ આપવામાં આવશે
આ પણ વાંચો : એક ભૂલ અને તમારી વિઝા એપ્લિકેશન રિજેક્ટ! જાણી લેજો H-1B માટે સિગ્નેચરનો નવો નિયમ
ADVERTISEMENT
ઈન્ટર્નશિપ દરમિયાન ઇન્ટર્ન એ ટાઈમલાઈન મુજબ કામગીરી પૂર્ણ કરવી જરૂરી રહેશે જેમકે ઇન્ટર્નશીપ પ્લાન, ડેલી રીપોર્ટ સબમીશન, ટ્રેનીંગ સેશન, ફાઈનલ પ્રેસન્ટેશન, ડોક્યુમેન્ટ્સ, રીપોર્ટસ અને ફોર્મ સમયસર સબમિટ કરવા પડશે વધુ માહિતી માટે ઉમેદવારો ઓફીશીયલ વેબ્સાઈટ પર જઈને વિગતો મેળવી શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો