ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Archives / news_detail-22446

NULL / દેશની રક્ષા કરવા માઈનસ 40 ડિગ્રી તાપમાનમાં જવાનો કરે છે ડ્યૂટી જાણો કેવી હોય

Published By: Juhi

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

વર્ષોથી આપણા સૈનિકો દેશની રક્ષા કરવા માટે કાશ્મીરના બર્ફિલા વાતાવરણમાં રહે છે. પરંતુ શું તમે જાણો છો મહિનાઓ સુઘી ઘરથી દૂર અહીંના વાતાવરણમાં કેવી રીતે આપણા જવાનો દેશની રક્ષા કરે છે. સરહદ પર તેમની પાસે સૂવા માટે સ્લીપિંગ બેગ અને ઘરના નામે બંકર હોય છે. અહીં તેમને કાયમ સતર્ક રહેવું જરૂરી છે કેમ કે ગમે ત્યારે ગોળી છૂટી શકે છે. હવાની ઝડપ 20 નૉટિકલ માઈલ્સ હોય છે જે ચામડી ચીરીને જાય છે. હથિયાર એટલા ઠંડા હોય છે કે ગ્લવ્ઝ વિના પકડો તો આંગળી કપાઇ જાય. પગ બરફમાં ધસે ત્યારે બરફ પાણી બનીને શૂઝ અને નખ ઓગાળી નાખે છતાં પણ તેઓ આપણા માટે ચાલતા રહે છે. 

માઈનસ 40 ડિગ્રી તાપમાનમાં કરે છે ડ્યૂટી
કાશ્મિરના ગ્લેશિયરમાં જવાનોની ડ્યૂટી 6 મહિનાની હોય છે. અહીંનું તાપમાન -40 ડિગ્રી રહે છે. ડ્યૂટી બાદ હાથ-પગ ગરમ પાણીથી ધોવા પડે છે. જો પગમાં બરફ લાગેલો રહે તો શરીરનો તે ભાગ ઓગળવાનું જોખમ વધી જાય છે. ગ્લવ્ઝ-શૂઝ બરાબર ન પહેર્યાં હોય તો પણ આમ થઇ શકે છે. શરીર જો 15 સેકન્ડ પણ ખુલ્લું રહી જાય તો ઓગળવા લાગે છે.
 
શરીર પર માત્ર હથિયારોનું વજન 25 કિલો 
દેશના જવાનો જે બુલેટપ્રૂફ જેકેટ પહેરે છે તેનું વજન જ 12થી 15 કિલો હોય છે. ઉપરાંત રાઇફલની મેગઝીન 1 કિલોની માથા પરનું કપડું અને મેટલનો બનેલો પટ્ટો 3.5 કિલોનો. હાથમાં 4 કિલોની એકે-47  રાઇફલ કે 6 કિલોની LMG (લાઈટ મશીન ગન) હોય તો ક્યારેક 15 કિલોનું રોકેટ લોન્ચર. મતલબ કે હથિયારોનું વજન જ 25 કિલો જેટલું થઇ જાય છે. અને બરફ પડે ત્યારે 4 કિલોનું જેકેટ સાથે લેવું પડે છે. જોકે બુલેટપ્રૂફ જેકેટ માત્ર પેટ અને પીઠની જ સુરક્ષા કરે છે. અહીં ઘણી પોસ્ટ એવી છે કે જ્યાં દુશ્મનની સીધી નજર પડે છે. સૈનિક તેમના હથિયારની રેન્જમાં રહે છે. અહીં દિવસમાં ક્યાંય નથી જતા. તમામ મૂવમેન્ટ અંધારામાં થાય છે. પછી તે બીજી પોસ્ટ પર જવાની વાત હોય કે સામાન પહોંચાડવાનો હોય. અમુક વિસ્તારો તો એવા છે કે જ્યાં ઠંડીના કારણે વાહનોનું ડીઝલ પણ થીજી જાય છે. ગાડી સ્ટાર્ટ કરતા પહેલા આગ લગાડીને ડીઝલ ઓગાળવું પડે.

4 મહિના સુધી ઘરે વાત નથી થતી
સરહદી વિસ્તારમાં અંકુશ રેખા પર આપણી મોટા ભાગની પોસ્ટ પર મોબાઇલ કનેક્ટિવિટી નથી. કંપની હેડક્વાર્ટર પર લેન્ડલાઇન ફોન હોય છે જેના દ્વારા ઘરે વાત કરવાની તક મળે છે. કેટલીક પોસ્ટ શિયાળામાં 4 મહિના સંપર્ક વિહોણી થઇ જાય છે. તે વખતે ત્યાં જે સૈનિકોની ડ્યૂટી હોય છે તેમની ઘરે વાત પણ 4 મહિના પછી જ થઇ શકે છે.
  
ગ્લેશિયરનો બરફ ઓગાળીને પાણી પીવે છે
ઓપરેશનમાં જતી વખતે જવાનો 4-4 દિવસ મઠરી ચોકલેટ ડ્રાયફ્રુટ વગેરે જ ખાઇ શકે છે. ગ્લેશિયરમાં પાણી પીવા માટે ચોખ્ખો બરફ લેવા પોસ્ટથી 50 ફૂટ નીચે જવું પડે છે. પછી બરફને ગરમ કરીને ચોખ્ખા પાણીના માટલામાં રેડવામાં આવે છે. ત્યારે પાણી પીવાલાયક બને છે. તેમાં 2-3 કલાક લાગે છે. ગ્લેશિયર અને 14 હજાર ફુટ કરતા ‌વધારે ઊંચાઇ વાળા વિસ્તારમાં ઓક્સિજન ઓછું હોય છે. સુવિધાઓ હોવા છતાં પ્રતિ માસ વજન બે થી અઢી કિલો સુધી વજન ઓછું થાય છે. શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. પહાડી વિસ્તાર હોવાના કારણે પગ સમતલ જમીન પર પડતો નથી. આ માટે ઊર્જા વધારે જોઇએ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ