બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Insta પર આ રીતે રિમૂવ કરો ડિસ્લાઇક પોસ્ટને, બસ અપનાવો આ ટિપ્સ

ટેક્નોલોજી / Insta પર આ રીતે રિમૂવ કરો ડિસ્લાઇક પોસ્ટને, બસ અપનાવો આ ટિપ્સ

Last Updated: 01:47 PM, 14 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇન્સ્ટાગ્રામ પર તમને જે પોસ્ટ નાપસંદ છે, તેનાથી હવે મળશે 'છુટકારો'. જો તમે આટલું કરશો તો, ભવિષ્યમાં તમને ફરીથી નહીં જોવા મળે એને લગતી કોઈ પણ પોસ્ટ.

ઇન્સ્ટાગ્રામ પર આપણને વારંવાર એવી પોસ્ટ જોવા મળે છે કે જે આપણને ન જોવી હોય. પરંતુ ઇન્સ્ટાગ્રામના ફીડમાં આવી પોસ્ટ આપણને મળી જ આવે છે. તો ચાલો જાણીએ કે, જે પોસ્ટ નાપસંદ હોય તે ઇન્સ્ટાગ્રામથી કેવી રીતે હટાવવી.

આ એક એવી પદ્ધતિ છે કે, જેની મદદથી તમને માત્ર એ જ વસ્તુઓ જોવા મળશે જે તમને ગમશે. આ પદ્ધતિથી તમારું ઇન્સ્ટાગ્રામ ફીડ તમારા પસંદગીના કન્ટેન્ટથી ભરાઈ જશે અને તમને ઇન્સ્ટાગ્રામ જોવામાં પણ રસ પડશે.

વધુ વાંચો હવે પોસ્ટ ઓફિસ માત્ર કુરિયર કે ટપાલ ટિકિટ માટે પૂરતી નથી રહી, સીધો વિદેશ જનારાઓને થશે ફાયદો

કેવી રીતે છુપાવવી 'નાપસંદ' પોસ્ટ?

  • જો તમને તમારી ફીડ અને રીલ્સમાં કોઈ પોસ્ટ પસંદ નથી, તો તમે તે પોસ્ટ કે રીલમાંથી 'નોટ ઇન્ટરેસ્ટેડ'નો એક ઓપ્શન પસંદ કરી શકો છો.
  • આ માટે તમારે પોસ્ટ પર ફક્ત '3 ડોટ્સ' પર ટેપ કરવાનું છે અને 'નોટ ઇન્ટરેસ્ટેડ' ઓપ્શન પર ક્લિક કરવાનું છે.
  • તમે એક્સપ્લોર કરતી વખતે પણ રીલ અથવા પોસ્ટને 'હાઇડ' કરી શકો છો. આનાથી તે કન્ટેન્ટ દૂર થશે અને ભવિષ્યમાં આવી પોસ્ટ કે રીલ તમને ઓછી દેખાશે.
  • આ પદ્ધતિ તમારી ફીડને કસ્ટમાઇઝ કરવામાં મદદ કરે છે.

વાંધાજનક કન્ટેન્ટ પર શું કરવું?

જો તમને Instagram પર વાંધાજનક કન્ટેન્ટ દેખાય છે, તો તમે તેની 'રિપોર્ટ' પણ કરી શકો છો. આ માટે, પોસ્ટ પર '3 ડોટ બટન' પર ટેપ કરો, 'રિપોર્ટ' ઓપ્શન પસંદ કરો અને સૂચનાઓનું પાલન કરો. તમારો રિપોર્ટ ખાનગી રહેશે, એટલે કે રિપોર્ટ કરાયેલ એકાઉન્ટને પણ ખબર નહીં પડે કે તમે એના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રિપોર્ટ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

instagram account Instagram Social media
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ