બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:37 PM, 16 May 2026
આજકાલ યુવાનોમાં વિદેશ જઈને અભ્યાસ અને કામ કરવાનો ક્રેઝ પહેલા કરતાં ઘણો વધી ગયો છે. ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ વધુ તક શોધી રહ્યા છે જ્યાં ઓછા ખર્ચે વિદેશમાં જઈને વર્લ્ડ ક્લાસ અનુભવ અને મોટી કારકિર્દી બનાવી શકાય. તો હવે ભારતીય વિદ્યાર્થીઓ માટે એક સારી તક સામે આવી છે. CERN દ્વારા સ્ટુડન્ટ્સ માટે ખાસ શોર્ટ ટર્મ ઇન્ટર્નશિપ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં પસંદગી પામનાર વિદ્યાર્થીઓને સ્વિટ્ઝરલેન્ડમાં કામ કરવાની અને શીખવાની તક મળશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
CERN વિશ્વની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત રિસર્ચ લેબોરેટરીઓમાંથી એક છે, જે Nuclear Physics અને વૈજ્ઞાનિક સંશોધન માટે જાણીતી છે. સ્વિટ્ઝરલેન્ડના જીનીવા નજીક આવેલી આ સંસ્થા દુનિયાભરના તેજસ્વી વિદ્યાર્થીઓ અને વૈજ્ઞાનિકો માટે પોતાના સપના પૂરા કરવા માટેની જગ્યા માનવામાં આવે છે. અહીં ઇન્ટર્નશિપ અને નોકરી માટે દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ અરજી કરે છે. હવે CERNએ પોતાના શોર્ટ ટર્મ ઇન્ટર્નશિપ પ્રોગ્રામ હેઠળ અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે ખાસ તક જાહેર કરી છે.
ADVERTISEMENT
આ ઇન્ટર્નશિપ મુખ્યત્વે ટેકનિકલ, એન્જિનિયરિંગ, એડમિનિસ્ટ્રેશન, લૉ, કોમ્યુનિકેશન અને ફાઇનાન્સ જેવા ક્ષેત્રોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે છે. કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓને 1 થી 6 મહિનાની ઇન્ટર્નશિપ આપવામાં આવશે, જેમાં તેઓને આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરવાની તક મળશે. આ દરમિયાન વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરની ટેક્નોલોજી, રિસર્ચ સિસ્ટમ અને પ્રોફેશનલ વર્ક કલ્ચરનો અનુભવ મળશે.
ADVERTISEMENT
ઇન્ટર્નશિપ માટે અરજી કરવા કેટલીક ખાસ શરતો પણ રાખવામાં આવી છે. પ્રથમ શરત મુજબ અરજદારનો દેશ CERNનો સભ્ય દેશ હોવો જોઈએ. સારા સમાચાર એ છે કે India CERNના સભ્ય દેશોમાં સામેલ છે, એટલે ભારતીય વિદ્યાર્થીઓ પણ આ તકનો લાભ લઈ શકે છે. ઉપરાંત અરજદાર હાલમાં Diploma, Bachelor’s અથવા Master’s કોર્સમાં અભ્યાસ કરતો હોવો જોઈએ. સાથે સાથે English અથવા French ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે. ઇન્ટર્નશિપ દરમિયાન વિદ્યાર્થી ફુલ-ટાઇમ સ્ટુડન્ટ હોવો પણ ફરજિયાત રહેશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
CERNમાં પસંદગી પામનાર વિદ્યાર્થીઓને ખૂબ જ આકર્ષક સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવશે. પસંદ થયેલા વિદ્યાર્થીઓને દર મહિને 3486 Swiss Franc એટલે કે અંદાજે 4 લાખ રૂપિયાથી વધુનું સ્ટાઇપેન્ડ મળશે. વિદ્યાર્થીઓ માટે આ માત્ર શીખવાની તક જ નહીં પરંતુ આર્થિક રીતે પણ મોટી સહાય બની શકે છે. ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને અન્ય પ્રોફેશનલ કેટેગરી અનુસાર સ્ટાઇપેન્ડમાં ફેરફાર હોઈ શકે છે.
CERN પોતાના ઇન્ટર્ન્સ માટે અનેક સુવિધાઓ પણ આપે છે. વિદ્યાર્થીઓને પેઇડ લીવ, એન્યુઅલ ક્લોઝર લીવ અને ઇન્સ્યોરન્સ જેવી સુવિધાઓ આપવામાં આવે છે. એટલું જ નહીં, સંસ્થા પરિવાર અને બાળકો માટે પણ કેટલીક સહાયકારી સુવિધાઓ પૂરી પાડે છે. આ કારણે CERNમાં ઇન્ટર્નશિપ કરવી માત્ર એક કોર્સ નહીં પરંતુ જીવન બદલનાર અનુભવ માનવામાં આવે છે.
આ પણ વાંચો : કેનેડામાં 5 ભારતીય મૂળના યુવકોની ધરપકડ, કારણ જાણી આંખો પહોળી થઇ જશે!
અરજી પ્રક્રિયા અંગે વાત કરીએ તો વિદ્યાર્થીઓ 30 જૂન સુધી અરજી કરી શકે છે. અરજી કરવા માટે CERN Official Website પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવું પડશે. અરજી દરમિયાન અપડેટેડ CV, Motivation Letter અને Reference Letter અપલોડ કરવાના રહેશે. વિદ્યાર્થીઓએ પોતાની પ્રોફાઇલ અને વિષય સંબંધિત માપદંડો સારી રીતે ચેક કર્યા બાદ જ અરજી કરવાની સલાહ આપવામાં આવી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.