ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / nayanthara became mother in 4 months after marriage

મનોરંજન / સાઉથની સુપરસ્ટાર હિરોઈને લગ્નના ચાર જ મહિનામાં ટ્વીન્સ બાળકોને આપ્યો જન્મ, જાણો કેમ સરકારે કહ્યું-તપાસ કરીશું

Published By: Jaydeep Shah

Last Updated: 11:15 AM, 12 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉથની અભિનેત્રી નયનતારા અને વિગ્નેશ લગ્નનાં ચાર મહિના બાદ જુડવા બાળકોના માતા - પિતા બની ગયા છે. લોકોને સરોગસીની શંકા હોવાથી હવે સરકારે પણ તપાસનું એલાન કર્યું છે.

ADVERTISEMENT

  • સાઉથની એક્ટ્રેસ નયનતારા લગ્નનાં ચાર મહિના બાદ બની ગઈ જુડવા બાળકોની માં 
  • લોકોને સરોગસીની શંકા
  • સરકારે તપાસ કરવાનું કર્યું એલાન  

 

સાઉથની ફેમસ અભિનેત્રી નયનતારા અને તેનો લાઈફ પાર્ટનર વિગ્નેશ શિવન એક વાર ફરી ચર્ચાઓમા છવાઈ ગયા છે. આ વર્ષે ઓગસ્ટની શરૂઆતમાં બંનેએ પોતાના લગ્નની તસવીરોથી લોકોને ચોંકાવી દીધા હતા. ત્યારે હવે કપલે જુડવા બાળકોની તસવીરો શેર કરીને લોકોને ખુશખબર આપી છે. પરંતુ લગ્નનાં 4 મહિના બાદ જ નયનતારાનું માં બનવું ફેન્સને વિચારતા કરી દે છે. મામલો કંઇક એવો થઈ ગયો છે કે હવે તમિલનાડુ સરકાર આ મામલાની તપાસ કરશે. 

આ કારણે સરકાર કરશે તપાસ 
તમે વિચારી રહ્યા હશો કે કોઈની પર્સનલ લાઈફ સાથે સરકારને શું લેવાદેવા, પણ મામલો કંઇક જુદો જ છે. વાસ્તવમાં નયનતારા અને વિગ્નેશ શિવને લગ્નનાં માત્ર 4 મહિના બાદ જ જુડવા બાળકોના માતા - પિતા હોવાનું એલાન કર્યું છે, પણ લગ્નની તસવીરોમાં નયનતારા ગર્ભવતી નથી જણાતી. આવામાં લોકોને શંકા છે કે તેમણે સરોગસીનો સહારો લીધો છે. એટલા માટે હવે તમિલનાડુ સરકારે અભિનેત્રીના માં બનવાના સમાચારની તપાસ કરવાનો નિર્ણય લીધો છે. 

મંત્રીએ કરી તપાસની વાત 
એક રિપોર્ટ અનુસાર, ગત દિવસો એક પત્રકારે તમિલનાડુ સરકારનાં સ્વાસ્થ્ય મંત્રીને સવાલ કર્યો કે શું નયનતારા - વિગ્નેશ શિવને સરોગસી પ્રક્રિયાના નિયમોનું પાલન કર્યું છે, જેના પર મંત્રીએ તરત જ રીએકટ કરતાં કહ્યું કે તેઓ નયનતારા અને વિગ્નેશ શિવનની તપાસ કરશે અને જાણકારી મેળવશે કે મામલો શું છે. 

લખી ઈમોશનલ પોસ્ટ 
જણાવી દઈએ કે પોતાના બાળકોના જન્મની ખુશખબરી આપતા  વિગ્નેશ શિવને પોસ્ટ શેર કરી હતી, જેમાં કપલની બાળકો સાથેની સુંદર તસવીર છે. તેમણે લખ્યું છે કે - નયન અને હું મમ્મી પપ્પા બની ગયા. અમને જુડવા બાળકોનાં આશીર્વાદ મળ્યા છે. અમારી બધી જ પ્રાર્થનાઓ, પૂર્વજોનાં આશિર્વાદ, બધી જ અભિવ્યક્તિઓ સાથે મળીને, અમારા માટે બે ધન્ય બાળકોના રૂપમાં એક સાથે આવ્યા છે. અમને તમારા સૌનાં આશીર્વાદ જોઈએ છે. જીવન ખૂબ સુંદર અને તેજસ્વી લાગે છે. ભગવાન ડબલ મહાન છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Entertainment Nayanthara નયનતારા entertainment

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ