"આજે ગુજરાત" કાર્યક્રમ વીટીવી ગુજરાતી એચડીમાં સવારે 8 થી 8.30 કલાક દરમિયાન ટેલીકાસ્ટ કરવામાં આવે છે તેનો આપ લાહવો લેતા હશો જો કોઇ કારણોસર આપને આ કાર્યક્ર્મ જોવાનું રહી જાય તો અહીં આ કાર્યક્રમની સંપુર્ણ વિગત અમે અહીં રજૂ કરી છે..
- યાત્રાધામ દ્વારકાની સંકિર્તન મંદિરના પ્રણેતા સંત પ્રેમભિક્ષુજી મહારાજની 43મી પૂર્ણતિથીની ઉજવણી કરાશે. જે નિમિત્તે સવારે પ્રભાત ફેરી 8:30 કલાકે સમુદ્રપૂજન કરાશે. તેમજ 9:30 કલાકે અભિષેક પૂજા અને 12 વાગે આરતી કરાશે. જે બાદ બપોરે 1 વાગે પ્રભુ પ્રસાદી અને સાંજે 6:30 કલાકે બ્રહ્મલીન સમયની વિશેષ આરતી બાદ સાંજે 7 કલાકે નગર કિર્તન યાત્રા સહિતના કાર્યક્રમો યોજાશે.
- મેયર અને ડેપ્યુટી મેયરના નામની વિધિવત જાહેરાત કરવામા આવશે. મેયર અને ડેપ્યુટી મેયરની પસંદગી સવારે 11 કલાકે બોર્ડમા હાથ ધરાશે.મદાવાદ શહેરમા 27મા મેયર તરીકેની પસંદગી કોપોરેશનના બોર્ડમા કરવામા આવશે. અમદાવાદ શહેરના 26મા મેયર તરીકે અસિત વોરાની અઢી વર્ષની મુદત પુર્ણ થતા નવા મેયરની પસંદગી પ્રક્રિયા ભાજપે પૂર્ણ કરી લીધી છે. જો કે સરકારી રોસ્ટર મુજબ અઢી વર્ષ માટે મેયર પદ મહિલા કાઉન્સીલર માટે અનામત રાખવામા આવ્યું છે. જેને લઈને ભાજપના મહિલા કાઉન્સીલરમાં મેયરપદ માટે સ્પર્ધા જોવા મળી રહી છે.
- માનવ ઉત્થાન સેવા સમિતિ દ્વારા ગાંધીધામ આદિત્ય મોલ ગ્રાઉન્ડ ખાતે સત્સંગ સમારોહનું આયોજન કરવામાં આવ્યુ છે. આ સત્સંગ સમારોહમાં માનવઆર્મના પ્રેણેતા સદગુરુ દેવ સતપાલજી મહારાજ અને અનેક સાધુ સંતોના ઓજસ્વી પ્રવચનો આપવામાં આવશે. આ સત્સંગ બે દિવસ ચાલશે.
- આજે ગાંધીધામ શહેરનાં ભારતનગર સ્થિત આશાપુરા ગરબી ચોક ખાતે ભાગવત મહાપુરાણ જ્ઞાનયજ્ઞ યોજાશે. કથા બપોરે 3 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી યોજાશે. કથાનું આયોજન ગિરનારી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંધ્યાગીરી બાપુ સંસ્કૃત વેદ્ય વિદ્યાલય તથા ગૌ શાળાના લાભાર્થે કરાયું છે..
- આજે માંડવી તાલુકાના ભેરૈયા ગામે ભેરૈયા પાટીદાર સમાજ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ છે. ભાગવત કથા સવારે 8:30 કલાક થી 11:30 કલાક સુધી યોજાશે. આ ઉપરાંત પોથીયાત્રા દિપપ્રાગટયનુ પણ આયોજન કરાશે. કથા ભેરૈયાના નવા પ્લોટ ખાતે યોજાશે..
- રાજપીપળામાં કાછિયાવાડ સ્થીત લક્ષ્મી નારાયણ મંદિરના 18મા પાટોત્સવ નિમિત્તે નવચંડી મહાયજ્ઞ યોજાશે. નવચંડી મહાયજ્ઞનો પ્રારંભ સવારે 9-30 કલાકે થશે. તથા તેની પૂર્ણાહૂતિ સાંજે 5:30 કલાકે કરાશે.આ મહાયજ્ઞમાં વિસ્તારના 51 દંપતિઓ લાભ લેશે..
- સાબરકાંઠાના હિંમતનગર શહેરના હડીયોલ પુલ છાપરીયામા આવેલા મહાકાલી મતાજીના મંદિરનો ચોથો પાટોત્સવ આજે યોજાશે. જે સવારે 8 કલાકથી શરુ થશે. જેમાં 11 કુંડી યજ્ઞ સવારે પંચાગ કર્મ અને સવારે 9.30 કલાકે મંડપસ્થ દેવતા પુજન અને અગ્નિ સ્થાપન કરાશે..
- નવસારી ખાતે રાજય ગૌરવ દિવસ ઉજવણી અવસરે શસ્ત્રોનું પ્રદર્શન યોજીશે. જે 2 દિવસ ચાલશે. શસ્ત્ર પ્રદર્શન નવસારીની વિદ્યાકુંજ હાઈસ્કૂલ ખાતે સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી નિહાળી શકાશે...
- ગુજરાત ગૌરવ દિવસની રાજયકક્ષાની ઉજવણીના ભાગરૂપે નવસારીની સંસ્કાર ભારતી સ્કુલ ખાતે ગ્રામ હાટ ખાદી હસ્તકલા મેળો મિશન મંગલમ્ સખીમંડળ વ્યાપાર મેળો અને ફુડ મેળો યોજાશે. જેનું ઉદધાટન મહેસુલ માર્ગ અને મકાન મંત્રી આનંદીબહેન પટેલના હસ્તે કરાશે. ઉદઘાટન વિધી સવારે 9:30 કલાકે કરવામાં આવશે..
- ગુજરાત ગૌરવ દિવસની ઊજવણીને લઈને આજે નવસારી નગરપાલિકાથી વિશાળ મશાલ રેલી તેમજ ઘંટનાદ યોજાશે.. જે નવસારી શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થશે. જેનો પ્રારંભ નવસારીના જાણીતા પદમશ્રી અને આંતરરાષ્ટ્રીય ગ{લ ગાયિકા પીનાઝ મસાણી કરાવશે..
- આજે સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા દાદરા નગર હવેલી ના માંદોની ખાતે પ્રશાસન દ્વારા કાર્યક્રમ યોજશે. આ કાર્યક્રમ થકી અંતરિયાળ વિસ્તારમાં સરકારની તમામ કચેરીઓ હાંગામી ધોરણે માંદોની ખાતે એક દિવસ માટે શરૂ કરાશે. સ્થાનિક લોકો ને ઘરઆંગણે સરકારી કચેરીના તમામ કામો કરાવવાની તક મળશે. પ્રશાસક કલેકટર મામલતદાર સહિતના તમામ સરકારી અધિકારીઓ એકજ સ્થળે હાજર રહેશે.
- આજે વાપી નગરપાલિકાની સમાન્ય સભા નગરપાલિકાના સભા હોલ ખાતે મળશે. સભા સાંજે 3 વાગ્યે મળશે. જેમાં 16 જેટલા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. નગરપાલિકાના ચીફ ઓફીસર નગર પાલિકા પ્રમુખ તેમજ દરેક કમીટી ના સભ્યો આ સભામાં હાજર રહેશે.
- ભુજના રાવલવાડી રિલોકેશન સાઈટ રોટરીનગર અને ટોપહિલ સોસાયટી વિસ્તારમાં આવેલા તર્પણેશ્વર મહાદેવના મંદિરના છઠ્ઠા પાટોત્સવની ઉજવણી કરવા આવશે. તેમજ ખેતરપાળ દાદાના પાટોત્સવની ઉજવણી કરવામાં આવશે.
- નલિયામાં આજે અબોટી બ્રાહ્મણ હિતવર્ધક મંડળ દ્વારા સતીમાતાના મંદિરના વન નિર્માણ પ્રસંગે હવન તેમજ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ બપોરે 12 કલાકે ચોક બજાર ખાતે મંડળની બેઠક પણ યોજાશે.
- સમીનાં ગુજરવાડા ગામે બ્રાહ્મણ સમાજના કુળદેવી મહિસાસુર મર્દિની માતાજીનું પૌરાણિક મંદિર આવેલું છે. આજે આ મંદિરનો પાટોત્સવ ધામ ધૂમ પૂર્વક ઉજવાશે. આજે સવારથી જ માતાજીનાં નવચંડી યજ્ઞનો પ્રારંભ થશે. જે સાંજ સુધી ચાલશે. તો સાંજે 4 કલાકે યજ્ઞ પુર્ણાહુતી કરાશે. બાદમાં મહા આરતી અને પ્રસાદનું આયોજન કરાયું છે.
- ગુજરાત સરકાર ની લોકો માટેની જી.વી.કે.ઇ.એમ.આર.આઇ.108 નોડલ સેવા ને દાહોદ ખાતે સેવા આપતા સફલતા પૂરવક 5 વરસ પૂરા થયા છે. જેના સંદર્ભમાં આજે છાપરી કલેક્ટર કચેરી ખાતે સરદાર સભાખંડમાં જિલ્લાના સરપંચો અને લાભાર્થિઓ સાથે એક મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે.