બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / હવે પોસ્ટ ઓફિસ માત્ર કુરિયર કે ટપાલ ટિકિટ માટે પૂરતી નથી રહી, સીધો વિદેશ જનારાઓને થશે ફાયદો

કામની વાત / હવે પોસ્ટ ઓફિસ માત્ર કુરિયર કે ટપાલ ટિકિટ માટે પૂરતી નથી રહી, સીધો વિદેશ જનારાઓને થશે ફાયદો

Last Updated: 11:07 AM, 14 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર (POPSK), 2017 માં શરૂ થયું અને 1.52 કરોડથી વધુ નાગરિકોને પાસપોર્ટ સંબંધિત સેવાઓ પ્રદાન કરવામાં આવી. POPSK નું નેટવર્ક છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર રીતે વધ્યું છે અને સમગ્ર દેશમાં કુલ 442 કેન્દ્રો ધરાવેલ છે.

ઘણા લોકો માટે પોસ્ટ ઓફિસ એટલે પત્રો અને પાર્સલ પોસ્ટ કરવા, પરંતુ ઓછા લોકો જાણતા હશે કે પોસ્ટ ઓફિસ પણ એક બેંકિંગ ક્ષેત્રની જેમ કામ કરે છે. પોસ્ટ ઓફિસ થકી તમે આરડી એકાઉન્ટ, સેવિંગ્સ એકાઉન્ટ અને અન્ય સ્કીમમાં રોકાણ કરી શકો છો. તદુપરાંત વિદેશ જવાનું જો કોઈએ નક્કી કર્યું હોય તો પોસ્ટ ઓફિસમાંથી પાસપોર્ટ બનાવવાની સુવિધા પણ મળી રહે છે. હાલ સમગ્ર દેશમાં કુલ 442 પોસ્ટ ઓફિસ ઉપલબ્ધ છે અને આવનારા સમયમાં પણ પોસ્ટ ઓફિસની સંખ્યામાં વધારો જોવા મળશે.

600 નવા પાસપોર્ટ સેવા કેન્દ્રો

ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ શુક્રવારે જણાવ્યું હતું કે, પોસ્ટ વિભાગ અને વિદેશ મંત્રાલયે પોસ્ટ ઓફિસોમાં 600 વધારાના પાસપોર્ટ સેવા કેન્દ્રો સ્થાપવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. એવી અપેક્ષા છે કે, નેટવર્ક દ્વારા દર વર્ષે એક કરોડ નાગરિકોને આ સેવા આપવામાં આવશે.

વધુ વાંચો નવું પાનકાર્ડ કઢાવવું છે? તો ઘરે બેઠાં કરો આ રીતે એપ્લાય, મેળવો પ્રોસેસથી લઇને ચાર્જ સહિતની જાણકારી

પાસપોર્ટ સેવા કેન્દ્ર 2017માં શરૂ કરવામાં આવ્યું

વર્ષ 2017માં શરૂ કરાયેલ પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રએ 1.52 કરોડથી વધુ નાગરિકોને પાસપોર્ટ સંબંધિત સેવાઓ પૂરી પાડી છે. POPSK નું નેટવર્ક છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર રીતે વધ્યું છે અને સમગ્ર દેશમાં 442 કેન્દ્રો ધરાવે છે. એક સત્તાવાર નોંધ અનુસાર, 2028-29 સુધીમાં સમગ્ર દેશમાં 600 POPSKની સ્થાપના કરવામાં આવશે. સિંધિયાએ કહ્યું કે, અમે પોસ્ટલ, લાઇફ ઇન્શ્યોરન્સ અને RPLI (ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સ)નું પણ આયોજન કરીશું. આનું મુખ્ય આધાર પાર્સલ જ હશે. તેમણે એ પણ કહ્યું કે, ટપાલ વિભાગ પોતાને એક લોજિસ્ટિક્સ કંપનીમાં બદલી કરી રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

passport facility Passport Post Office
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ