કૉમેડિયન અને અભિનેતા સુનીલ ગ્રોવરે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને પત્ર લખીને અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમને પકડવા માટે રજૂઆત કરી છે. સુનીલ ગ્રોવરે આ પત્રમાં લખ્યું છે કે 1993 મુંબઈ બ્લાસ્ટમાં દાઉદની ભૂમિકાના સંદર્ભમાં તેના પર કેસ ચલાવવા માટેની પ્રક્રિયાને ઝડપી કરવામા આવે અને તેની ધરપકડ કરવામાં આવે.
સુનીલ ગ્રોવરે તેની આગામી ફિલ્મ કોફિ વિથ ડીના પ્રચાર માટે આ પત્ર શેર કરવામા આવ્યો છે. આ ફિલ્મની સ્ટોરી પત્રકારની આસપાસ ફરે છે જે દાઉદ ઈબ્રાહિમનું ઈંટરવ્યૂ લેવાની કોશિસ કરી રહ્યો છે. ફિલ્મના અંતમાં તેની કોશિશ સફળ નિવડે છે અને તે દાઉદનું ઈંટરવ્યૂ કરે છે. આ ફિલ્મનું નિર્દેશન વિશાલ શર્માએ કર્યું છે.
પ્રધાનમંત્રી મોદીને લખવામાં આવેલા પત્રમાં ગ્રોવરે લખ્યું છે કે જે જાણે છે કે દાઉદને પકડવામાં સમય લાગશે. સુનિલ ગ્રોવરે પત્રમાં લખ્યું છે કે ભારતના લોકોને એક એવું પ્લેટફોર્મ પુરૂ પાડવામાં આવે જેના ઉપયોગ કરી લોકો હજારો સવાલો પૂછી શકે લોકો દાઉદને પોતાના ગુના કબૂલ કરતા જોઈ શકે. આ પત્રમાં ખાસ લાગી રહ્યું છે કે સુનીલ ગ્રોવરે પોતાની ફિલ્મના પ્રમોશન માટે તેનો ઉપયોગ કર્યો છે. પત્રની શરૂઆતમાં ગ્રોવરે મોદી દ્વારા કરવામાં આવેલા મેક ઈન ઈંડિયા સ્વચ્છ ભારત અભિયાન અને નોટબંધીની પ્રશંસા કરી છે. આ સાથે ગ્રોવરે ભારતીય સેના દ્વારા સીમા પાર કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકનો પણ ઉલ્લેખ કર્યો છે.