બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / નવા પાનકાર્ડના ચક્કરમાં તમે પણ થઇ શકો છો કંગાલ, જો-જો આવી ભૂલ કરતા નહીંતર!

તમારા કામનું / નવા પાનકાર્ડના ચક્કરમાં તમે પણ થઇ શકો છો કંગાલ, જો-જો આવી ભૂલ કરતા નહીંતર!

Last Updated: 03:38 PM, 14 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં જ સરકારે PAN 2.0ની ઘોષણા કરી હતી અને એવામાં સમાચાર બહાર આવ્યા છે કે, હવે PAN 2.0ના નામે પણ કૌભાંડ સર્જાઈ રહ્યા છે. જો તમે પણ PAN 2.0નો ઉપયોગ કરી રહ્યા છો અથવા કરવાના છો તો ચેતી જજો.

સ્કેમર્સ કોઈ પણ રીતે સ્કેમ કરવાનો રસ્તો શોધી જ લે છે. એવામાં આ વખતે સ્કેમર્સે નિશાનો સાધ્યો છે, સીધો 'PAN 2.0' ધરાવતી પબ્લિક પર. જાણો કેવી રીતે બચવું આ PAN 2.0ના સ્કેમથી.

PAN 2.0ના નામે કૌભાંડ થઈ રહ્યા છે, એવામાં તમે આવી ભૂલો કરતાં પહેલા વિચારજો. PAN 2.0ની જાહેરાત બાદથી ઘણા લોકોએ નવું PAN કાર્ડ મેળવવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે. જોકે, આ જાહેરાત બાદ કૌભાંડીઓએ પણ સ્કેમ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

વધુ વાંચો Insta પર આ રીતે રિમૂવ કરો ડિસ્લાઇક પોસ્ટને, બસ અપનાવો આ ટિપ્સ

સાયબર ગુનેગારો લોકોને ફસાવવા માટે PAN 2.0નો ઉપયોગ કરે છે અને તમારી સાથે ઠગાઇ કરી લે છે. સ્કેમર્સ આ સ્કેમ કરવા માટે નકલી વેબસાઇટ્સની મદદ લે છે. આની મદદથી તેઓ SMS અને બીજા માધ્યમો દ્વારા પાન કાર્ડ યુઝર્સને એક લિંક મોકલે છે. સ્કેમર્સ લોકોને આ લિંક પર ક્લિક કરાવીને નવા PAN માટે અરજી કરવાનું કહે છે. આ સિવાય છેતરપિંડી કરનારાઓ લોકોને કોલ કરીને પણ ફસાવવાનો પ્રયાસ કરે છે. જો કે, પોલીસે લોકોને આવી કોઈપણ લિંક આવે તો સાવધ રહેજો તેવી ચેતવણી પણ આપી છે.

સ્કેમર્સ લોકોને ફોન કરીને કહે છે કે, તેમનું જૂનું પાન કાર્ડ બંધ થવાનું છે, તો આ લિંક થકી તમે નવું પાન કાર્ડ બનાવી શકો છો. સાયબર ગુનેગારો લોકોને મેસેજ દ્વારા નવા PAN માટે એપ ડાઉનલોડ કરવાનું કહે છે. જો કે આવી કોઈ લિંક કે એપ વાસ્તવમાં છે જ નહીં. તમે પણ ચેતી જજો, તમારે આવી કોઈ એપ ડાઉનલોડ કરવાની જરૂર નથી. PAN 2.0 ના નામે ચાલી રહેલા કૌભાંડોને ટાળવા માટે, તમારે કોઈપણ અજાણી લિંક પર ક્લિક ન કરવું અને PAN માહિતી કોઈની સાથે શેર ન કરવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pan card online fraud pan card can be misused PAN 2.0
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ