બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / ભારત / અન્ય જિલ્લા / Elon Musk is coming to meet PM Modi

મુલાકાત / PM મોદીને મળવા આવી રહ્યાં છે એલન મસ્ક, રૂ. 4 હજાર કરોડના રોકાણનું લક્ષ્ય, ગુજરાતમાં છે મોટું આયોજન!

Priyakant

Last Updated: 08:28 AM, 11 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Elon Musk in India Latest News : PM મોદી સાથેની મુલાકાત બાદ તેઓ ભારતમાં ટેસ્લા પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી શકે છે, મસ્કની કંપની ભારતમાં ટેસ્લા કારના ઉત્પાદન પ્લાન્ટ માટે શોધી રહી છે સ્થાન

Elon Musk in India : અમેરિકન ઇલેક્ટ્રિક કાર મેન્યુફેક્ચરિંગ કંપની ટેસ્લાના માલિક એલન મસ્ક આ મહિનાના અંતમાં ભારતની મુલાકાતે આવવાના છે. વાત જાણે એમ છે કે, એલન મસ્કે બુધવારે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાની આતુરતા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મસ્ક આ મહિને 22 થી 27 એપ્રિલની વચ્ચે ભારતની મુલાકાતે આવે તેવી શક્યતા છે. PM મોદી સાથેની મુલાકાત બાદ તેઓ ભારતમાં ટેસ્લા પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી શકે છે. મસ્કની કંપની ભારતમાં ટેસ્લા કારના ઉત્પાદન પ્લાન્ટ માટે સ્થાન શોધી રહી છે. એવું માનવામાં આવે છે કે, મસ્ક શરૂઆતમાં ભારતમાં $200 કરોડનું રોકાણ કરી શકે છે. 

એક ચર્ચા એવી પણ છે કે, ગુજરાત કે મહારાષ્ટ્રમાં કોઈ જગ્યાએ ટેસ્લાના પ્લાન્ટની જાહેરાત થઈ શકે છે. એવી અટકળો પણ છે કે,  ટેસ્લા ભારતીય સમૂહ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે વાતચીત કરી રહી છે, કારણ કે મસ્ક ભારતમાં કામગીરી માટે સ્થાનિક ભાગીદારો સાથે કામ કરવા માંગે છે. ઘણા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ટેસ્લાને મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ફેક્ટરી સ્થાપવા માટે જમીનની શોધ કરવામાં આવી રહી છે.

આ વર્ષે માર્ચમાં સરકારે ભારતની ઇલેક્ટ્રિક વાહન નીતિ રજૂ કરી છે. તેનો ઉદ્દેશ્ય ભારતને EVs માટે ઉત્પાદન હબ તરીકે પ્રમોટ કરવાનો છે. આ સિવાય મેન્યુફેક્ચરિંગ સુવિધાઓ સ્થાપિત કરવા અને ઉત્પાદન શરૂ કરવા માટે 4,150 કરોડ રૂપિયાનું લઘુત્તમ રોકાણ અને ત્રણ વર્ષની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. તેમાં 50 ટકા સ્થાનિક મૂલ્ય વધારા માટે પાંચ વર્ષની સમય મર્યાદા પણ છે. નીતિ રોકાણકારો માટે વાહનોની આયાત પરની ડ્યુટી પણ ઘટાડે છે.

વધુ વાંચો: PM મોદી હવે ભારતનો ચહેરો...' અમેરિકન સાંસદે વડાપ્રધાનની કરી પ્રશંસા, રશિયા વિશે કહી મોટી વાત

ભારતને લઈ એલન મસ્કે શું કહ્યુ ? 
ગયા વર્ષે જૂનમાં PM મોદીએ અમેરિકાની મુલાકાત દરમિયાન મસ્ક સાથે મુલાકાત કરી હતી. રાજ્યની મુલાકાતે અમેરિકા પહોંચેલા PM મોદીએ વિશ્વની ટોચની હસ્તીઓ સાથે મુલાકાત કરી હતી. ન્યુયોર્કમાં ટેસ્લા અને સ્પેસએક્સના CEO એલન મસ્ક સાથેની વાતચીત ખૂબ ચર્ચામાં રહી હતી. વડાપ્રધાન મોદીને મળ્યા બાદ મસ્કે કહ્યું હતું કે, PM મોદી હંમેશા રોકાણ માટે પ્રેરણા આપે છે. તેમણે કહ્યું હતું કે, તે ભારતના ભવિષ્યને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. મસ્કના મતે વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં સૌથી વધુ ક્ષમતા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ