બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / North Korean dictator Kim Jong Un gave a big statement said Be prepared for war

નિવેદન / 'યુદ્ધ માટે તૈયાર રહેજો', ફરીવાર ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને આપ્યું મોટું નિવેદન

Published By: Megha

Last Updated: 09:11 AM, 11 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વમાં ત્રીજા વિશ્વ યુદ્ધનો ખતરો તોળાઈ રહ્યો છે! એક તરફ રશિયા-યુક્રેન તો બીજી તરફ ઈઝરાયલ-ગાઝા અને હવે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને પણ યુદ્ધ માટે તૈયાર રહેવા કહ્યું છે.

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનને લોકો તેના નિર્ણયો અને વિચિત્ર નિવેદનો માટે જાણે છે. કિમ શું અને ક્યારે બોલવા જઈ રહ્યો છે તેની આગાહી કરવી ખૂબ જ મુશ્કેલ છે. સાથે જ તેઓ અવારનવાર પોતાની મિસાઈલના પરિક્ષણને લઈને સમાચારોમાં રહે છે. તાજેતરમાં જ ઉત્તર કોરિયાએ પણ હાઇપરસોનિક મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. કિમ સતત પોતાની સૈન્ય શક્તિમાં વધારો કરી રહ્યો છે પરંતુ હવે કિમ જોંગે કંઈક એવું કહ્યું છે જેના કારણે દુનિયાના તમામ દેશોનો તણાવ વધી ગયો છે.  

એક રીતે એમ પણ કહી શકીએ લે વિશ્વમાં ત્રીજા વિશ્વ યુદ્ધનો ખતરો તોળાઈ રહ્યો છે. એક તરફ રશિયા અને યુક્રેન તો બીજી તરફ ઈઝરાયલ અને ગાઝા અને હવે ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન તરફથી આવી રહેલા નિવેદનથી ત્રીજા વિશ્વયુદ્ધનો ખતરો દેખાઈ રહ્યો છે. કિમ જોંગ ઉન સતત પોતાની સૈન્ય શક્તિ વધારવામાં લાગેલા છે અને જો અહેવાલોનું માનીએ તો કિમ જોંગ ઉને તાજેતરમાં જ યુદ્ધ માટે તૈયાર રહેવા માટે પણ કહ્યું છે.

વાસ્તવમાં ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન પોતાના પાડોશી દક્ષિણ કોરિયાને પોતાનો સૌથી મોટો દુશ્મન માને છે. એવું માનવામાં આવે છે કે ઉત્તર કોરિયાની સૈન્ય તૈયારીઓના કેન્દ્રમાં દક્ષિણ કોરિયા છે અથવા એમ પણ કહી શકાય કે કિમ દક્ષિણ કોરિયાનો સામનો કરવા માટે પોતાના શસ્ત્રોના શસ્ત્રાગારમાં વધારો કરી રહ્યો છે. 

એક રિપોર્ટ અનુસાર ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન બુધવારે દેશની મુખ્ય સૈન્ય યુનિવર્સિટીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન કિમ જોંગ ઉને કહ્યું કે દેશભરમાં બધુ બરાબર નથી અને તેનો અર્થ એ છે કે હવે આપણે પહેલા કરતા વધુ યુદ્ધ માટે તૈયાર રહેવું પડશે. મુખ્ય સૈન્ય યુનિવર્સિટીનું નિરીક્ષણ કરતી વખતે કિમ જોંગ ઉને કહ્યું કે 'તેમના દેશની આસપાસની અસ્થિર ભૌગોલિક રાજકીય પરિસ્થિતિઓનો અર્થ એ છે કે હવે યુદ્ધનો સમય છે અને તેના માટે તૈયાર રહેવું પડશે.'

વધુ વાંચો: PM મોદીને મળવા આવી રહ્યાં છે એલન મસ્ક, રૂ. 4 હજાર કરોડના રોકાણનું લક્ષ્ય, ગુજરાતમાં છે મોટું આયોજન!

એ વાત તો જાણીતી જ છે કે ઉત્તર કોરિયા તેની પરમાણુ ક્ષમતામાં સતત વધારો કરી રહ્યું છે. ઉત્તર કોરિયા 2003માં પરમાણુ અપ્રસાર સંધિમાંથી ખસી ગયું હતું અને ત્યાર બાદ તેણે 2006થી 2017 વચ્ચે છ વખત પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ કર્યું છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Kim Jong Un Kim Jong Un news North Korea Kim Jong Un North Korea Supreme Leader Kim Jong Un dictator kim jong un Kim Jong Un

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ