ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 10:33 AM, 2 March 2024
ADVERTISEMENT
જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહની સ્થિતિ અનુસાર રત્ન ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. ધાતુ અથવા રત્ન કોઈ વ્યક્તિ માટે શુભ સાબિત થાય છે તો કોઈ વ્યક્તિ માટે અશુભ સાબિત થાય છે. કેટલાક રત્ન એવા હોય છે, જે ના પહેરવાની સલાહ આપવામાં આવે છે. આ રત્ન ધારણ કરવાથી નુકસાન થાય છે. હીરો તમામ લોકો માટે લાભદાયક સાબિત થતો નથી. કઈ રાશિના જાતકોએ હીરો ના પહેરવો જોઈએ, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
ADVERTISEMENT
હીરો પહેરવાથી નુકસાન
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હીરો તમામ રાશિના જાતકો માટે શુભ માનવામાં આવતો નથી. કેટલીક રાશિના જાતકોએ હીરો ના પહેરવો જોઈએ. આ રાશિના જાતકો દાગીનામાં હીરો ધારણ કરે તો તેની ખરાબ અસર થાય છે. જેના કારણે બિઝનેસ અને નોકરીમાં નુકસાન થવા લાગે છે. આર્થિક પરિસ્થિતિ ખરાબ થાય છે. જો તમે પણ હીરો ધારણ કરવાનું વિચારી રહ્યા છો તો તે પહેલા જ્યોતિષની સલાહ જરૂરથી લેવી.
રત્ન ધારણ કરતા પહેલા વ્યક્તિએ પોતાની કુંડળીને અવશ્ય બતાવવી જોઈએ. પછી જ્યોતિષાચાર્યની સલાહ પર રત્ન પહેરવો જોઈએ. રત્ન ધારણ કરતા પહેલા આ વાતને અવશ્ય જાણી લેવી જોઈએ કે તે રત્ન શુદ્ધ છે કે નહીં. રત્ન નકલી ના હોવુ જોઈએ અને ખંડિત પણ ના હોવુ જોઈએ. રત્ન પહેરતા પહેલા આ વાતની જાણકારી લેવી જરૂરી હોય છે કે, રત્નને કઈ આંગળીમાં પહેરશો. દરેક રત્નની એક નિર્ધારિત આંગળી હોય છે.
ADVERTISEMENT
કઈ રાશિના જાતકોએ હીરો ના પહેરવો જોઈએ?
કેટલાક લોકો દાગીનામાં હીરો ધારણ કરે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર કેટલીક રાશિના જાતકોએ હીરાની વીંટી અથવા હીરાનો હાર ના પહેરવો જોઈએ. મેષ, મીન, કર્ક અને વૃશ્વિક રાશિના જાતકોએ હીરો ના પહેરવો જોઈએ, નહીંતર નુકસાન થવાની સંભાવના રહે છે. આ રાશિના જાતકો હીરો પહેરે તો તેમના જીવનમાં મુશ્કેલીઓ આવવા લાગે છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો