ભગવાન જગતન્નાથજીની 139મી રથયાત્રા છે. જેમાં CM આનંદીબહેન પટેલ બીજી વખત પહિંદવિધી કરાવીને રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. અને ભગવાન જગન્નાથજી ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીએ અમદાવાદામાં નગરચર્યા કરી ભક્તોને દર્શ આપ્યા. હવે ભગવાનના રથ નીજ મંદિર પરત ફરી ગયા છે. હવે જમાલપુર સ્થિત મંદિરમાં સંધ્યાની મહાઆરતી થશે. એકંદરે શાંતીપૂર્ણ રીતે ભગવાન જગન્નાથજીની 139મી રથયાત્રા સંપન્ન થઈ છે.
ભગવાન જગન્નાથનો રથ નંદીઘોષ તરીકે ઓળખાય છે. કહેવાય છે કે આ રથ ઇંદ્ર દ્વારા આપવામાં આવ્યો છે. જયારે બલરામજીના રથનું નામ તાલ ધ્વજ છે. એવી વાયકા છે કે આ રથ તાળવાન દેવતાઓએ આપેલો છે અને તેથી તેનું નામ તાલધ્વજ છે. અને સુભદ્રાજીના રથને પદ્માધ્વજ તરીકે ઓળખવામાં આવે છે. રથયાત્રામાં સૌથી પહેલા આગળ મોટાભાઇ બલદેવ વચ્ચે બહેન સુભદ્રા અને છેલ્લે જગન્નાથજીની સવારી હોય છે.
સોમવારે સવારે ભગવાન જગન્નાથજી મોટાભાઇ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે મોસાળથી પરત ફર્યા છે ત્યાર બાદ ગર્ભગૃહમાં પ્રવેશ કરાયો હતો નેત્રોત્સવ વિધી કરવામાં આવી હતી.
રથયાત્રાની સંપૂર્ણ માહિતી
(8:35 PM) અમદાવાદ: ભગવાન જગન્નાથજીની 139મી રથયાત્રા શાંતીપૂર્ણ રીતે સંપન્ન
(8:32:11 PM) જમાલપુર મંદિરમાં હવે સંધ્યા મહાઆરતી થશે
(8:30:11 PM) ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીનો રથ જમાલપુર નીજ મંદિર પરત ફર્યા
(8:10:11 PM) મહંત દિલીપદાસજી જમાલપુર મંદિરે પહોંચ્યા
(7:59:11 PM) રાજ્યગૃહ પ્રધાન રજની પટેલ નીજ મંદિર પહોંચ્યાં
સંધ્યા આરતીમાં લેશે ભાગ
(7:24:50 PM) ભગવાન જગન્નાથજીનો રથ માણેકચોક પહોંચ્યો
(7:12:50 PM) ગજરાજ નિજ મંદિર પહેચ્યા
(7:09:19 PM) ગ્યાસુદ્દીન શેખે દિલીપદાસજી મહારાજનું સ્વાગત કર્યું
શાલ ઓઢાડીને સ્વાગત કર્યું
(6:52:34 PM) શાહપુરમાં રંગીલા ચોકી પાસે કબૂતર ઉડાડયા
કબૂતર ઉડાડીને નાગરિકોએ શાંતિનો સંદેશ આપ્યો
(6:37:39 PM) શાહપુર વિસ્તારામાં રથયાત્રા
(6:37:18 PM) અમદાવાદના કોટના વિસ્તારોમાં ભગવાન જગન્નાથની નગરચર્યા
મોટી સંખ્યામાં લોકો કરી રહ્યા છે ભગવાનના દર્શન
મુસ્લિમ બિરાદરોએ પણ રથયાત્રાનું કર્યુ ઠેરઠેર સ્વાગત
(6:35:24 PM) VTVની SELFEE WITH નગરચર્યાને મળી રહ્યો છે જોરદાર પ્રતિસાદ
વિદેશથી મળી રહી છે SELFEE
ફોન દ્વારા વિદેશમાં વસતા ગુજરાતીઓ આપી રહ્યાં છે VTVને અભિનંદન
રથયાત્રાના અદભૂત કવરેજ બદલ આપી રહ્યાં છે દેશવિદશના લોકો અભિનંદન
એમેરિકા ઓસ્ટ્રેલિયા સાઉથ આફ્રિકા અને યુગાન્ડાથી આવી રહ્યાં છે
(6:18:59 PM) ભગવાન જગન્નાથનો રથ શાહપુરમાં પ્રવેશ્યો
જય રણછોડના નાદ સાથે શાહપુર ગુંજી ઉઠયું
(5:57:41 PM) રથ દિલ્હી ચકલાથી શાહપુર તરફ રવાના
(5:52:44 PM)
દરિયાપુરમાં કોમી એકતાના અભૂતપૂર્વ દ્રશ્યો
દરિયાપુરમાં રથયાત્રાનું મુસ્લિમ બિરાદરોએ કર્યુ સ્વાગત
દિલીપદાસજી મહારાજ અને મહેદ્ર ઝાનું કર્યુ પાઘડી પહેરાવીને સ્વાગત
(5:39:38 PM) જગન્નાથ ભગવાનનો રથ દિલ્હી ચકલા પહોંચ્યો
(5:34:16 PM) મોટાભાગનું અમદાવાદ રથયાત્રાને નિહાળવા ઉમટયું
પશ્ચિમ વિસ્તારમાં રહેતાં અનેક લોકો પણ ભગવાનની નગરચર્યાના સાક્ષી બન્યાં
(5:31:23 PM) રથનું હેંડલનું તાત્કાલિક સમારકામ કરાયું
સમારકામ બાદ રથ પ્રેમ દરવાજાથી આગળ વધ્યો
(5:29:02 PM) અપડેટ : ઇસ્કોન રથયાત્રા આનંદનગર ચાર રસ્તા પહોંચી
(5:24:37 PM) વિદેશમાં વસતા ગુજરાતીઓએ રથયાત્રા www.vtvgujarati.com ઉપર સતત નિહાળી
(5:22:03 PM) રથયાત્રાની ખડેપગે સલામતીમાં લાગેલા અમદાવાદના પોલીસકર્મીઓ જ પરેશાન
વહેલી સવારથી જ તૈનાત કરાયેલા પોલીસકર્મીઓને જમવાનું ન મળ્યું
પોલીસ કર્મીઓો આપવામાં આવેલા ફૂડપેકેટ ફેકી દેવા પડયા
ખાવાનાની ગુણવત્તા યોગ્ય ન હોવાને કારણે પોલીસકર્મીઓને ફૂડપેકેટ ફેંકી દેવા પડયાં
(5:14:34 PM)
અમદાવાદ
રથયાત્રા દરમિયાન બલમારજીનો રથ અટ~યો
બલરામજીના રથનું હેંડલ તૂટયું
હેંડલ તૂટતાં રથ પ્રેમદરવાજા પાસે અટકાવ્યો
(5:13:23 PM) રથયાત્રાના કવરેજમાં VTV રહ્યું અગ્રેસર
VTVના રથયાત્રાના કવરેજને વિદશમાં પણ અભૂતપૂર્વ પ્રતિસાદ
વિદેશમાં રહેતાં ગુજરાતીઓોએ શેર કરી પોતાની SELFEE
ઓસ્ટ્રેલિયા અમેરિકા સાઉથ આફ્રિકામાંથી મોકલી જગન્નાથ સાથે SELFEE
વિદેશમાં વસતા ગુજરાતીઓએો ફોન કરીને VTVને આપ્યાં અભૂતપૂર્વ કવરેજ માટે અભિનંદન
(5:12:47 PM) VTVના રથયાત્રાના કવરેજને વિદશમાં પણ અભૂતપૂર્વ પ્રતિસાદ
વિદેશમાં રહેતાં ગુજરાતીઓોએ શેર કરી પોતાની SELFEE
ઓસ્ટ્રેલિયા અમેરિકા સાઉથ આફ્રિકામાંથી મોકલી જગન્નાથ સાથે SELFEE
વિદેશમાં વસતા ગુજરાતીઓએો ફોન કરીને VTVને આપ્યાં અભૂતપૂર્વ કવરેજ માટે અભિનંદન
(5:04:13 PM) પશ્ચિમ વિસ્તારની આ બીજી સૌથી મોટી રથયાત્રા
પોરબંદરઃ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી
(4:57:57 PM) રથયાત્રામાં ઇસ્કોનના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા
(4:56:51 PM) ગજરાજો ઘી કાંટા રોડ પર પહોંચ્યા
(4:56:22 PM) રથ આનંદનગર રોડ પહોંચ્યો
આ વર્ષે 35 ફૂટ ઉંચો રથ તૈયાર કરાયો
(4:56:03 PM) રથ દરિયાપુર પહોચ્યા
(4:51:55 PM) ભજનમંડળી અને મહંતની ગાડી પ્રેમ દરવાજા પહોચ્યો
(4:49:24 PM) અમદાવાદઃ ઈસ્કોન મંદિરે રથયાત્રાનુ પ્રસ્થાન
(4:40:18 PM) અમદાવાદઃ સંધ્યા બાદ થશે નાઈટ વિજન કેમરાનો ઉપયોગ
સંવેદનશીલ વિસ્તારોમાં નાઈટ વિજન કેમરાથી ન{ર
સુરક્ષાને લઈને ચૂસ્ત બદોબસ્ત
(4:35:39 PM) સુરત
ભગવાન જગન્નાથની નગરયાત્રામાં ઉત્સાહ
મુસ્લીમ સમાજે રથયાત્રા જગન્નાથયાત્રા કર્યુ સ્વાગત
કોમી એખલાસનો મહોલ વચ્ચે નાથની નગરચર્યા
(4:35:06 PM) શણગારેલ ટ્રકો શાહપુર પહોચી
સંવેદન સીલ વિસ્તારને લઇને ખાસ સુરક્ષા વ્યવસ્થા
(4:19:55 PM) શાહપુર ચાર રસ્તા પહોચ્યો રથ
(3:59:52 PM) ગજરાજની સવારી શાહપુર પહોંચી
(3:46:44 PM) બોટાદ :ગઠડામાં 23 મી રથયાત્રાનો પ્રારંભ
વિધાન સભા ઉપાધ્યક્ષ આત્મરામ પરમાર જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના આગેવાન હાજર
આત્મારામે પરમારે રથયાત્રાને કરાવ્યુ પ્રસ્થાન
(3:42:34 PM) વડોદરામાં રથયાત્રાનો પ્રારંભ
મંત્રી સૈરભભાઈ પટેલે કરી પહિદ વિધિ
મેયર ભરત ડાગર અને સાંસદ રંજનબહેન ભટ્ટ કરાવ્યુ રથયાત્રાને પ્રસ્થાન
(3:41:29 PM) શાંતિ પૂર્ણ અને સૌહાદપૂર્ણ રીતે પસાર થઇ રહી છે રથયાત્રા
સમગ્ર રાજ્યમાં કોમી એ~તાના વાતાવરણ વચ્ચે પસાર થઇ રહી છે રથયાત્રા
(3:34:26 PM) દિલ્હી ચકલા પાસે ટ્રકો પહોચ્યયા
ભારતીય સંસ્કૃતીની ઝાંખી કરાવતા ટ્રકની સવારી દિલ્હી ચકાલા પહોચી
(3:28:30 PM) અમદાવાદઃ કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખ રથયાત્રામાં જોડાયા
તંબુ ચોકી થી ગ્યાસુદ્દિન શેખ જોડાયા
(3:25:34 PM)સુરત ભગવાન જગન્નાથજીની રથયાત્રાનુ પ્રસ્થાન
હજારોની સંખ્યામાં ભાવિક ભ~તો જોડાયા
સાસંદો ધારાસભ્યો અને અધિકારીઓ રહ્યા ઉપસ્થિત
22 કીમી લાંબી રથયાત્રાનુ પ્રસ્થાન
સ્ટેશન થી ઇસ્કોન મંદિર સુધી જગન્નાથજીની નગરચર્યા
(3:19:34 PM) ગજરાજો દિલ્હી ચકલા પહોચ્યા
(3:18:45 PM) અમદાવાદ : શાહપુર વિસ્તારમાંથી મૈયત નિકળી
પોલીસે શાહપુરમાં સુરક્ષા માટે બંધ કરેલ માર્ગ ખુલ્લો કર્યો
હિન્દુ-મુસ્લીમ એ~તાનું પ્રતિક
(3:11:59 PM) અમદાવાદ : તંબુ પોલીસ ચોકી આગળથી ગજરાજ પસાર થયા
સંવેદનશીલ વિસ્તાર હોવાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત
(3:09:17 PM) વડોદરા : રથયાત્રાની શરૂઆત
ઉર્જા મંત્રી સૌરભ પટેલ સાંસદ રંજન બહેન ભટ્ટા
મેયર ભરત ડાંગર સહિતના નેતાઓ હાજર રહ્યાં
મેયર ભરત ડાંગરે પશહદ વિધી કરી
થોડીવારમાં રથ પ્રસ્થાન કરશે
(3:06:38 PM) સાબરકાઠાઃ ભગવાન જગન્નાથની 18મી રથયાત્રા નિકળી
રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટયા
મુસ્લીમ બિરાદરોએ પણ આપી હાજરી
(3:02:05 PM) અમદવાદઃગરૂકુલમાં જગન્નાથની આરતીનો પ્રારંભ
કેદ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા અને AUDAના ચેરમેન ભૂપેદ્ર પટેલ હાજર
(2:43:51 PM) ગજરાજો પ્રેમદરવાજા પહોચ્યા
સંસ્કૃતીની ઝાંખી કરવાતી ટ્રકો પણ પસાર થઇ
(2:42:26 PM) રથયાત્રામાં પાણીનો છંટકાવ કરાયો
ગરમીના કારણે લોકોને રાહત આપવા પાણીનો છંટકાવ
(2:26:44 PM) અમદાવાદ : પરસોત્તમ રૂપાલા ગુરૂકુળ પહોંચ્યાં
ભગવાન જગન્નાથના દર્શન કર્યા
રથયાત્રામાં ભાગ લેશે
(2:18:01 PM) સરસપુરમાં ભ~તોનુ ઘોડાપુર
3 શ્રદ્ધાળુઓ બેહોશ થયા
સારવાર અર્થે હોસ્પીટલ ખસેડાયા
(1:52:51 PM) મોસાળમાં થયું ભગવાનનું ભવ્ય સ્વાગત વૈદિક મંત્રોચ્ચાર સાથે મામેરાની વિધિ સંપન્ન
ભગવાનને સોના ચાંદીના દાગીના વાઘા અર્પણ કરાયા
(1:46:47 PM) રથયાત્રાનું સરસપુરમાં ભવ્યાતિભવ્ય સ્વાગત
ભગવાન જગન્નાથ બલભદ્ર અને સુભદ્રાજી મામાના ઘેર પહોંચ્યા
ત્રણે ભાઇબહેનોનો સ્નેહપૂર્વક આવકાર અપાયો
રથયાત્રાનું નિજ મંદિર તરફ પ્રયાણ
ગજરાજો અખાડા અને ટ્રકો નિજ મંદિર તરફ પરત ફરી રહી છે
જય જગન્નાથના નાદથી ગુંજી રહ્યુ છે સરસપુર
હજારોની ભીડ બન્યુ મામેરાનું સાક્ષી
(1:10:03 PM) સરસપુર મંદિરમાં પણ ઉત્સાહ અને આનંદનો માહોલ
મોસાળ પક્ષમાં ભાણેજને વધાવવા અનેરો ઉત્સાહ
(1:08:58 PM) રથ સરસપુર તરફ વધી રહ્યાં છે આગળ
જેમજેમ રથ મોસાળ તરફ જઇ રહ્યાં છે તેમતેમ સરસપુરમાં અનેરો ઉત્સાહ
જય જગન્નાથના ગુંજી રહ્યાં છે સરસપુરમાં નાદ
(1:03:51 PM) મોસાળમાં લેશે બે લાખથી વધુ ભકતો પ્રસાદ
પ્રસાદમાં બુંદી પૂરી દાળ-ભાત શાક
પોલીસકર્મી માટે જમાણવારની વિશેષ વ્યવસ્થા
ફૂડ પેકેટ દ્વારા પોલીસકર્મીઓને આપવામાં આવ્યો જમણવાર
(12:59:09 PM) ભગવાન મોસળ તરફ જવા રવાના
જગન્નાથજીની રાહ જોઇ રહ્યા છે મોસાળમાં ભકતો
(12:38:44 PM) અમદાવાદમાં અમી છાંટણા
રથયાત્રાના પવિત્ર દિને અમી છાંટણા
અષાઢી બીજને દિવસે અમી છાંટણા સારા ચોમાસાની નિશાની
(12:17:20 PM) રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે નાથની નગરચર્યાં
અમદાવાદમાં પણ કોમી એખલાસભર્યુ વાતાવરણ
(12:13:16 PM) VTVના સેલ્ફી કેમ્પેઈનને મળ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ
હજારોની સંખ્યામાં ભાવિકોએ શેર કરી સેલ્ફી
દેશ-વિદેશથી ભાવિકો સેલ્ફીના માધ્યમથી VTV સાથે જોડાયા
(11:56:45 AM) અખાડા કાલુપુર પહોચ્યાં
(11:35:06 AM) ગજરાજો પહોચ્યા સરસપુર
(11:34:26 AM) ભગવાન જગન્નાથનો રથ રાયપુર પહોચ્યો
ભ~તોમાં ભારે ઉત્સાહ
(11:33:11 AM) ભજન મંડળીઓ રાયપુર પહોચી
થોડીવારમાં ભગવાન જગન્નાથનો રથ રાયપુર પહોચશે
(11:43:17 AM) ગજરાજો સરસપુર આવી પહોંચ્યાં
(11:42:54 AM) સરસપુરમાં ભ~તો માટે ભાદર શરૂ
રણછોડ રાય મંદિરના ભંડારમાં સંતો માટે જમણની વ્યવસ્થા
(11:39:37 AM) પરંપરાગત ઝાંખીઓ કાલુપુર બ્રિજ ઉપર પહોંચી
મોટી સંખ્યામાં લોકો કાલુપુર બ્રિજ ઉપર ઉમટયાં
(11:21:48 AM) રથ ખાડીયા પહોંચ્યો
જય જગન્નાથના જયઘોષ સાથે ચકલેશ્વર મહાદેવ પહોંચ્યા
(11:18:48 AM) રથનું પરંપરાગત રીતે થઇ રહ્યું છે સ્વાગત
ઢાળની પોળમાં પરંપરાગત રીતે ખલાસીઓ ઉપર પાણી છાંટીને ઠંડક કરવામાંઆવી
(11:12:17 AM) રથ ઢાળની પોળથી ખાડિયા તરફ જવા રવાના
મોટી સંખ્યામાં ભતજનો ઉમટયાં
રથનું પરંપરાગત રીતે થઇ રહ્યું છે સ્વાગત
(10:59:12 AM) રથ કોર્પોરેશનથી ઠાળની પોળ તરફ જવા નિકળ્યા
(10:56:25 AM) ગાંધીનગર
સેકટર-6ની ચોકડી પાસે નવ નિયુકત કેદ્રિય પ્રધાન રૂપાલાએ રથયાયાનુ કર્યુ સ્વાગત
(10:47:04 AM)બનાસકાઠાઃપાલનપુર ભગવાના જગન્નાથની રથયાત્રા નિકળી
શહેરના રસ્તા પર જગન્નાથની નગરયાત્રા
મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા
લોકોમાં ઉત્સાહનો મહોલ
(10:39:13 AM) મેયર સહિત મનપાના અધિકારીઓએ જગન્નાથજીનુ ભવ્ય સ્વાગત કર્યુ
(10:29:28 AM) રથ એએમસી પહોચ્યા
રથનું એએમસીમાં ભવ્ય સ્વાગત
(10:24:07 AM) ગજરાજ કાલુપુર પહોંચ્યા
મોટી સંખ્યામાં ભકતજનો ઉમટયાં
(10:21:22 AM) મહંત દિલીપદાસજી મહારાજ ખાડિયા પહોચ્યા
ભુષણ ભટ્ટે દિલીપદાસજીનુ સ્વાગત કર્યુ
મંત્રી શંકર ચોધરી અને પ્રદિપશસહ જાડેજા પણ એએમસીમાં ઉપસ્થિત
(10:21:21 AM) ગજરાજની સવારી કાલુપુર પોંહચી
(10:17:08 AM) મેયર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ એએમસીમાં ઉપસ્થિત
(10:15:34 AM) રથયાત્રા ખમસા પોલીસ ચોકી પહોંચી
રથ થોડીવારમાં પહોંચશે એએમસી
(9:49:12 AM) અખાડા રાયપુર પહોંચ્યા
ગજરાજ ખાડિયા તરફ જવા નિકળ્યા
(9:40:03 AM) રથયાત્રાના અવકાશમાંથી દ્રશ્યો નિહાળો માત્ર VTV પર
(9:37:56 AM) રથયાત્રાનું ડ્રોન દ્વારા નિરક્ષણ
રથયાત્રાની સુરક્ષા માટે ડ્રોન દ્વારા થઇ રહ્યું છે હવાઇ નિરીક્ષણ
(9:37:52 AM) તાજીયા કમીટીના સભ્યોએ દિલીપદાસજીનુ સ્વાગત કર્યુ
(9:36:47 AM) રથયાત્રામાં મોદીના માસ્ક સાથે લોકો જોડાયાં
રથયાત્રામાં ટ્રકોમાં બાબા રામદેવના યોગનું નિદર્શન
(9:35:46 AM) જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજીનુ એએમસી ખાતે ભવ્ય સ્વાગત કરાયુ
(9:35:28 AM) દેશવિદેશમાંથી VTVના રથયાત્રાના કવરેજની થઇ રહી છે પ્રસંશા
અમેરિકા સહિતના દેશોમાંથી VTVને મળી રહ્યાં છે સુંદર કવરેજના સંદેશ
(9:33:44 AM) જમાલપુર દરવાજાથી રથે પ્રસ્થાન કર્યુ
રથ એએમસી જવા રવાના
જમાલપુર દરવાજાથી ખમાસા થઇને પહોંચશે એએમસી
(9:27:22 AM) ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં મુવીંગ બંદોબસ્ત
મુંવીગ બંદોબસ્તમાં અધિકારીઓ સહિત 4000 પોલીસ કર્મીઓ
(9:25:42 AM) સરસપુર મંદિરમાં ભ~તોની ભારે ભીડ
સરસપુરમાં પ્રસાદીની પણ પુરજોષમાં તૈયારીઓ
ભગવાન જગન્નાથજીના સામૈયા માટે ભકતામાં ભારે ઉત્સાહ
(9:25:13 AM) ગજરાજની સવારી ખાડિયા પહોંચી ખાડિયામાં પણ અનેરો ઉત્સાહ
(9:20:06 AM) રથયાત્રાનુ સ્વાગત કરવા મંત્રી શંકર ચૌધરી અને પ્રદિપશસહ જાડેજા એએમસી પહોચ્યા
મેયર ગૌતમ શાહ પણ હાજર
એએમસીના વિવિધ પદાધિકારીઓ અને અધિકારીઓ પણ ઉપસ્થિત
(9:19:56 AM) જગન્નાથની રથયાત્રાનુ પ્રસ્થાન
જિલ્લા કલેકટરે કરી પહિદ વિધિ
પહિદ વિધિમાં ધારાસભ્ય DDO અને DSP રહ્યા હાજર
(9:17:19 AM) અમદાવાદ
મંહતશ્રી દિલીપદાસજી મહારાજ એએમસી જવા નિકળ્યા
VTVના સેલ્ફી વિથ નગરચર્યાને મળ્યો જોરદાર પ્રતિસાદ
ભકતજનો મોકલી રહ્યાં છે VTVને સેલ્ફી
(9:16:10 AM) અમદાવાદ
મંહતશ્રી દિલીપદાસજી મહારાજ એએમસી જવા નિકળ્યા
(9:12:37 AM) સરસપુર ખાતે મામેરાનુ આગમન
(9:00:01 AM) વિવિધ સંદેશ આપતી {ાંખીઓ ખાડીયાથી પસાર થઇ રહી છે
(8:54:04 AM)
સરસપુરમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો
ભાવિકભકતો ઉમટી પડયાં છે રથયાત્રામાં
વૈવિધ્યસભર વેશભૂષા સાથે ઉમટયાં છે રથયાત્રામાં
રાજકોટઃનાના મવા ખાતેથી જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ
સંતો અને ભાવિકોની ભીડ
શહેરના માર્ગ પર જગન્નાથની નગર ચર્યા
સ્ટટબાડ દ્રારા કરતબ રજૂ કરાયા
(8:46:44 AM) અમદાવાદઃ સરસપુરના મોસાળ ખાતે મામેરાના યજમાન દિનેશ પટેલ પહોંચ્યા
(8:38:05 AM) ભગવાન જગન્નાથજીનો રથ જમાલપુર દરવાજા થી એએમસી તરફ
(8:35:28 AM) અમદાવાદઃ રથયાત્રામાં મોટી સંખ્યામાં હરિભ~તો જોડાયા
(8:26:17 AM) અમદાવાદઃ સરસપુરમાં ભાણજેડાને જમાડવા તડામાર તૈયારી
દોઠ લાખ ભાણજડા માટે પકવાન તૈયાર
લુહાર શેરી યુવક મંડળ 39 વર્ષથી ભાણેજડાને ભોજન કરાવે છે
સરસપુરમાં લુહાર શેરીનુ રસોડુ સૌથી મોટુ
(8:24:53 AM)
છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં નહીવત વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સરેરાશ 88 મિમી વરસાદ
દસ જીલ્લાના 28 તાલુકામાં વરસાદ
સૌથી વધુ ડાંગા આહવામાં 23 મિમી વરસાદ
(8:18:20 AM) ભાવનગરઃરથયાત્રામાં મંત્રી પુરૂશોત્તમ સોંલકી યુવરાજ વિજયરાજશસહ
અને સાંસદ ભારતીબેન શિયાળ રહ્યા ઉપસ્થિત
(8:06:34 AM) રથયાત્રાના રુટ પર બન્ને તરફ ભ~તોની ભારે ભીડ
(8:02:34 AM) ગજરાજ ટ્રક અખાડાઓન AMC તરફ પ્રયાણ
(7:42:17 AM) રથયાત્રાના રૂટ ઉપર પોલીસ ખડેપગે
(7:41:52 AM) રથયાત્રાના તમામ રૂટ ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
(7:41:33 AM) રથયાત્રાના રૂટ ઉપર ટ્રાફિક પોલીસની અવરજવર માટે કવાયત
(7:40:59 AM) જમાલપુર દરવાજાથી ખમાસા તરફ પ્રયાણ
(7:40:34 AM) ટ્રક અખાડા અને ભજનમંડળીઓનું પણ પ્રસ્થાન
(7:38:42 AM) પ્રસાદ આરોગવા પણ ભકતજનોની ભારે ભીડ
(7:37:59 AM) ભગવાનના મોસાળ સરસપુરમાં પણ માનવમહેરામણ ઉમટયું
(7:37:37 AM) ભગવાન જગન્નાથની રથયાત્રાનું ભાવિક ભ~તો દ્વારા થઇ રહ્યું છે ભવ્ય સ્વાગત
(7:27:00 AM) ગાંધીનગર અને આસપાસના વિસ્તારના મોટી સંખ્યામાં ભ~તો રથયાત્રામાં જોડાયા
(7:26:22 AM) રાજ્યના પાટનગર ગાંધીનગરની રથયાત્રાનો પણ થયો પ્રારંભ
પંચદેવ મંદિરથી રથયાત્રાનું થયું પ્રસ્થાન
(7:25:07 AM) રાજ્યના નાગરિકોની સમૃધ્ધિ વધે આરોગ્ય સુખાકારી રહે તેવી પણ શુભકામના પાઠવી
(7:20:12 AM) મગ જાંબુ કાકડી અને ફળફળાદીનો છે હજારો કિલો પ્રસાદ
(7:19:38 AM) ભગવાન જગન્નાથને વધાવવા ભ~તજનો માર્ગો ઉપર ઉમટયાં
હજારો કિલો પ્રસાદ લઇ રહ્યા છે ભાવિક ભકતો
(7:19:02 AM) ભગવાન જગન્નાથને વધાવવા ભ~તજનો માર્ગો ઉપર ઉમટયાં
(7:18:36 AM) રથયાત્રાના માર્ગો જય જગન્નાથથી ગુંજી રહ્યાં છે
(7:16:38 AM) સૌથી લાંબી પુરીની રથયાત્રાનો પણ થયો પ્રારંભ
ભકતજનોમાં અનેરો ઉત્સાહ
(7:15:20 AM) અમદાવાદની રથયાત્રાનો પ્રારંભ રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ બપોર બાદ
યોજાશે રથયાત્રા
ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના હસ્તે પહિંદ વિધિ કર્યા બાદ જય રણછોડ માખણ ચોરના ગગનભેદી નારા સાથે રથયાત્રાનો પ્રારંભ થયો હતો. અમદાવાદના નગરજનોને દર્શન આપીને ભગવાનની રથયાત્રા રાત્રે 8.30 કલાકે નીજ મંદિરે પરત ફરશે. આ રથયાત્રાના અગ્રભાગમાં 18 શણગારેલા ગજરાજો છે.
.
અમદાવાદની રથયાત્રામાં છેલ્લા 26 વર્ષથી રથયાત્રાના પ્રારંભ પૂર્વે પહિન્દ વિધિ કરવામાં આવે છે. રાજ્યનો રાજા એટલે કે મુખ્યપ્રધાન જગન્નાથજીના રથનો રસ્તો સોનાની સાવરણીથી સાફ કરે છે અને પાણી છાંટે છે. જેને પહિન્દ વિધિ કહેવાય છે. ત્યારબાદ મુખ્યપ્રધાન રથનું દોરડું ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવે છે. ગુજરાત રાજ્યમાં પહિન્દ વિધિની શરૂઆત 1990થી શરૂ થઈ છે. રાજ્યના મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ છબીલદાસ મહેતા સુરેશ મહેતા શંકરસિંહ વાઘેલા નરેદ્ર મોદી અને આનંદીબહેન પટેલને રથયાત્રાની પહિન્દ વિધિ કરવાનો મોકો પ્રાપ્ત થયો છે અને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. હાલના વડાપ્રધાન નરેદ્ર મોદી અને તત્કાલીન મુખ્યપ્રધાન નરેદ્ર મોદીએ રથયાત્રામાં સૌથી વધુ 12 વખત પહિન્દ વિધિ કરી છે. કેશુભાઈ પટેલે પણ પ વખત પહિન્દ વિધિ કરી છે. આનંદીબહેન પટેલ પ્રથમ મહિલા મુખ્યપ્રધાન છે અને આ વખતે બીજી વખત 139મી રથયાત્રામાં આનંદીબહેન પટેલ પહિન્દ વિધિ કરીને રથયાત્રાનો શુભારંભ કરાવ્યો.
તો ભવ્ય એવી 139મી રથયાત્રા વાજતેગાજતે નીકળી છે. આ દિવસે અંદાજિત 1.5 લાખ જેટલા લોકો ભગવાનના દર્શનનો લાભ લેતા હોય અને અને આ રથયાત્રામાં જોડાતા હોય છે. નગરચર્યાએ નીકળનારી પ્રભુની રથયાત્રામાં જોડાયેલા ભકતોને આ દિવસે જમાડવા માટે સરસપુરમાં 17 જેટલા રસોડા થાય છે અને હાલ સરસપુરના લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે. સરસપુરના રસોડામાં વ્યવસ્થાને લઈને ધમધમાટ છે. ભગવાન જગન્નાથજીનું મોસાળ ગણાતા સરસપુરમાં જુદીજુદી પોળમાં અલગઅલગ આયોજકો દ્વારા રસોડાં કરી સેવાના ભાવથી લોકોને જમાડવામાં આવે છે. રથયાત્રામાં જોડાયેલા તમામને જમાડવાનો સરસપુરની પોળોના યુવકમંડળોનો પ્રયત્ન રહેતો હોય છે. સરસપુરમાં સૌથી જુનું રૂડીમાંનું રસોડું છે જે છેલ્લા 100 વર્ષ કરતાં પણ વધુ સમયથી રસોડું કરી ભકતોને જમાડતું આવ્યું છે. આ રસોડામાં અંદાજે 7થી 10 હજાર જેટલા લોકો જમી શકે તેટલું જમવાનું બનાવવામાં આવે છે. વળી બીજી તરફ સરસપુરમાં સૌથી મોટું રસોડું લુહાર શેરીમાં થાય છે જેમાં અંદાજે 25થી 30 હજાર જેટલા લોકો માટે જમવાનું તૈયાર કરવામાં આવે છે. ઉપરાંત કડિયાવાડ લીમડાની પોળ પીપળા પોળમાં પણ અંદાજિત 20 હજાર જેટલા લોકોની રસોઈ બનશે. ઠાકોર વાસમાં 3 હજાર લોકો તથા તળીયા પોળ ભાવસારનો ખાંસો મોટી વાસણ શેરી શણગાર શેરી વગેરે સ્થાનો પર સાધુસંતોનો પણ જમણવાર થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત ભકતજનોની તરસ છીપાવવા 300 જેટલી પાણીની પરબો બનાવવામાં આવી છે.
ભગવાન જગન્નાથની 139મી રથયાત્રાને લઈ જ્યા ભક્તોમાં અનેરો ઉત્સાહ છવાયો છે ત્યારે. જગન્નાથ મંદિર ખાતે વહેલી સવારે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મંગળા આરતીમાં હાજર આપી નીજ મંદિરમાં ઉપસ્થિત સેંકડો ભકતોનું અભિવાદન કર્યું હતું. તો અમદાવાદના મેયર ગૌતમ શાહે પણ જગતનાથ જગન્નાથની મંગળા આરતીના દર્શનનો લાહવો માડી ધન્યતા અનુભવી હતી.
મ્યુ. કોર્પોરેશનથી ઢાળની પોળ
રંગીલા પોલીસ ચોકી થી આર.જી. હાઇલ્કૂલ