શનિવારનો દિવસ શનિને અનુકૂળ કરવા માટે સર્વોત્તમ છે. આ કારણથી જ શનિવારે હનુમાન મંદિર તેમજ શનિ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જામેલી જોવા મળે છે. જો કે જરૂરી નથી કે તમે શનિ દેવને મંદિરે દર્શન કરીને જ પ્રસન્ન કરો શનિદેવની કૃપા આ જ્યોતિષ શાસ્ત્રના ઉપાયથી પણ પ્રાપ્ત કરી શકાય છે. તેના માટે અનેક પ્રયત્નો કરવાની પણ જરૂર નથી. તમારે શનિવારે માત્ર એક કામ કરવાનું છે જે એકદમ જ સરળ છે.
- શનિદેવને બ્લુ રંગનું ફુલ અત્યંત પ્રિય છે. શનિવારે ઘરેથી બહાર નીકળો ત્યારે આવું એક ફુલ પર્સમાં રાખી દેવું જોઈએ. આમ કરવાથી દરેક કામમાં સફળતા મળશે.
- શનિવારે તલનું દાન દુ:ખ દુર્ભાગ્ય દૂર કરે છે. પરંતુ જો તમે દાન કરી શકવા સક્ષમ ન હોય તો થોડા કાળા તલ પર્સમાં રાખવા.
- કાળી અડદની દાળનું દાન પણ શારીરિક વિકારોને દૂર કરી શકે છે. શનિવારે પર્સમાં સાત અડદના દાણા પણ રાખી શકાય છે.
- શનિવાર સુખરૂપ પસાર થાય તે માટે કાળા કપડાં પહેરવા જોઈએ. જો કાળા કપડા ન પહેરવા હોય તો સાથે કાળો રૂમાલ પણ રાખી શકાય છે.
- શનિવારે કાજળનું દાન કરવાથી આંખનું તેજ વધે છે. તેથી શનિવારે આંખમાં કાજલ અવશ્ય આંજવું.