બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / horoscope rashifal mahashivratri 2024 shubh sanyog will give auspicious result to these zodiac sign
Vikram Mehta
Last Updated: 09:51 AM, 2 March 2024
હિંદુ ધર્મમાં દર વર્ષે ફાગણ માસની કૃષ્ણ પક્ષની ચૌદશે મહાશિવરાત્રી ઊજવવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે ભગવાન શિવ અને પાર્વતી માતાના વિવાહ થયા હતા. આ વર્ષે 8 માર્ચના રોજ મહાશિવરાત્રી છે. આ દિવસે શિવ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ દિવસે ગ્રહોની યુતિ ખૂબ જ ખાસ માનવામાં આવી આવી રહી છે. આ દિવસે કુંભ રાશિમાં સૂર્ય, શનિ અને શુક્ર એકસાથી આવીને ત્રિગ્રહી યોગનું નિર્માણ કરી રહ્યા છે. 7 માર્ચના રોજ બુધ મીન રાશિમાં ગોચર કરશે અને મંગળ ગ્રહ મકર રાશિમાં બિરાજમાન થશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 30 વર્ષ પછી આ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. જેથી કેટલીક રાશિના જાતકો માટે મહાશિવરાક્ષી શુભ સાબિત થશે.
ADVERTISEMENT
મેષ- ઘણા સમયથી જે પણ કાર્ય અટકેલા છે, તે કાર્ય પૂર્ણ થશે. નોકરી અને બિઝનેસમાં પ્રગતિ થશે. નાણાંકીય તંગીથી છુટકારો મળશે. વિદ્યાર્થીઓ પરીક્ષામાં સફળત થશે.
વૃષભ- કાર્યમાં સફળતા મળશે. સામાજિક પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. વૈવાહિક જીવનમાં ખુશીઓનું આગમન થશે. આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે.
ADVERTISEMENT
તુલા- પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે. નોકરી પ્રાપ્ત થશે. ઓફિસમાં પ્રમોશન મળી શકે છે. આર્થિક પરિસ્થિતિ મજબૂત થશે.
વધુ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ આજે ખર્ચો કરવામાં ખાસ સાચવવું
કુંભ- અગાઉ જે પણ રોકાણ કર્યું હશે, તેમાં સારું રિટર્ન મળશે, જમીન અને વાહનની ખરીદી કરી શકો છો. ઘર અને પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહેશે. વેપારિક પરિસ્થિતિ વધુ સુદ્રઢ બનશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.