ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / not salman khan ranaghat local administration made house for ranu mondal says her manager atindra chakraborty

VIRAL / રાનૂ મંડલને ઘર કોણે આપ્યું તે ખબર પડી ગઈ, મેનેજરનું નામ જાણીને ખુશ થઈ જશો

Published By: vtvAdmin

Last Updated: 08:29 PM, 31 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાનૂ મંડલ - છેલ્લાં કેટલાંક દિવસોથી ઈન્ટરનેટ પર બસ આ એક જ નામ ચર્ચાઈ રહ્યું છે. બંગાળના રાણાઘાટ રેલ્વે સ્ટેશન પર એક પ્યાર કા નગમા હૈ ગીત ગાતા રાનૂ મંડલનો આ વીડિયો એવો છવાયો કે તે રાતોરાત સ્ટાર બની ગઈ.

ADVERTISEMENT

ત્યાર બાદ રિયાલિટી શોમાં પણ દેખાઈ. આવા જ એક શો પર હિમેશ રેશમિયાએ પોતાની ફિલ્મ હૅપ્પી, હાર્ડી ઍન્ડ હીરમાં એક ગીત ગાવાની ઑફર કરી દીધી. રાનૂનો હિમેશ સાથે 'તેરી મેરી કહાની' ગીત રૅકોર્ડિંગનો વીડિયો પણ વાયરલ થયો હતો. 

હિમેશ રેશમિયા સાથે ગીત રૅકોર્ડિંગ કરતી વખતની તસવીર (Pic : Youtube Screenshot)

કેટલાંક દિવસો પહેલાં રાનૂ મંડલથી જોડાયેલી વધુ એક ખબર આગની જેમ મીડિયામાં ફેલાઈ છે. જેમાં કહેવાતું હતું કે રાનૂનો અવાજ સાંભળીને ઈમ્પ્રેસ થયેલા સલમાન ખાને તેમને 55 લાખનું ઘર ગિફ્ટ કર્યુ છે. આ ખબર માર્કેટમાં આવતાની સાથે જ ભયાનક રીતે ફેલાઈ ગઈ. સૌ કોઈ સૂત્રો અને રિપોર્ટ્સનો હવાલો આપી છાપવા લાગ્યાં. બાદમાં ખ્યાલ આવ્યો કે સલમાન અને રાનૂ વિશે જે ખબરો આવી તે ખોટી હતી. 

રાનૂ માટે બની રહ્યું છે નવું ઘર

જો કે આ વાત સાચી છે કે રાનૂ મંડલ માટે ઘર બની રહ્યું છે. પરંતુ આ કામ સલમાન ખાન નથી કરી રહ્યો. તો સવાલ એ છે કે તો પછી રાનૂ માટે ઘર કોણ બનાવી રહ્યું છે. અંગ્રેજી અખબાર હિન્દુસ્તાન ટાઈમ્સે આ વાતની ખરાઈ કરવા માટે રાનૂ મંડલને ફોન કર્યો હતો. જ્યારે અખબારે આ વિશે રાનૂને પૂછ્યું તો તેણે ફોન અતિંદ્ર ચક્રવર્તીને પકડાવી દીધો. 

રાનૂ મંડલ સાથે અતિન્દ્ર ચંક્રવર્તી

જેણે રાનૂને સ્ટાર બનાવી હવે તે તેનો મેનેજર

હવે, અતિન્દ્ર રાનૂ મંડલનો મેનેજર છે. અતિન્દ્ર એ જ વ્યક્તિ છે જેણે રેલ્વે સ્ટેશન પર રાનૂ મંડલનો વીડિયો રેકોર્ડ કરી તેને સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો. અતિન્દ્રએ સલમાન દ્વારા રાનૂને ઘર આપવાની આ વાતને ખોટી ગણાવી હતી. 

અતિન્દ્રએ કહ્યું કે,

આ ફેક ન્યૂઝ છે. અફવાઓ ફેલાયા બાદ મારી પાસે આ બાબતે ઘણાં કૉલ્સ આવ્યા હતાં. તેમને આ પ્રકારની કોઈ પણ ઑફર નથી આપવામાં આવી. રાનૂ મંડલ માટે જે ઘર બનાવાઈ રહ્યું છે તે રાણાઘાટ પ્રસાશન તરફથી આપવામાં આવ્યું છે. જે ચૅનલે તેમને લાઈવ પર્ફોર્મન્સની તક આપી તેમણે જ સ્થાનિક પ્રસાશની સાથે મળીને આધાર કાર્ડ બનાવવામાં મદદ કરી. 

ઘણી ઓફરો મળી રહી છે

અતિન્દ્રએ વધુ કહેતાં જણાવ્યું કે

રાનૂને બૉલીવુડ, બંગાળી અને દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાંથી ઘણાં પ્રસ્તાવ મળી રહ્યાં છે. એક દિવસ પહેલાં જ અમને A. R રહેમાનની ઓફિસથી ફોન આવ્યો હતો. સોનુ નિગમ પણ રાનૂજી સાથે સહયોગ કરવામાં રૂચિ દેખાડી રહ્યાં છે. બૉલીવુડથી મળી રહેલી ઑફરની સાથે અમે આ પ્રસ્તાવો પર ધ્યાન આપી રહ્યાં છીએ. 

તેણે જણાવ્યું કે રાનૂને પણ લાઈવ પર્ફોમ્ન્સ માટે કેટલાંક પ્રસ્તાવો મળ્યાં છે. જો કે આ બધી ગતિવિધિઓની વચ્ચે રાનૂ માને છે કે તેમની સાથે જે થઈ રહ્યું છે તે કંઈ પણ સમજી નથી શકી રહ્યાં. 

અતિન્દ્ર મારા દીકરા જેવો

આ ખબર મને ખૂબ ગમી રહી છે કે લોકો મારા પ્રેમ વરસાવે છે. મારી સાથે કામ કરવા માંગે છે. મેં મારું તમામ કામ અતિન્દ્રને સંભાળવા માટે સોંપી દીધું છે. આ ઉંમરમાં આ બધું સમજવું ખૂબ  જ ભારે પડે છે. ત્યાં સુધી કે મારી પાસે એક ફોન પણ નથી. અતિન્દ્ર મને દરેક વસ્તુ શીખવાડે છે. તે મારા દીકરા જેવો છે. 

રાનૂ મંડલ મૂળ સ્વરૂપથી પશ્ચિમ બંગાળની છે. બાળપણમાં જ મુંબઈ ચાલ્યા ગયા બાદ તેના લગ્ન અહીં બાબુલ મંડલથી થયાં હતાં. પરંતુ પતિના દેહાંત બાદ રાનૂ ફરીથી પશ્ચિમ બંગાળ પરત ફરી હતી. પરત ફર્યા બાદ તે સતત રસ્તાઓ પર અને રેલ્વે સ્ટેશન પર ગીતો ગાવા લાગી. સોશ્યલ મીડિયા પર ખબર વાયરલ થયા બાદ હવે તે સ્ટાર બની ચૂક્યાં છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Atindra Chakraborty Ranu mondal Salman khan himesh reshammiya રાનૂ મંડલ Ranu Mondal Viral Video

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ