ચાર બાંગ્લાદેશીઓએ પશ્ચીમ બંગાળની કલકતા બોડૅર ક્રોસ કરી ભારતમાં ગેરકાયદે ઘુસણખોરી કરી હતી.જો કે ગુજરાતના કચ્છની બોડૅરેથી પાકીસ્તાન જવાની પેરવી કરતાં આ ચાર ઘુસણખોરોને ભુજ એસ.ઓ.જી. એ ઝડપી લીધા હતાં.
દેશની સંવેદનશીલ સરહદોમાંની એક મનાતી કચ્છ બોડૅર પર સુરક્ષા એજન્સીઓની સતત બાજ નજર રહેતી હોય છે.એનો વધુ એક પુરાવો કચ્છ એસ.ઓ.જી.એ પૂરો પાડયો છે.પેટ્રોલીંગ દરમિયાન સુરક્ષાકર્મીઓએ ચાર બાંગ્લાદેશી ખુસણખોરોને ઝડપી પાડયા છે.ચારેય શખ્સો પશ્ચિમ બંગાળની સરહદેથી ઘુસણખોરી કરી ટ્રેન દ્વારા કોલકાતાથી અજમેર આવ્યા હતા.અને ત્યાંથી કચ્છના મોહાડી વિસ્તારમાંથી પાકિસ્તાન ભાગી જવાની પેરવીમાં હતાં.ત્યાંથી ભૂજ એસ.ઓ.જી.એ તેમને પકડી પાડયા હતાં.
પોલીસ પુછપરછમાં જાણવા મળેલી વિગત પ્રમાણે ચારેય બાંગ્લાદેશીઓ 10 દિવસ પહેલા અહીં આવી ગયા હતા.તેઓ જખૌ વિસ્તારમાં પણ બે દિવસ રોકાયા હતા. ચાર માંથી એક 45 વર્ષીય કલાશમયા નિઝમિયા શેખ નામના શખ્સ પર જખૌ પોલીસે માનવ તસ્કરીનો આરોપ મુકયો છે.ઉલ્લેખનીય છે કે IPC ની કલમ 370 (03) માં તારીખ 2 એપ્રિલ 2013 ના રોજ સુધારો કરવામાં આવ્યો છે અને કાયદામાં સુધારા બાદની આ પ્રથમ ઘટના છે જેમાં ઘુસણખોર પર આ પ્રકારનો આરોપ મુકવામાં આવ્યો હોય.
હાલ તો ભૂજ એસઓજીએ ચારેય બાંગ્લાદેશીઓની પુછપરછ હાથ ધરી છે.તેઓ કચ્છ બોર્ડર વિસ્તારમાં કઈ રીતે પહોંચ્યા?શા માટે તેઓ અહીં આવ્યા હતાં? અને કયા કારણે પાકિસ્તાન જવા માંગતા હતાં?જેવી ઝિણવટભરી બાબતોને સાથે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.