ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / એક ભૂલ અને તમારી વિઝા એપ્લિકેશન રિજેક્ટ! જાણી લેજો H-1B માટે સિગ્નેચરનો નવો નિયમ

NRI / એક ભૂલ અને તમારી વિઝા એપ્લિકેશન રિજેક્ટ! જાણી લેજો H-1B માટે સિગ્નેચરનો નવો નિયમ

Published By: Nidhi Panchal

Last Updated: 11:24 AM, 19 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં H-1B વિઝા પર રહેતા ભારતીયો માટે હવે એક નાની ભૂલ પણ ભારે પડી શકે છે. USCISના નવા નિયમો હેઠળ ખોટી સહી હોવાથી અરજી સીધી રદ થઈ શકે છે, જેના કારણે હજારો વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ ચિંતામાં મુકાયા છે.

ADVERTISEMENT

અમેરિકામાં H-1B વિઝા પર કામ કરતા ભારતીયો અને નવા વિઝા માટે અરજી કરનાર વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. US ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) દ્વારા એક નવો વચગાળાનો નિયમ જાહેર કરવામાં આવ્યો છે, જેના કારણે હવે વિઝા અરજીમાં કરાયેલી સહીને લઈને વધુ કડક કાર્યવાહી થઇ શક છે. નવા નિયમ મુજબ જો ઇમિગ્રેશન અધિકારીઓને અરજી પર કરાયેલી સહી અમાન્ય અથવા ખોટી લાગશે તો અરજી તરત જ નકારી શકાય છે. આ નિર્ણયથી હજારો ભારતીય અરજદારો માટે મુશ્કેલી વધી શકે છે, કારણ કે નાની ટેક્નિકલ ભૂલ પણ હવે મોટી સમસ્યા બની શકે છે.

visa-simple_0

ફેડરલ રજિસ્ટરમાં આ નિયમ પ્રકાશિત

આ નિયમ ફેડરલ રજિસ્ટરમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે અને તેની સાથે US સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS)ની સત્તાઓમાં પણ વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી કેટલીક સ્થિતિમાં અરજદારોને સહી સુધારવાની તક મળતી હતી, પરંતુ હવે એવી કોઈ છૂટ આપવામાં આવશે નહીં. જો અરજી સ્વીકાર્યા પછી પણ સહીમાં ગડબડ જોવા મળશે તો USCIS અરજીને સીધી રદ કરી શકે છે. હાલમાં આ નિયમ અંગે જાહેર ટિપ્પણીઓ મંગાવવામાં આવી રહી છે અને 10 જુલાઈ 2026થી આ નિયમ સંપૂર્ણ રીતે લાગુ થશે.

હસ્તલિખિત સહીને સૌથી વધુ માન્યતા

નવા નિયમો અનુસાર હસ્તલિખિત સહીને સૌથી વધુ માન્યતા આપવામાં આવશે. પેનથી કરેલી સહીની સ્કેન કોપી પણ સ્વીકારવામાં આવશે. ઉપરાંત, મૂળ સહી કરેલા દસ્તાવેજોની ફોટોકોપી અથવા ફેક્સ કોપી પણ માન્ય ગણાશે. જોકે, ડિજિટલ રીતે જનરેટ થયેલી સહી, કોપી-પેસ્ટ કરેલી સહી, સહીના સ્ટેમ્પ અથવા કોઈ સોફ્ટવેરથી બનાવેલી સહી હવે સ્વીકારવામાં આવશે નહીં. અરજદાર સિવાય અન્ય કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી સહી પણ અમાન્ય ગણાશે, ભલે તે વકીલ કેમ ન હોય.

H-1B Visa

નાનો નિયમ પરંતુ અસરકારક

ઇમિગ્રેશન નિષ્ણાતોનું માનવું છે કે આ નિયમ નાનો લાગતો હોવા છતાં તેની અસર ખૂબ મોટી થઈ શકે છે. જો અરજી રદ થાય તો અરજદારની ફાઇલિંગ ફી પણ બગડી શકે છે અને ફરીથી અરજી કરવાની ફરજ પડી શકે છે. આવી સ્થિતિમાં ગ્રીન કાર્ડ અથવા H-1B પ્રક્રિયામાં લાંબો વિલંબ થઈ શકે છે. ખાસ કરીને PERM આધારિત I-140 અને અન્ય ઇમિગ્રેશન અરજીઓ માટે આ નિયમ વધુ મહત્વપૂર્ણ બની ગયો છે. નિષ્ણાતોએ અરજદારોને દરેક દસ્તાવેજ ચકાસીને જ સબમિટ કરવાની સલાહ આપી છે.

આ પણ વાંચો : સ્વિટ્ઝર્લેન્ડના વિઝા અને સાથે સાથે 4 લાખ રૂપિયાની આવક, જાણો કેવી રીતે?

આ નવા નિયમો માત્ર H-1B વિઝા માટે નહીં પરંતુ સમગ્ર અમેરિકન ઇમિગ્રેશન સિસ્ટમ માટે લાગુ થશે. અમેરિકામાં અભ્યાસ, નોકરી અથવા ગ્રીન કાર્ડ માટે અરજી કરનાર દરેક વ્યક્તિએ હવે દસ્તાવેજોની સહી બાબતે ખૂબ સાવચેત રહેવું પડશે. USCISએ સ્પષ્ટ કર્યું છે કે સહીમાં ભૂલ માટે હવે બીજી તક નહીં મળે. તેથી ભારતીય વિદ્યાર્થીઓ અને કામદારો માટે હવે અરજી કરતી વખતે નાનીથી નાની વિગતોનું ખાસ ધ્યાન રાખવું અત્યંત જરૂરી બની ગયું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

H1B Visa America Visa New USCIS Rules

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ